આપણે ત્યાં એવું કહેવાય છે ને કે ટેલેન્ટને કોઈ પણ ભલામણ કે સ્પેશિયલ ફેવરની જરૂર નથી, અને આ વાતને મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક કિશોરીએ સાચી સાબિત કરી દેખાડી છે. મુંબઈની ચૌદ વર્ષની મલીશા ખારવા ફેશનની દુનિયામાં તહેલકો મચાવવા માટે એકદમ તૈયાર છે. મુંબઈના ધારાવીની ઝૂંપડપટ્ટીમાંથી પોતાની પ્રતિભાને જોરે આગળ આવેલી મલીશાને ફોરેસ્ટ એસેન્શિયલના નવા અભિયાન યુવતી સિલેક્શનના ફેસ તરીકે પસંદ કરવામાં આવી છે. આ અનોખી સામાજિક પહેલનો ઉદ્દેશ વંચિત પૃષ્ઠભૂમિના બાળકોને શિક્ષણ આપવાનો અને જાગરૂકતા લાવવાનો છે.
યુવતિ સિલેક્શન એ એક યુવાન છોકરીના જીવનના આ પરિવર્તનીય તબક્કાને સન્માનિત કરે છે. અમારો ઉદ્દેશ્ય આ યુવા પ્રતિભાને, તેમના સપનાને સિદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો, સશક્તિકરણ કરવાનો અને સક્ષમ કરવાનો છે, પછી ભલે એ ગમે ત્યાંથી કેમ ન આવતા હોય અને તેમનું ડ્રીમ ગમે એટલે મોટું કે નાનું હોય. મલીશા, અને સમાજને હંમેશા પાછું આપવાના અમારા બ્રાંડ સ્તંભ દ્વારા પ્રેરિત, અમે યુવતિ સિલેક્શનમાંથી થનારી કમાણીનો મોટો હિસ્સો પ્રોજેક્ટ પાઠશાળા માટે દાન કરવામાં આવશે, એવું ફોરેસ્ટ એસેન્શિયલ્સ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
મલીશા વિશે વાત કરીએ તો તે એક મહત્વાકાંક્ષી મૉડલ છે જેને અત્યાર સુધીમાં તો હોલીવુડની બે ફિલ્મોની ઑફર મળી ચૂકી છે. સોશિયલ મીડિયા પર મલીશા ખાસી એક્ટિવ છે અને તે ઈન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિયેટર તરીકે જાત જાતના એક્ટિંગ અને મોડેલિંગના વીડિયો અને ફોટો શેર કરતી હોય છે. આ ઉપરાંત તેના પર “લાઇવ યોર ફેરીટેલ” નામની એક શોર્ટ ફિલ્મ પણ ફિલ્માવવામાં આવી છે. આ ફિલ્મમાં કોઈ કમર્શિયલ એક્ટર્સ નથી અને તે જીવનમાં પ્રથમ વખત રેસ્ટોરન્ટમાં જમનારા પાંચ ઝૂંપડપટ્ટીના બાળકોના અનુભવને કેપ્ચર કરે છે.
ધારાવીની બાર વર્ષની મલીશા ખારવા કે જે ‘પ્રિન્સેસ ઓફ સ્લમ’ તરીકે ઓળખાય છે. મલીશાએ જણાવ્યું હતું કે “હું અત્યારે જ્યાં છું ત્યાં હું ખૂબ જ ખુશ છું. ઘણી વખત એવું પણ બને છે કે હું જ્યાં જાઉં ત્યાં લોકો મને ઓળખી લે છે સોશિયલ મીડિયાને કારણે. મારી પાસે આવીને તેઓ લોકો મને જણાવે છે કે તેઓ મારા ફેન્સ છે અને ત્યારે મને ખૂબ જ ખુશી અને ગર્વની લાગણી અનુભવાય છે.”