Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
૧૭ પ્રકરણોમાં ૧૭ પુસ્તક સાચવી બેઠેલું ગુજરાતી ભાષાલેખન

અલભ્ય ગ્રંથવિશ્ર્વ - પરીક્ષિત જોશીનામ- ગુજરાતી ભાષાલેખન

લેખક- કેશવરામ કા. શાસ્ત્રી

પ્રકાશક-ધનરાજ ઘાસીરામ કોઠારી, લક્ષ્મી

પુસ્તક ભંડાર, અમદાવાદ

પ્રકાશન વર્ષ-૧૯૪૭

કુલ પાનાં- ૩૨૪

કિંમત- અઢી રુપિયા

માધ્યમિક શાળાઓ અન્ો મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ માટે અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રી (બાંભણિયા) લિખિત આ પુસ્તક ખરા અર્થમાં ગુજરાતી ભાષાલેખન માટે એક અત્યંત ઉપયોગી ગ્રંથ છે. કે. કા. શાસ્ત્રી ત્યારે ગુજરાતીના અધ્યાપક અન્ો ક્યુરેટર તરીકે શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા ખાત્ો કાર્યરત હતા. પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૪૭માં પ્રગટ થઈ અન્ો એની બીજી સંવર્ધિત આવૃત્તિની ૧૧૦૦ નકલ વર્ષ ૧૯૫૨માં પ્રગટ થઈ. શાસ્ત્રીજીએ આ ગ્રંથ જેમની શુભ પ્રેરણાથી લખાયો એવા એમના મિત્ર અન્ો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાળિદાસ મેઘાણીન્ો અર્પણ કર્યો છે. મેઘાણીજીએ રાજકોટ ખાત્ો ભરાયેલા ગુજરાતી સાહિત્ય સંમેલનના સાહિત્ય વિભાગના પ્રમુખપદેથી બોલતાં આ ગ્રંથલેખનની આદરપ્ાૂર્વક જાહેરાત કરીન્ો લેખક્ધો પ્રોત્સાહિત કર્યાની નોંધ પણ શાસ્ત્રીજીએ લીધી છે. શાસ્ત્રીજી આ પ્ાૂર્વે અક્ષર અન્ો શબ્દ, અનુશીલન, સંશોધનન્ો માર્ગ્ો, ભારતીય ભાષા સમીક્ષા, ગુજરાતી સ્વરવ્યંજન પ્રક્રિયા, ગુજરાતી વાગ્વિકાસ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, મહાભારત ગુજરાતી પદબંધ, હંસાઉલિ, રત્ન્ોશ્ર્વર કૃત ભાગવત અન્ો ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન જેવા સંશોધન-સંપાદન-અનુવાદના ગ્રંથો આપી ચૂક્યા છે.

