Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
આપણી મંદાકિનીમાં આપણા જેવું વિકસિત જીવન હોઈ શકે છે

બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ



૧૯૬૧માં રેડિયો એસ્ટ્રોનોમર ફ્રેંક ડ્રેકે એક સૂત્ર રજૂ કર્યું જે આપણી આકાશગંગા મંદાકિનીની અંદર એવી સભ્યતાની સંખ્યા આપે જે આપણી સાથે સંદેશા-વ્યવહાર કરી શકે, એટલે કે એ સભ્યતા આપણી સભ્યતા જેટલી તો વિકાસ પામી હોય અને હાલમાં અસ્તિત્વ ધરાવતી હોય.

ફ્રેંક ડ્રેકે એ બધી સંખ્યાને ગ કહી, નીચે પ્રમાણે સૂત્ર આપ્યું.

ગ = છડ્ઢઋડ્ઢક્ષડ્ઢરડ્ઢઈંડ્ઢખડ્ઢક

છ = આપણી આકાશગંગા મંદાકિનીમાં આપણા સૂર્ય જેવા તારાના જન્મનો દર.

ઋ = એવા તારાની સંખ્યા જેને ગ્રહમાળા હોય અને તેમાં પૃથ્વી જેવો એક ગ્રહ તો હોય જ.

ક્ષ = ગ્રહમાળાવાળા તારાની ફરતે પૃથ્વી જેવા પ્રકૃતિ અને પર્યાવરણ હોય, વાયુમંડળ હોય જે પૃથ્વી પર જેવું જીવન છે, તેવું જીવન ધરાવે, આવો ઓછામાં ઓછો એક ગ્રહ તો હોય જ.

ર = જીવન ધરાવી શકે એવા ગ્રહો પર હકીકતમાં જીવન હોય તેવા ગ્રહોની સંખ્યા.

ઈં = જીવન ધરાવતા ગ્રહો પર બુદ્ધિશાળી જીવન ધરાવતા ગ્રહોની સંખ્યા.

ખ = બુદ્ધિશાળી જીવન ધરાવતા ગ્રહો પર સભ્યતા વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં એટલી તો વિકસી હોવી જોઈએ જે આપણી સાથે સંદેશા-વ્યવહાર કરવા સક્ષમ હોય.

ક = વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં આગળ વધેલી સભ્યતાની પોતાની વય, એટલે કે કેટલી સદીઓથી તે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં પ્રગતિ કરતી આવી છે.

આ સૂત્ર એવી સભ્યતાઓની સંખ્યા રજૂ કરે છે જે આપણી આકાશગંગા મંદાકિનીમાં કોઈ પણ સમયે અસ્તિત્વ ધરાવે તેને પોતે જ પોતાનો નાશ કર્યો ન હોય તો. તેથી ગ = ૧૦ડ્ઢ૧ડ્ઢ૧ડ્ઢ૧ડ્ઢ૦.૦૧ડ્ઢ૦.૧ડ્ઢક=જ્ઞ.જ્ઞ૧ક જો આવી સભ્યતા ૧૦,૦૦૦ કે ૧૫૦૦૦ વર્ષની વયની થવા આવી હોય જે હાલમાં પૃથ્વી પરની સભ્યતાની વય છે તો

ગ = ૦.૦૧ડ્ઢ૧૦,૦૦૦ = ૧૦૦

અથવા

ગ = ૦.૦કડ્ઢ૧૫૦૦૦ = ૧૫૦

જો બુદ્ધિશાળી જીવન ૦.૦૧ ને બદલે ૦.૧ હોય તો ગ = ૧૦૦૦ અથવા ૧૫૦૦ હોય.

અહીં લેવામાં આવ્યું છે કે આપણી આકાશગંગા મંદાકિનીમાં ગમે તેટલા તારા હોય તો પણ દર વર્ષે સૂર્ય જેવા માત્ર ૧૦ તારા જ જન્મે છે. આ તારાની સંખ્યા જો ૨૦ હોય તો બુદ્ધિશાળી જીવનવાળી સભ્યતા ૨૦૦ હોય. જો તેની પર ૦.૦૧ બુદ્ધિશાળી જીવો હોય તો અને તેના પર જો ૦.૧ બુદ્ધિશાળી જીવન હોય તો તે સંખ્યા ૨૦૦૦ થાય. જો તે ૧૫૦૦૦ વર્ષથી જીવતી આવી હોય તો આ આંકડા ૩૦૦ અને ૩૦૦૦ હોય.

