Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
સ્પિનર હેડલી વેરિટીએ એક દિવસમાં ૧૪ વિકેટ લીધેલી!
રેકોર્ડ બુક - યશ ચોટાઈ

એક ટેસ્ટ-મૅચમાં સૌથી વધુ ૧૯ વિકેટ લેવાનો વિશ્ર્વવિક્રમ ઇંગ્લૅન્ડના જિમ લેકરના નામે છે અને એક ટેસ્ટ-ઇનિંગ્સમાં સૌથી વધુ (તમામ) ૧૦ વિકેટ લેવાનો વિક્રમ જિમ લેકર ઉપરાંત આપણા મહાન સ્પિનર અનિલ કુંબલેના નામે છે એ આપણે બધા જાણીએ છીએ. જોકે, કોઈ બોલરે એક જ દિવસમાં ૧૪ વિકેટ લીધી હોય એવું તમે સાંભળ્યું છે?

આ કિસ્સો ૧૯૩૪ની સાલમાં લૉર્ડ્સની ટેસ્ટ-મૅચમાં બન્યો હતો. એમાં ઇંગ્લૅન્ડની યૉર્કશર કાઉન્ટીમાં રહેતા લેફ્ટ-આર્મ સ્પિનર હેડલી વેરિટીએ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં (બન્ને દાવ મળીને) કુલ ૧૫ વિકેટ લઈને ઇંગ્લૅન્ડને જિતાડ્યું હતું. તેમણે એ ૧૫ વિકેટ ૧૦૪ રનમાં લીધી હતી. એમાંથી તેમણે ૧૪ વિકેટ વરસાદથી ખરડાયેલા ત્રીજા દિવસે લીધી હતી. એ દિવસે ઑસ્ટ્રેલિયાએ ૨૦૦ રનમાં કુલ ૧૮ વિકેટ ગુમાવી હતી. વેરિટીએ આગલી સાંજે ડૉન બ્રૅડમૅનને આઉટ કરી જ દીધા હતા અને પછીના દિવસે ઑસ્ટ્રેલિયાની ટીમનો જે રકાસ થયો હતો એમાં તેમણે બીજી વાર બ્રૅડમૅનની લીધેલી વિકેટનો પણ સમાવેશ હતો. વેરિટીએ પ્રથમ દાવમાં સાત અને બીજા દાવમાં આઠ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડ એ ટેસ્ટ એક દાવથી જીતી ગયું હતું.

એ ટેસ્ટમાં ૨૦માંથી ૧૫ વિકેટ વેરિટીએ લીધી હતી. વેરિટી ૧૪ વિકેટવાળા એ દિવસે મોડા રમવા આવ્યા હતા. તેઓ સ્ટેડિયમમાં આવી રહ્યા હતા ત્યારે તેમની કાર નીચે એક બિલાડી કચડાઈ ગઈ હતી. આઘાતમાં ડૂબેલા વેરિટી ઘણી વાર સુધી એ ઘટનાસ્થળે બિલાડીના માલિકની રાહ જોતા ઊભા રહ્યા હતા જેને કારણે તેઓ મૅચમાં મોડા પડ્યા હતા.ઝિમ્બાબ્વેના ઝુવાઓને ૯ વર્ષે બીજી વન-ડે રમવા મળેલી!ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર શૉન અબૉટ તાજેતરમાં કરિયરની બીજી વન-ડે છેક ૬ વર્ષ અને ૫૬ દિવસ પછી રમ્યો. તેણે ઑક્ટોબર, ૨૦૧૪માં ડેબ્યુ કર્યું હતું અને દોઢ મહિના પહેલાં (ડિસેમ્બર, ૨૦૨૦માં) કૅનબેરામાં તે ભારત સામે કારકિર્દીની બીજી વન-ડે રમ્યો હતો.

