Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
શોપિંગ કરો, પણ સાવધાનીપૂર્વક

સમજણ - કલ્પના મહેતાઑનલાઇન શોપિંગ વેબસાઇટથી લઇને ફેશન સ્ટોર/શોપિંગ મૉલ સુધી ઑફરની હોડ લાગી છે. દરેક કંપની તેનું વેચાણ વધારવા માટે એકથી એક લલચામણી ઑફર આપી રહી છે. ખાસ કરીને તહેવારોની મોસમમાં આવી ઑફર વધુ મળે છે. ઑફરના ચક્કરમાં સામાન્ય નાગરિકો બે પૈસા બચાવવામાં લાગી જાય છે. આ ઑફર ખરાબ નથી, તેનાથી ઘણી વાર ફાયદો થાય છે. જોકે, તેનાં નુકસાન પણ ઓછાં નથી. જો તમે સમજીવિચારીને શોપિંગ નહીં કરો તો તમારું ખિસ્સું ખાલી થઇ જશે અને સ્ટાઇલ પણ બગડી જશે. આ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાતો.ઑનલાઇન શોપિંગ વેબસાઇટથી લઇને ફેશન સ્ટોર/શોપિંગ મૉલ સુધી ઑફરની હોડ લાગી છે. દરેક કંપની તેનું વેચાણ વધારવા માટે એકથી એક લલચામણી ઑફર આપી રહી છે. ખાસ કરીને તહેવારોની મોસમમાં આવી ઑફર વધુ મળે છે. ઑફરના ચક્કરમાં સામાન્ય નાગરિકો બે પૈસા બચાવવામાં લાગી જાય છે. આ ઑફર ખરાબ નથી, તેનાથી ઘણી વાર ફાયદો થાય છે. જોકે, તેનાં નુકસાન પણ ઓછાં નથી. જો તમે સમજીવિચારીને શોપિંગ નહીં કરો તો તમારું ખિસ્સું ખાલી થઇ જશે અને સ્ટાઇલ પણ બગડી જશે. આ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાતો.

--------------

ઑફર અંગે સરખી રીતે જાણી લો

સામાન્ય રીતે શોપિંગ મોલ કે શોપિંગ સાઇટ્સ પર એક ઉપર એક ફ્રી ઑફર મળે છે. એક કપડાંની ખરીદી પર બીજાં કપડાં મફતમાં મળતાં હોય તો કોણ તેને ખરીદવા ન ઇચ્છે. જોકે, ઘણી વાર આપણે ઑફર સમજવામાં ગેરસમજ કરી બેસીએ છીએ, પરિણામે ધારણા કરતાં વધુ પૈસા ચૂકવવા પડે છે. આવું ન થાય તે માટે ત્યાં ઉપસ્થિત સેલ્સમેન પાસેથી સરખી રીતે ઑફર અંગે જાણી લો, કારણ કે એક વાર બિલ બની ગયા બાદ તમને પૈસા પરત નહીં મળે.

બજેટનું ધ્યાન રાખો

ઑફર જોયા બાદ આપણને બધું ખરીદવાનું મન થાય છે. ૨૦૦૦ની ખરીદી કરવા પર ૨૦૦ની ગિફ્ટ મળતી હોય તો આપણે તે ઑફર મેળવવા માટે બજેટ કરતાં વધુ ખરીદી કરી નાખીએ છીએ. આવું ન થાય તે માટે ઘરેથી નીકળતાં પહેલાં જ જરૂરતના સામાનનું એક લિસ્ટ બનાવીને તેને વળગી રહો.

-------------------

શું શોપિંગ જરૂરી છે?

આપણે જરૂરિયાતના હિસાબે શોપિંગ કરવું જોઇએ. આ વર્ષે ખરીદેલાં કપડાં આગલા વર્ષે પણ કામ આવતાં નથી, કારણ કે દર વર્ષે ફેશન ટ્રેન્ડ બદલાય છે. જો તમે શોપિંગ કરવા જઇ રહ્યા છો તો એક વાર તમારો વોર્ડરોબ ચેક કરી લો. તમને ખબર પડી જશે કે શું ખરીદવું છે અને શું નહીં. ઘણી વાર પુરુષો ઑફરના ચક્કરમાં ન જોઇતી હોય એ વસ્તુ પણ ખરીદીને લઇ આવે છે.

-----------------

વેબસાઇટ ચેક કરી લો

આજકાલ મોટા ભાગના લોકો ઑનલાઇન શોપિંગ કરે છે. ઑનલાઇન શોપિંગમાં છેતરામણી થવાનું જોખમ પણ વધુ હોય છે. ઘણી વાર આપણે ઑફરના ચક્ક્રમાં વેબસાઇટની વિશ્ર્વસનીયતા ચેક નથી કરતા. ઘણી વાર ફેક ફેસબુક પેજના માધ્યમથી સસ્તા ભાવે બ્રાન્ડેડ વસ્તુઓ વેચવામાં આવે છે. એક વાર ઑનલાઇન પેમેન્ટ કર્યા બાદ વસ્તુઓ આવતી નથી.

અમે એવું નથી કહી રહ્યા કે ઑફર્સનો લાભ ન ઉઠાવો. બસ એટલી કાળજી રાખો કે ઑફર્સનો લાભ ઉઠાવતી વખતે તમારી સાથે છેતરામણી ન થાય. આંખો બંધ કરીને ખરીદી કરવા કરતાં એક જાગૃત ગ્રાહક બનીને ખરીદી કરો, જેથી તમને નુકસાન વેઠવાનો વારો ન આવે.

----------------------

વસ્તુઓને સરખી રીતે ચેક કરી લો

શોપિંગ કરવા માટે જતી વખતે કપડાં આઉટ ઑફ સ્ટોક ન થઇ જાય એ ડરથી લોકો ઉતાવળે ખરીદી કરી લે છે. આમાં ઘણી વાર કપડાં ખરાબ આવી જાય છે. અનેક કંપનીઓ તો આવા ડેમેજ પ્રોડક્ટને વેચી કાઢવા માટે જ ઑફરો આપતી હોય છે. શોપિંગ કરવા જતી વખતે હંમેશાં કપડાની ક્વોલિટી, સિલાઇ, કલર વગેરે બરાબર છે કે નહીં તે ધ્યાનથી જોઇ લો.

-------------------આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

e7601t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com