Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
ઉંમરની સાથે આહારનું ધ્યાન રાખો

આરોગ્ય સુધા - નિધિ ભટ્ટ



ઉંમરના અલગ અલગ પડાવમાં આપણી પસંદ-નાપસંદ બદલાતી રહે છે. એવી જ રીતે શરીરની જરૂરિયાતો પણ બદલાતી રહે છે. શરીરને ઉંમરના દરેક પડાવ પર ખાવાની અલગ અલગ વસ્તુની જરૂર હોય છે, જેથી તે સરખી રીતે ચાલી શકે. ઉંમરની સાથે સાથે આપણે ખાન-પાન પર વિશેષ ધ્યાન રાખવું જોઇએ. ૪૦ વર્ષની ઉંમર બાદ અનેક સમસ્યાઓ થવા લાગે છે. હાડકાંઓમાં કેલ્શિયમ ઘટવા લાગે છે, વાળ સફેદ થવા લાગે છે. વધતી ઉંમર સાથે સંતુલિત અને પોષણયુક્ત આહારનું સેવન કરવું જોઇએ. આ સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જે ખાવાનું ટાળવું જોઈએ, જેના સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. તો ચાલો જાણીએ ચાલીસી વટાવ્યા બાદ શું ન ખાવું જોઇએ.



સાકર

વધુ પડતી સાકર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, તેથી તેનું માપસર સેવન કરવું જોઇએ. એનાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઘટી જાય છે.

ઓઇલી ફૂડ

તૈલી પદાર્થ ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે, જેથી તમને વધુ શારીરિક વ્યાયામ કરવાની આવશ્યકતા પડે છે.

મીઠું

વધતી ઉંમર સાથે બ્લડપ્રેશર વધવાનું પ્રમાણ વધી જાય છે, તેથી ઓછા પ્રમાણમાં મીઠું ખાવ. તમારું હૃદય સલામત રહેશે.

--------------------

બટર

કોલેસ્ટરોલ અને ટ્રાન્સફેટની માત્રા બટરમાં ખૂબ વધુ પ્રમાણમાં હોય છે, જેથી શરીરમાં એક્સ્ટ્રા ફેટ (ચરબી) વધી જાય છે. બટરના સેવનથી દૂર રહો એ જ તમારા માટે સારું છે.

---------------------

સફેદ બ્રેડ

આ બ્રેડ મેંદાના બનેલા હોય છે, જે ખાવાથી પેટમાં અપચો કે કબજિયાતની સમસ્યા થઇ શકે છે.

-----------------

વાઇન

વાઇનનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી હૃદય અને લિવર પર ખરાબ અસર પડી શકે છે.

-----------------

કેફિન

ચાલીસની ઉંમર બાદ તણાવ વધુ રહે છે. એવામાં કેફિનને ચા કે કૉફીના રૂપમાં પીવું તમારા માટે ઘાતક સાબિત થઇ શકે છે.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6pX6mS6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com