| અસમમાં ૧૦૦ વર્ષ બાદ દેખાયું મંદારિન બતક |
|  તાજેતરમાં જ અસમમાં એર દુર્લભ મંદારિન બતક જોવા મળ્યું હતું. છેલ્લી એક સદીથી અહીં આ બતક જોવા મળ્યું નથી. સોશિયલ મીડિયા આ સુંદર પક્ષીની તસવીરોથી રંગેયેલું રહ્યું. આ રંગબેરંગી પક્ષીને જોવા માટે અનેક પર્યાવરણપ્રેમીઓ અસમના તિનસુકિયા જિલ્લામાં પહોંચ્યા હતા. માગૂરી સરોવરમાં મંદારિન બતક આશરે ૧૨૦ વર્ષ બાદ જોવા મળ્યું છે. આ પક્ષી છેલ્લે ૧૯૦૨માં અહીં જોવા મળ્યું હતું. હાલમાં નિષ્ણાતો જાણકારી મેળવી રહ્યા છે કે આ પક્ષી આટલા લાંબા સમય બાદ કેવી રીતે અસમ પહોંચ્યું. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાની એક ટીમ પણ આ બતકને જોવા માટે ત્યાં પહોંચી છે. ડિબ્રૂ-સાઇખોવા નેશનલ પાર્કની અંદર માગુરી સરોવરમાં આ દુર્લભ, સુંદર બદકને જોવા માટે ભારી ભીડ ઉમટી રહી છે. મંદારિન બતક ખૂબ સુંદર હોય છે. ખાસ કરીને નર બતકને તેની સુંદરતાના આધારે દૂરથી પણ ઓળખી શકાય છે. નર બતક માદાની તુલનામાં વધુ રંગીન હોય છે. આ પક્ષી ભારતમાં ખૂબ ઓછા જોવા મળે છે. મંદારિન બતક છેલ્લે તિનસુકિયા જિલ્લામાં રાંગાગોરા વિસ્તારમાં ડિબ્રૂ નદીના તટ પર જોવા મળ્યું હતું. આ લુપ્ત થઇ રહેલી પ્રજાતિનું જીવ નથી, પણ તેનું અહીં જોવા મળવું મહત્ત્વપૂર્ણ છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં આ પ્રજાતિના બતક જોવા મળતા નથી. આ બતક ચીન, જાપાન, કોરિયા અને રુસના અમુક ભાગમાં જોવા મળે છે. |
|