અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર તવાંગ મામલાને ઢાંકવાનો આરોપ લગાવ્યો હતો.
સરકાર પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું, “આ મોદી સરકાર ઢાંકપિછોડો કરે છે. એટલા માટે સંસદમાં ચર્ચા થવી જરૂરી છે, જ્યાં PMએ સવાલોના જવાબ આપવા જોઈએ. આપણા લોકોથી સત્ય કેમ છુપાવવામાં આવી રહ્યું છે?”
એક અંગ્રેજી સમાચારપત્રમાં છપાયેલા સમાચારને ટાંકીને ઓવૈસીએ કહ્યું કે, “જો એક બ્રિટિશ અખબારનો આ અહેવાલ સાચો છે તો તેનો અર્થ એ છે કે ચીન સાથેની સરહદ પર સ્થિતિ જે કહેવામાં આવી રહી છે તેનાથી વધુ ગંભીર છે. લદ્દાખથી લઈને અરુણાચલ સુધી સ્થિતિ ગંભીર છે. આ માટે સરકારે જવાબ આપવો જોઈએ.”
If this report in a British newspaper is correct, it means that the situation on the border with China is far more serious than what has been let out. And the seriousness spans from Ladakh to Arunachal. This needs answers from the government.
— Asaduddin Owaisi (@asadowaisi) December 15, 2022
“>
વડા પ્રધાન પર આકરા પ્રહારો કરતાં ઓવૈસીએ ટ્વિટર પર લખ્યું, “આપણી પાસે મજબૂત સેના છે પરંતુ ખૂબ જ નબળા પીએમ છે. તેઓ ચીનનું નામ લેવાથી પણ ડરે છે, દેશ અને નેતા વિશે પુછાતા પ્રશ્નોથી દુર ભાગતા હોય છે.”
ઓવૈસીએ કહ્યું કે આ મામલે ચર્ચા દ્વારા જ જવાબ મળી શકે છે, પરંતુ સરકારનું આ અંગે વલણ બિલકુલ અસ્વીકાર્ય છે.