Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
ઝટપટ બની જાય એવી હેરસ્ટાઇલ

ફેશન - મેધા રાજ્યગુરુ



દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે સ્ટાઇલિશ દેખાય. લોકો તેની હેરસ્ટાઇલને જોઇને તેના વખાણ કરે, પણ વાસ્તવિકતામાં લોકો પાસે એટલો સમય જ હોતો નથી કે તે હેરસ્ટાઇલ જેવી વસ્તુને મેઇન્ટેઇન કરવા માટે એકસ્ટ્રા સમય કાઢે. જોકે, સ્ટાઇલિશ અને પ્રેઝન્ટેબલ દેખાવ માટે હેરસ્ટાઇલની ભૂમિકાને તમે નજરઅંદાજ પણ કરી શકો નહીં. અહીં એવી હેરસ્ટાઇલની વાત કરવી છે જે દેખાવમાં સારી લાગે અને તેને સેટ કરવા પાછળ તમારો વધુ સમય પણ ન ખર્ચાય.



મેન બન

જો તમને લૉકડાઉનમાં વધેલા લાંબા વાળથી પ્રેમ થઇ ગયો હોય તો આ હેરસ્ટાઇલ તમારા માટે બેસ્ટ છે. તમે પાછળ પોની કે મેન બન બાંધી શકો છો. વાત મેઇન્ટેનન્સની કરીએ તો તમારે લાંબા વાળને જાળવવા માટે ફક્ત તેલથી મસાજ કરવાનો છે, જેથી તમારા વાળ ગૂંચવાય નહીં.

------------------

ક્લીન શેવ

સૌથી વધુ કારગર ક્લીન શેવ લુક અપનાવી લો અથવા પૂરી રીતે બાલ્ડ લુકમાં આવી જાવ. આ એવી વસ્તુ છે જે તમે ઘરે જ અજમાવી શકો છો. જ્યાં સુધી મેઇન્ટેનન્સનો સવાલ છે તો તેનો ખર્ચ ઝીરો થઇ જાય છે. વાળ જ ન હોય તો તેની સંભાળ રાખવાનો સવાલ જ પેદા થતો નથી. બાલ્ડ હેડને બાલ્ડ બનાવી રાખવા માટે તમારે જે વસ્તુ કરવી પડશે એ છે કે માથાને બે-ત્રણ સપ્તાહમાં શેવ કરવું પડશે. માથાની સ્કિનને ડ્રાઇનેસથી બચાવવા માટે દર બે-ત્રણ દિવસે તેલ લગાડવું પડશે.

------------------

શૈગી કર્લ્સ

આ હેરસ્ટાઇલ ખાસ કરીને એ લોકો માટે છે જેમના વાળ લાંબા અને વાંકડિયા છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે વાળને વધવા દેવાના છે અને તેને ગૂંચવાઇ ન જાય તે રીતે રાખવાના છે. એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અઠવાડિયામાં એક વાર વાળને શેમ્પૂથી જરૂર ધુઓ.

----------------

રેગ્યુલર બઝ કટ

જો તમે માથા પર થોડા વાળ રાખવા ઇચ્છતા હોવ તો આ હેરસ્ટાઇલ તમારા ઉપર સૂટ કરશે. બેઝિક બઝ કટને પુરુષોની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે. જો તમારી પાસે ઘરમાં ટ્રિમર હોય તો તમે જાતે જ આ હેરસ્ટાઇલ કરી શકો છો. વાત આ હેરસ્ટાઇલના મેઇન્ટેનન્સની કરીઓ તો બસ તમારે અઠવાડિયામાં એક વાર વાળમાં તેલ લગાવવાનું છે, જેથી તમારા વાળ હેલ્ધી રહે.

-----------------

સ્લિક બેક હેર

જો વાળને તમે થોડા લાંબા રાખવા ઇચ્છતા હોવ તો સ્લિક બેક હેરસ્ટાઇલ સરળતાથી રાખી શકો છો. તમે બસ તમારા વાળને ભીના કરો અને પાછળની તરફ બ્રશ કરી લો. ધ્યાન રાખો આ હેરસ્ટાઇલ કરતી વખતે હળવા હાથેથી બ્રેશ કરો નહીંતર વાળ તૂટી જશે. આ હેરસ્ટાઇલના મેઇન્ટેનન્સની વાત કરીએ તો તે માટે તમારે સારું હેર વેક્સ ખરીદવા પાછળ થોડો ખર્ચ કરવો પડશે. હેર વેક્સને તમારે લગભગ રોજ વાળમાં લગાડવું પડશે. આ સિવાય વાળ મોટા થઇને વીંખાવાના શરૂ થઇ જાય ત્યારે થોડું ટ્રિમિંગ પણ કરવું પડશે.

----------------



ધ ડાર્ક ફેડ ક્રૂ કટ

આ હેરસ્ટાઇલને સામાન્ય રીતે આર્મી કટ કે ફૌજી કટિંગ પણ કહેવામાં આવે છે. આ હેરસ્ટાઇલ ખૂબ સ્ટાઇલિશ દેખાય છે. આ હેરસ્ટાઇલને ટ્રિમરથી ઘરમાં પણ મેઇન્ટેઇન કરી શકાય છે. આ હેરસ્ટાઇલ માટે તમારે બસ સાઇડથી વાળને ટ્રિમ કરતા રહેવાનું છે અને ઉપરથી વાળને વધવા દેવાના છે. વધુ વાળ વધી જાય ત્યારે ફરી સલૂનમાં જઇને તેને શોર્ટ કરાવી શકો છો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

h518813
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com