| ડેટિંગ કરો, મગર ઝરા સંભલ કે |
|  રિલેશનશિપ - પ્રિયંકા પટેલ
કોરોનાના સંકટ વચ્ચે ડેટિંગ પર જવાનું પડકારરૂપ બની ગયું છે. મોસમ કેવો પણ હોય, પ્રેમ કરનારાઓ કે મળનારાઓને કોણ રોકી શકવાનું છે? આવા સમયે ડેટિંગ પર જતી વખતે અમુક વસ્તુનું ખૂબ ધ્યાન રાખવા જેવું છે. તો ચાલો જાણીએ કોરોનાકાળમાં સુરક્ષિત ડેટિંગના ઉપાયો.
માસ્ક પહેરો
ફર્સ્ટ ડેટ પર યુવક અને યુવતી સજીધજીને જાય છે. લાંબા સમયથી એવું જ ચાલતું આવ્યું છે. હવે આની સાથે આપણે માસ્ક પણ પહેરીને જવું પડશે. માસ્કને કારણે તમારી ફેશન સ્ટાઇલ પર કોઇ ખાસ અસર નહીં પડે. તમે માસ્ક પહેરીને પણ ફેશનેબલ દેખાઇ શકો છે. એ માટે તમે કેટલીક સેલિબ્રિટીની માસ્ક પહેરવાની સ્ટાઇલને ફોલો કરી શકો છે.
-----------------
સુરક્ષિત જગ્યા પસંદ કરો
હૉટેલ, રેસ્ટોરાં, શોપિંગ મૉલ, સિનેમા હૉલ જેવી મળવાની જગ્યા ખૂલી ગઇ છે. જોકે, ત્યાં જવું હમણાં બહુ જોખમી છે, તેથી એવી જગ્યા પસંદ કરો જ્યાં ભીડ ઓછી હોય અને સુરક્ષિત હોય. આવી જગ્યાની પસંદગી કર્યા બાદ જ મળવા માટે જાવ. કોરોનાકાળમાં ભીડવાળા સ્થળથી તમારી જાતને દૂર રાખો.
---------------
હગ અને હેન્ડશેક કરવાનું ટાળો
પહેલી વાર કોઇ યુવતીને મળવા જતી વખતે હાથ મિલાવવામાં કે તેને ભેટવામાં કોઇ બૂરાઇ નથી. જોકે, કોરોનાકાળમાં દૂરથી જ હાય, હેલ્લો કરવામાં ભલાઇ છે. યુવતીની સાવ નજીક લગોલગ બેસવાનું પણ ટાળો. બની શકે તો થોડું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. સુરક્ષાને ધ્યાનમાં લઇને તે ખૂબ આવશ્યક છે. |
|