અબૉટનો આ રીતે બે વન-ડે વચ્ચેનો સમયગાળો ઑસ્ટ્રેલિયા માટે સૌથી લાંબો છે, પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકંદર વિક્રમ ઝિમ્બાબ્વેના બૅટ્સમૅન સેફાસ ઝુવાઓનો છે. તેની પ્રારંભિક વન-ડે અને બીજી વન-ડે વચ્ચે ૯ વર્ષ અને ૧૪૦ દિવસનો લાંબો ગાળો હતો. તેણે ઑક્ટોબર, ૨૦૦૮માં નૈરોબીમાં આયર્લેન્ડ સામે વન-ડે ક્રિકેટ રમવાનો આરંભ કર્યો હતો. તેને લાંબો સમય નહોતું રમવા મળ્યું અને છેક માર્ચ, ૨૦૧૮માં તેને વન-ડે ટીમનું પ્રતિનિધિત્વ કરવાનો કૉલ આવ્યો હતો. ત્યારે તેને બુલવૅયોમાં અફઘાનિસ્તાન સામે રમવા મળ્યું હતું. જોકે, એ જ વર્ષમાં તેને બીજી સાત વન-ડે રમવા મળેલી અને એ પછી ફરી ઝિમ્બાબ્વેની ટીમમાંથી બાદબાકી થઈ ગઈ હતી.ન્યૂ ઝીલૅન્ડના ડૉન ક્લેવલીની૧૪ વર્ષે બીજી ટેસ્ટન્યૂ ઝીલૅન્ડે ૧૯૩૦ની સાલમાં ટેસ્ટ-ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. એના ત્રીજા વર્ષે એટલે કે ૧૯૩૨માં ડૉન ક્લેવલી નામના ફાસ્ટ બોલર ન્યૂ ઝીલૅન્ડ વતી પહેલી વાર ટેસ્ટ રમ્યા હતા. કરિયરની એ પહેલી ટેસ્ટમાં તેમને એકેય વિકેટ નહોતી મળી અને પછીની અમુક સિરીઝો માટેની ટીમમાં તેમનો સમાવેશ નહોતો કરાયો. વાત એવી છે કે થોડાં વર્ષો આમ જ વીતી ગયાં અને ૧૯૩૯માં બીજું વિશ્ર્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું જેને કારણે ક્રિકેટ રમાવાની બંધ થઈ ગઈ હતી. ૧૯૪૫માં વર્લ્ડ વૉરનો અંત આવ્યો ત્યાર બાદ ઑસ્ટ્રેલિયન ટીમ ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસે આવી ત્યારે રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં રમવા ડૉન ક્લેવલીને બોલાવાયા હતા. ત્યારે તેમને ૧૪ વર્ષ પછી ફરી ટેસ્ટ રમવાની તક મળી હતી. જોકે, તેઓ એમાં પણ વિકેટ નહોતા લઈ શક્યા અને પછી ફરી તેમને રમવા જ નહોતું મળ્યું. ટૂંકમાં, ૧૪ વર્ષના ‘વનવાસ’ પછીની એ ટેસ્ટ તેમના માટે આખરી ટેસ્ટ બની ગઈ હતી.

યુવાન વયે ન્યૂ ઝીલૅન્ડમાં નેશનલ બૉક્સિગં ચૅમ્પિયનનું ટાઇટલ જીતનાર ક્લેવલી ૨૦૦૪માં ૧૬મી ફેબ્રુઆરીએ ૯૪ વર્ષની વયે અવસાન પામ્યા એના આગલા દિવસે તેઓ એ સમયના સૌથી વૃદ્ધ જીવંત ટેસ્ટ-ક્રિકેટર હતા.મહિલા ટીમની ઇનિંગ્સમાં સાત ખેલાડીનો માત્ર એક રન!નવેમ્બર, ૨૦૧૬માં થાઈલૅન્ડના બૅન્ગકૉકમાં મહિલાઓની એશિયા કપ ટી-ટ્વેન્ટી સ્પર્ધા રમાઈ હતી જેમાં ભારત સામે બંગલાદેશની ટીમની નામોશી તો થઈ જ હતી, એ ટીમ ખૂબ શરમજનક સ્થિતિમાં પણ મુકાઈ ગઈ હતી. બૅટિંગ મળ્યા પછી ભારતીય મહિલા ટીમે મિતાલી રાજના અણનમ ૪૯ રનની મદદથી ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૧૮ રન બનાવ્યા હતા. એમાં ત્રણ ખેલાડી ૧ રન બનાવીને આઉટ થઈ હતી અને એક્સ્ટ્રાનો પણ ૧ રન હતો.

જોકે, વ્યક્તિગત ૧ રન બનાવવાની બાબતમાં બંગલાદેશની ટીમ તો ટીમ ઇન્ડિયાથી પણ ચડિયાતી નીકળી! એની છ ખેલાડી ૧ રન બનાવીને આઉટ થઈ હતી. બંગલાદેશની જે આખરી પાંચ વિકેટ પડી હતી એમાં એ પાંચેય ખેલાડી વ્યક્તિગત ૧ રન બનાવી શકી હતી અને આઉટ થઈ ગઈ હતી. એ તો ઠીક, પણ અણનમ રહેલી બૅટ્સવુમનના ખાતે પણ ૧ રન હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

dvp048dC
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com