Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
સંબંધમાં હૂંફ જાળવવા પ્રેમ વ્યક્ત કરતાં શીખો

કહેવાય છે કે પતિ-પત્નીના સંબંધમાં રોમાંચ ફક્ત થોડા સમય સુધી જ રહે છે. ધીમે ધીમે સંબંધોમાંથી લાગણીઓ ઓછી થતી જાય છે. જો તમે તમારા સંબંધમાં હૂંફ જાળવી રાખવા ઇચ્છતા હોવ તો તમારે એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કરતા રહેવું જોઇએ.



સંબંધોની એબીસીડી - કલ્પના મહેતા



કોમ્પ્લિમેન્ટ્સ આપો

આપણે ક્યારેક ક્યારેક મનની વાત મનમાં જ રાખીએ છીએ. જે આપણે અનભવીએ છીએ તેને વ્યક્ત કરવાનું ટાળીએ છીએ. સંબંધોમાં આમ ન કરવું જોઇએ. જો તમને લાગે કે તમારો પાર્ટનર આજે સારો દેખાઇ રહ્યો છે તો તમારે તેને કોમ્પ્લિમેન્ટ આપવી જોઇએ. જો તેના પર અમુક રંગના પોશાક શોભી રહ્યા હોય તો તેને જરૂર કહો કે તે આ રંગમાં ખીલી રહ્યો છે. આવી કોમ્પ્લિમેન્ટ્સ તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે.

------------------

પ્રેમ અને કાળજી દેખાડો

પાર્ટનરને ખુશ કરવા માટે તેની પસંદગીનું જમવાનું બનાવો અથવા કોઇ સરપ્રાઇઝ આપો. ફક્ત બોલવાથી પ્રેમ અને કાળજી વ્

યક્ત થતી નથી, આ વસ્તુ વ્યક્તિના વ્યવહારમાં પણ દેખાવી

જોઇએ. ક્યારેક તમે તમારા પાર્ટનરનાં કપડાં ઇસ્ત્રી કરી આપો, તો ક્યારેક ઘરના કામમાં મદદ કરાવો. એ તમારા પર નિર્ભર કરે

છે તમે કઇ રીતે પોતાના વ્યવહારથી પ્રેમ વ્યક્ત કરો છે.

સંબંધોમાં પાર્ટનર માટે આ નાની નાની વસ્તુઓ કરવી ખૂબ

જરૂરી છે.

--------------------

ક્વોલિટી ટાઇમ

ભલે તમે બંને જીવનમાં કેટલા પણ વ્યસ્ત હોવ, પણ એકસાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવો ખૂબ જરૂરી છે. ક્યારેક ઑફિસેથી જલદી આવીને ઘરમાં જ રોમેન્ટિક ડિનર પ્લાન કરો, ક્યારેક મૂવી ડેટ કે લોન્ગ ડ્રાઇવ પર જાઓ. જો આ બધું સંભવ ન હોય તો વીક એન્ડ સાથે પસાર કરો અથવા હોલિડે પર જવાનું પ્લાન કરો. આખો દિવસ સાથે સમય પસાર કરો અને હા, આ સમયગાળામાં શક્ય હોય તો મોબાઇલ અને લેપટોપથી દૂર રહો. બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો.

------------------

શારીરિક સ્પર્શથી પ્રેમ દર્શાવો

દિલમાં ભલે કેટલો પણ પ્રેમ હોય, પણ જ્યાં સુધી સ્પર્શ કરીને તે બતાવશો નહીં ત્યાં સુધી પાર્ટનરને કેમ ખબર પડશે? સાથે બેઠાં બેઠાં એકબીજાનો પ્રેમથી હાથ પકડવો, હોઠો પર હળવું ચુંબન કરવું વગેરે પ્રેમ વ્યક્ત કરવાની અલગ અલગ રીતો છો. જો તમારો પાર્ટનર કોઇ મુશ્કેલીમાં હોય તો તેની બાજુમાં બેસીને તેની પીઠ પર વહાલથી હાથ ફેરવીને તેમને એ વાતનો દિલાસો આપો કે તમે તેમની સાથે છો. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે સાથે રહીશું.

-----------------

ગિફ્ટ આપો

ગિફ્ટ એક એવી વસ્તુ છે જે તમે તમારા પાર્ટનરને આપીને કંઇ પણ બોલ્યા વગર તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો. એ જરૂરી નથી કે ગિફ્ટ હંમેશાં મોંઘી જ હોવી જોઇએ. પ્રેમ વ્યકત કરવા માટે એક ગુલાબનું ફૂલ જ પર્યાપ્ત છે. ક્યારેક પત્નીને તેની પસંદનો આઇસક્રીમ લાવીને ખવડાવો તો ક્યારેક તમે પણ તમારા પતિ માટે તેની મનપસંદ મીઠાઇ લાવીને ખવડાવી શકો છો. હંમેશાં પતિ-પત્નીએ એકબીજાને નાની-મોટી ભેટ આપતા રહીને પ્રેમ વ્યક્ત કરતા રહેવું જોઇએ. પ્રેમ કરવાની સાથે તે દર્શાવવો પણ તેટલો જ જરૂરી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5am772w
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com