જો સૂર્ય જેવા જન્મતા તારા મંદાકિનીમાં જે તારા છે તેના ૧૦ ટકા હોય તો આપણી મંદાકિનીમાં જન્મેલ બુદ્ધિશાળી જીવન ૫ અબજ કે ૫૦ અબજ હોય.

જો આપણી મંદાકિનીમાં સૂર્ય જેવા ગ્રહમાળા ધરાવતા તારા ૫૦ ટકા હોય (ખગોળ વિજ્ઞાનીઓએ મંદાકિનીના તારાનો અભ્યાસ કરી દર્શાવ્યું છે કે આપણી મંદાકિનીમાં સૂર્ય જેવા ગ્રહમાળા ધરાવતા તારા ૫૦ ટકા છે) તો જો એમ જ હોય તો આપણી મંદાકિનીમાં ૨૫૦ અબજ જગ્યાએ આપણા જેવું વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં વિકસિત જીવન હોઈ શકે, તેમાંથી પણ જો માત્ર આપણે ૧૦ ટકા જ લઈએ તો આપણી મંદાકિનીમાં ૨૫ અબજ જગ્યાએ વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં આપણા જેવું વિકસિત જીવન હોઈ શકે.

આ દર્શાવે છે કે આપણી મંદાકિનીમાં આપણે એકલા જ હોઈએ તે માનવાને કારણ નથી. આપણી મંદાકિનીમાં અનેક જગ્યાએ આપણા જેવું વિકસિત જીવન હોઈ શકે છે, તે આપણાથી થોડું ઓછું વિકસિત હોઈ શકે અથવા આપણાથી થોડું વધારે વિકસિત પણ હોઈ શકે. તેમ છતાં હાલ સુધી આપણે એ જીવન વિષે અજ્ઞાત છીએ તે પાછળનું મુખ્ય કારણ, મુખ્ય અંતરાય, બે તારાનું જબ્બર અંતર છે. ભવિષ્યમાં જો દૂરબીનોનું તંત્રજ્ઞાન વિકસે તો આપણે બાહ્યજીવન વિષે કદાચ સો એક વર્ષમાં જાણી શકીએ. જો આપણે ચંદ્ર કે મંગળ પર મોટા દૂરબીનો મૂકીને કે અંતરીક્ષમાં બહુ ઊંચે શક્તિશાળી દૂરબીન મૂકી શકીએ તો આપણે કદાચ ૨૫ કે ૫૦ વર્ષમાં બાહ્યજીવનના અસ્તિત્વની ભાળ કાઢી શકીએ. જો આપણું દૂરબીન ૨૦ લાખ તારાની ભાળ કાઢે તો આપણને એક તારો મળી શકે, જેની ફરતે ગ્રહમાળા હોય અને તે ગ્રહમાળામાં પૃથ્વી જેવો એક ગ્રહ જેની પર વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં વિકસિત આપણા જેવું જીવન હોઈ શકે.

હવે ખગોળવિદોએ એવા દૂરબીનો શોધ્યાં છે જે એક સાથે સો સો તારાનો અભ્યાસ કરી શકે. એમ તો સૂર્યમાળાની બહાર ૧૦૦૦ ગ્રહો શોધાયાં છે, પણ પૃથ્વી પર જે વિકસિત જીવન છે, તેવું વિકસિત જીવન હોવાની સંભાવના નથી, કારણ કે આ ગ્રહો ગુરુ કરતાં ૧૦ કે ૨૦ ગણા ભારે છે, જ્યાં આપણા જેવું જીવન હોવાની શક્યતા નથી. હાં, બે-એક ગ્રહ એવા મળી આવ્યા છે જેની ફરતે પૃથ્વી પ્રકારનું વાયુમંડળ હોય અને તે સાઈજમાં અને વજનમાં પૃથ્વી જેવડા છે, પણ તેના પર જીવન હોવાનું હજુ સુધી મળી આવ્યું નથી.