પ્રસ્તાવનામાં ત્ોઓ લખે છે કે, કાંઈક પણ લખવાની જેન્ો ઉમેદ છે ત્ોવો હરકોઈ લેખક જે કાંઈ લખે ત્ો પ્રામાણિક જ લખી શકે એવું સાધન ગુજરાત સમક્ષ રજૂ કરવાના અન્ોક પ્રયત્નોમાંનો આ ગુજરાતી ભાષાલેખનનો પણ એક પ્રયત્ન છે. વધુમાં ત્ોઓ ઉલ્લેખે છે કે, આ પહેલાં આવા પ્રયત્નો અવશ્ય થયા છે, એઓનું બહુમાન કરી અહીં ભાષાલેખનના પ્રત્યેક અંગની વિશિષ્ટતાન્ો પ્રધાન રાખી વિષય નિરૂપણ કરવાનો એક નવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ રીત્ો જોઈએ તો ગ્રંથમાં અપાયેલાં ૧૫ પ્રકરણ એવા ૧૫ ગ્રંથોની રૂપરેખા જ વ્યક્ત કરે છે, એમ કહીન્ો ગુજરાતી ભાષા પાસ્ો એવા વિશદ ૧૫ ગ્રંથોની જ આવશ્યકતાઓ છે એવું પણ શાસ્ત્રીજી ઉમેરે છે. લેખનશુદ્ધિ એ કોઈ પણ ભાષાના લેખનનું પ્રધાન અંગ છે. વ્યવસ્થિત નિયમોના અભાવે એમાં ભલભલા લેખકો પણ શુદ્ધ લેખનમાં થાપ ખાઈ જાય છે. એટલે પહેલાં ચાર પ્રકરણોમાં આવી ભૂલોમાંથી કેમ બચી જવાય એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં જોડણી, લીટીન્ો અંત્ોના શબ્દો કેમ તોડવા અન્ો વિરામચિહ્નો, એ વિશે વાત કરી છે. સચોટ ભાષાલેખન માટે ભાષા જેમ બન્ો એમ સ્વાભાવિક બન્ો એવી હોવી જોઈએ, એ માટે રૂઢિપ્રયોગો અન્ો કહેવતોનો ઉપયોગ કેવી રીત્ો કરી શકાય એ માટેની ચર્ચા પ્રકરણ પાંચ અન્ો છમાં કરવામાં આવી છે. સાતમા પ્રકરણથી વિશિષ્ટ લેખનની ચર્ચા છે. જેમાં પત્રલેખન, સારલેખન, વાર્તાલેખન, સંવાદલેખન, નિબંધલેખન ઇત્યાદિની વિશદ ચર્ચા કરવામાં આવી છે. છેલ્લાં ત્રણ પ્રકરણોમાં પિંગળ પરિચય, કવિતા અન્ો રસ તથા અલંકાર વિશેની છણાવટ કરવામાં આવી છે. બીજી આવૃત્તિ કરતી વખત્ો શાસ્ત્રીજીએ પત્રલેખન અન્ો નિબંધલેખન એ બ્ો પ્રકરણોન્ો જરૂરિયાત પ્રમાણે મઠાર્યા છે. પિંગળ પરિચયન્ો પણ એ જ રીત્ો ન્યાય આપ્યો છે. એ સિવાય ભાષાંતર અન્ો પ્રૂફવાચન, એમ બ્ો પ્રકરણ ઉમેરવામાં આવ્યાં છે. પ્રૂફવાચન વિશે પ્ાૃ. ૩૦૫થી ૩૧૦ વચ્ચે અવતરણ ચિહ્નોમાં મૂકેલો ભાગ બચુભાઈ રાવત અન્ો ગુજરાત વિદ્યાસભાના મંત્રી લેડી વિદ્યાબહેન નીલકંઠની અનુમતિ સાથે પ્રગટ કરેલો છે, એ પણ ખાસ ઉલ્લેખનીય બાબત છે. ૩૨૪ પાનાંના ફલક પર પથરાયેલું આ પુસ્તક કુલ ૧૭ પ્રકરણમાં વહેંચાયેલું છે. પ્રથમ આવૃત્તિમાં જોડણી, શબ્દો કેમ છૂટા પાડવા, વિરામચિહ્નો, ભાષાશૈલી-લેખનશુદ્ધિ, રૂઢિપ્રયોગ, કહેવતો, પત્રલેખન, સારલેખન, વાર્તાલેખન, સંવાદલેખન, નિબંધલેખન, અન્વયાર્થ અન્ો વિવરણ, પિંગળ પરિચય, અક્ષરમેળ વૃત્તો, માત્રામેળ છંદ, કવિતા અન્ો રસ, અલંકાર જેવાં ૧૫ પ્રકરણો હતાં જેમાં બીજી સંવર્ધિત આવૃત્તિ વેળાએ ભાષાંતર અન્ો પ્રૂફવાચનનાં પ્રકરણો જોડવામાં આવતાં પુસ્તકમાં અદ્યતન સાહિત્યિક સામગ્રી ઉમેરાતાં એની ઉપયોગિતા વધી છે. શાસ્ત્રીજીની આ બાબતની સજ્જતા અન્ો દૃષ્ટિકોણ બ્ોય અત્યંત અગત્યના પ્ાુરવાર થયાં છે એની પ્રતીતિ આપણન્ો પુસ્તકનાં પાન્ોપાન્ો જણાઈ આવે છે. ગુજરાતી ભાષા એના યથાયોગ્ય સ્વરૂપમાં લખાય એ માટે શાસ્ત્રીજીએ જે શ્રમસાધ્ય કાર્ય ઉપાડ્યું અન્ો પ્ાૂર્ણ કર્યું છે એ માટે એમન્ો વંદન. ગુજરાતી ભાષાલેખન માટે એક જ સ્થળે આટલી બધી વિસ્ત્ાૃત અન્ો વિશદ છણાવટયુક્ત સામગ્રી ઉપલબ્ધ કરાવવા બદલ ગુજરાતી ભાષા સાહિત્ય અન્ો આપણે સૌ એમના કાયમ ઋણી રહીશું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

06l6W727
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com