જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળ ઊર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહ છે. એટલું જ નહીં પણ મંગળ ગ્રહ વૃશ્વિક અને મેષ રાશિનો સ્વામી ગ્રહ પણ છે. 13 માર્ચથી મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે અને રાશિ પરિવર્તન અમુક રાશિઓને માલામાલ કરી નાખશે. 13મી માર્ચથી મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કેટલીક રાશિના જાતકો માટે સારો સમય શરૂ થઈ જશે. આવો જોઇએ કે આ રાશિ પરિવર્તન કઈ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે…
મેષ રાશિ
આ રાશિના જાતકોનું કશેક પણ અટકી પડેલું ધન પાછું મળી શકે એવા સંજોગ નિર્માણ થઈ રહ્યા છે. મહેનત કરવાથી લાભ થશે. કાર્યક્ષેત્રમાં અપેક્ષા કરતાં વધારે સફળતા મળશે. કલા પ્રત્યે રુચિ વધશે. વેપાર માટે સમય સારો રહેશે. સમાજમાં માન સન્માન વધશે. કાર્યના સ્થળે ઉપરી અધિકારીની મીઠી નજર આપ પર રહેશે. આ સમયગાળા દરમિયાન શુભ સમાચાર પ્રાપ્ત થશે અને આર્થિક લાભ થવાના જોગ દેખાઈ રહ્યો છે
મિથુન રાશિ
મંગળનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે પણ વરદાનરૂપ સાબિત થશે. વેપારને લઈને આર્થિક સંકટ દૂર થશે. મિત્રોની મદદ મળી રહેશે. માનસિક ચિંતાઓ દૂર થશે. દાંપત્યજીવન આનંદી અને સુખમય રહેશે. દરેક કાર્યમાં સફળતા મળશે અને ધનલાભના પણ યોગ સર્જાશે. માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે.
વૃશ્ચિક રાશિ
કાર્ય સ્થળ પર વાતાવરણ સારું રહેશે અને અટકેલું ધન પરત મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જુના રોગથી છુટકારો મળશે. આર્થિક તંગીથી મુક્તિ મળશે અને આવકમાં વધારો થશે. પરિવાર સાથે ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમયે તમને આ યોજના સફળ બનાવવાની તક મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે.
ધન રાશિ
માન સન્માનમાં વૃદ્ધિ થશે, પરંતુ નિરાશાવાદી માનસિકતા પર કાબુ રાખવાનું આવશ્યક છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં નવી દિશામાં ધ્યાન કેન્દ્રિત કરો. મંગળનું રાશિ પરિવર્તન વેપારની દ્રષ્ટિએ સારું રહેશે. આ સમય દરમિયાન જૂના મિત્રો સાથે મુલાકાત થશે.