નવી દિલ્હીઃ દેશભરમાં પહેલી જાન્યુઆરીથી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે અને આ નવા નિયમોના રડારમાં ગૂગલ સહિત અનેક ટેક ફ્રેન્ડલી સર્વિસનો સમાવેશ થાય છે. આ બધા ફેરફારો વિશે તમને જાણ હોવી જોઈએ, નહીં ગૂગલ અને ઓનલાઈન પેમેન્ટ યુઝર્સને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવશે.
ગૂગલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વિન્ડો 7 અને વિન્ડો 8.1 માટે જાન્યુઆરી, 2023થી નવા ક્રોમ વર્ઝનના સપોર્ટને બંધ કરી દેવામાં આવશે. એટલે વિન્ડો 7 અને 8.1વાળા લેપટોપમાં ક્રોમ વર્ઝનનો ઉપયોગ નહીં કરી શકાય. વિન્ડો 7 અને 8.1 માટે ઓફિશિયલ સપોર્ટ સાતમી ફેબ્રુઆરી, 2023થી બંધ કરવામાં આવશે.
આ સિવાય જો તમે વિઝા કે માસ્ટર કાર્ડ યુઝર છો તો હવેથી ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની ડિટેઈલ્સ સેવ નહીં થાય. જો તમે આ કાર્ડથી ઓનલાઈન શોપિંગ કરો છો તો મેન્યુઅલી ઓનલાઈન પેમેન્ટ ડિટેઈલ્સ આપવી પડશે. અલગ અલગ પેમેન્ટ માટે તમારે વારંવાર કાર્ડની ડિટેઈલ્સ આપવી પડશે.
પહેલી જાન્યુઆરી, 2023થી ગૂગલ કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટ જેવી કાર્ડ ડિટેઈલ્સ સેવ નહીં કરે. એવામાં પેમેન્ટ ના કરતાં પહેલી જાન્યુઆરી બાદ મેન્યુઅલી ઓનલાઈન પેમેન્ટ કરવામાટે કાર્ડનંબરની સાથે એક્સપાયરી ડેટ યાદ રાખવી પડશે.
ગૂગલ પોતાની ક્લાઉડ ગેમિંગ સેવા બંધ કરી રહ્યું છે અને આ સેવા 18મી જાન્યુઆરી, 2023થી ખેલાડીઓ માટે લાઈવ રહેશે. ગૂગલ, ગૂગલ સ્ટોરના માધ્યમથી ખરીદવામાં આવેલા બધા હાર્ડવેયરની સાથે સાથે સ્ટોર પરથી ખરીદવામાં આવેલી બધીગેમ અને એડ ઓન કન્ટેન્ટ પાછો આપી દેવામાં આવશે.