મોટા મોટા રેડિયો દૂરબીન આ કાર્યમાં લાગેલાં છે અને હજુ મોટા રેડિયો દૂરબીન બનાવવાની ખગોળવિદો વેતરણમાં છે. નજીકના ભવિષ્યમાં હબલ સ્પેશ ટેલિસ્કૉપથી દશગણું મોટું દૂરબીન અંતરીક્ષમાં મૂકવાનો નાસાનો પ્લાન છે. તેમાં જે નાણાંનો પ્રશ્ર્ન છે તે કદાચ અંતરીક્ષ એજન્સીઓના સહિયારા પ્રયાસથી શક્ય બની શકે. જો આમ બને તો આ બધી દૂરબીનોની શોધોનો બધાને લાભ મળે. આ માટે બધા દેશો વચ્ચે મિત્રતા, શાંતિ અને સહયોગની આવશ્યકતા છે. ચીન અને પાકિસ્તાન પોતાનો ચોકો ખોલીને બેઠાં છે. હવે તો યુએઈએ પણ અંતરીક્ષમાં અંતરીક્ષયાનો મોકલવાનું શરૂ કર્યું છે. આ ક્ષેત્રે યુરોપિયન સ્પેશ એજન્સી નાસા, જાપાન, રશિયા, ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન યુએઈ વગેરે તો સહકારથી કાર્ય કરી શકે તેમ છે.

હવે જ્યારે બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે તેની શોધ માટે તકલીફો છે, ત્યારે અમેરિકાના મોટા રેડિયો દૂરબીનના ખગોળવિદો અને કાર્લ સાત્રને મળીને હાઈડ્રોજનની ૨૧ સે.મી.ની તરંગ લંબાઈ પર બ્રહ્માંડમાં દરેક દિશામાં આપણા અસ્તિત્વની પ્રકારના સંદેશાઓ મોકલ્યાં છે. આ સંદેશમાં પૃથ્વીનું સૂર્યમાળામાં સ્થાન, સૂર્યનું આપણી આકાશગંગા મંદાકિનીમાં સ્થાન, તેની પરનું રેડિયો દૂરબીન, માનવીની ઊંચાઈ, કાર્બોહાઈડ્રેટયુક્ત પૃથ્વી પરના જીવનની જાત વગેરે માહિતી મોકલવામાં આવી છે. જો આ સંદેશને બાહ્યજીવન પકડી શકે અને તેને ઉકેલી શકે તો કદાચ આપણને જવાબ મળે, પણ આ વાતને પણ ૬૦ વર્ષ વીતી જવા આવ્યાં છે, હજુ સુધી ખગોળવિદોને જવાબ મળ્યો નથી. તો થાય કે બ્રહ્માંડમાં, આપણી મંદાકિનીમાં બીજે ક્યાંય આપણા જેવું વિકસિત જીવન નહીં હોય? તે માનવાને કારણ નથી.

બ્રહ્માંડમાં એટલે કે હાલમાં આપણી મંદાકિનીમાં જીવન છે કે નહીં તે તપાસવાના પ્રયત્નોમાં નાસાના પાયોનિયર અને વૉયોજર અંતરિક્ષયાનની બોડી પર એક પ્લેક ચોંટાડવામાં આવી છે. તેમાં મંદાકિનીમાં સૂર્યનું સ્થાન, સૂર્યમાળામાં પૃથ્વીનું સ્થાન, પૃથ્વી પરના સ્ત્રી-પુરુષની તસવીર, તેની હાઈટ, પૃથ્વી પર કાર્બોહાઈડ્રેટ આધારિત જીવન વગેરે કોતરવામાં આવ્યાં છે અને એક પેકેટમાં પૃથ્વી પર જન્મતા બાળકનો અવાજ, મોરનો ટહૂકો, પંડિત રવીશંકરનું સંગીત વગેરેની કેસેટ રાખવામાં આવી છે. હેતુ એ છે કે જો આ યાનો કોઈ ગ્રહ પર ઉતરે અને તે ગ્રહ પર જીવન હોય અને આ સંદેશાને ઉકેલે તો કદાચ તે જવાબ આપે, પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

ફ્રેંક ડ્રેકના એક વિદ્યાર્થીએ આપણી મંદાકિનીમાં એક ગ્રહમાળાને શોધવાની બાથ ભીડી. ડ્રેકે તેને કહ્યું કે ૨૦ લાખ તારાએ એક તારાને ગ્રહમાળા હોવાની સંભાવના છે. તેણે બે વર્ષ સુધીમાં ૨૦ લાખ તારાને ફંફોળી જોયાં પણ એક પણ ગ્રહમાળા તેને મળી નહીં. તે ડ્રેક પાસે આવ્યો અને આ વાત તેને કરી ત્યારે ડ્રેકે તેને કહ્યું કે આ તો પ્રોબેબિલિટી છે. ૨૦ લાખ તારાએ એક ગ્રહમાળા હોય. તું બીજા ૨૦ લાખ તારાને ફંફોળી જો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3i3Enh3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com