Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
કેવો ડ્રેસ પહેરું તો જાડી હોવા છતાં લગ્નમાં સરસ લાગુ?

કેતકી જાનીસવાલ:- થોડા સમયમાં મારી મોટી બહેનના લગ્ન છે. તેના લગ્નમાં મારે ખૂબ સુંદર દેખાવું છે. પણ વધુ વજનને લીધે મને હંમેશાં થાય છે કે હું સારી નથી દેખાતી. એવો કોઈ આઈડિયા છે કે ડાયેટ ના કરીને પણ હું લગ્નમાં પાતળી અને સરસ લાગું?

જવાબ:- બહેન, ડાયેટ ના કરવું હોય અને છતાં પાતળું દેખાવું મતલબ લોકોની નજરોને ભ્રમમાં નાખવી. એક ભ્રમ પેદા કરવો કે તમે લોકોની નજરમાં તમારી દૃષ્ટિએ ખરેખર જાડા હોવા છતાં પાતળા જ દેખાવ. આ માટે તમને કેટલાક આઈડિયા આપું છું તે અમલમાં ચોક્કસ મૂકી શકો. પરંતુ હું પર્સનલી માનું છું કે તમે જેવા પણ છો. જો તમને કોઈ મેડિકલ પ્રોબ્લેમ્સ ના હોય તો તમારે તમે સારા નથી દેખાતા, તેવો ડર/ ભ્રમ તમારામાંથી દૂર કરવાની જરૂર છે. ખેર, આ માટે તમારા મન સાથે વાત કરી તમે નક્કી કરજો કે તમે સુંદર છો, તમે તમને ગમો છો પછી લોકોને શું લાગે? તેનાથી શો ફેર પડે? ખેર, હવે તમારાં માટે કેટલીક ટિપ્સ જે તમે લગ્નમાં ધ્યાન રાખજો જેથી તમે પાતળાપણાનો ભ્રમ ઊભો કરવામાં સફળ થશો. - તમે જે કપડાં પસંદ કરો તમે મોટી ડિઝાઈન અને જરીભરત કામ ભરપૂર હોય તેવાં કપડાં નાપસંદ કરશો. નાની-નાની ડિઝાઈનવાળા જરીની અહીં-તહીં છાંટ હોય તેવા ખૂબ આકર્ષક ડ્રેસ (શરારા-ચણિયાચોળી - સાડી-ઈન્ડો વેસ્ટર્ન) પસંદ કરજો. ખાસ ધ્યાન રાખજો કે ડ્રેસ કોઈપણ હોય તેની બોર્ડર મોટી ના હોવી જોઈએ. નાની નાજુક બોર્ડર જોનારની આંખોના ઓછો ઘેરાવ વ્યક્ત કરવામાં સફળ થશે. - ડ્રેસનું (મટિરિયલ) કાપડ પણ હાથમાં લેતાં જ નીચે ફોલ/ પડી/ સરી જાય તેવું હોવું જોઈએ. - ડ્રેસની બાંય કોણી સુધીની અથવા આંખી બાંય હોય તે જરૂરી છે. - ડ્રેસનો કલર પસંદ કરવામાં પણ કાળજી લેજો. તમારા મનગમતા કે મલ્ટીકલરની પસંદગી તમારા માટે નથી જ, તમારે વાઈટ, પર્પલ, લીલો જેવા મનગમતા ઘાટા કલરનો ઓવર ઓલ સિંગલ કલર હોય. નવો ડ્રેસ લેવો. - ડ્રેસમાં જો ચુંદડી હોય તો તેનો છેડો આગળ તરફ ખૂબ લાંબો ના રાખવો. - આ ઉપરાંત તમારે જ્વેલરી જે તમે પહેરશો તે પણ સાવધાનીથી પસંદ કરવી જરૂરી છે. - તમે માંગટીકો પહેરવાના હોય તો તેનો આકાર ગોળ ના હોવો જોઈએ. તમારાં ઈયરિંગ્સ પણ ગોળ ના હોતાં લાંબા લટકતાં હશે. તમારાં કપડાં અને જ્વેલરી ઉપરાંત મેકઅપ પણ ધ્યાનથી પસંદ કરજો. વધુ પડતો થથેડા જેવો મેકઅપ લોકોનું ધ્યાન/ નજર વધુ સમય તમારા પર કેન્દ્રિત રાખશે. જે તમારા માટે યોગ્ય નથી. ખૂબ જ હળવો નયનરમ્ય મેકઅપ તમને ઉપર કહ્યા તે મુજબના ડ્રેસ/ જ્વેલરી સાથે ખૂબ જ સારું આઉટલુક આપશે જેની તમે ઈચ્છા રાખો છો. આ બધા ઉપરાંત મનમાં આત્મવિશ્ર્વાસ રાખજો કે તમે ખરેખર ચોક્કસ વિચારીને જે રીતે તૈયાર થયાં છો તેનાથી તમે પાતળા લાગો જ છો. આ વિશ્ર્વાસ તમને ખરેખર પ્રસંગ દરમિયાન પ્રફુલ્લિત રહેવામાં ખૂબ મદદ કરશે, અસ્તુ.બનારસી સાડીની ઘરે કાળજી રાખવા શું કરવું જોઈએ?સવાલ:- આજકાલ લગ્નસરા ચાલે છે અને જે તે પ્રસંગમાં બનારસી સાડીઓ પહેર્યાં પછી ડ્રાયક્લિનિંગમાં આપવી પડે છે, જે આજકાલ ખૂબ જ મોંઘું થઈ ગયું છે. શું બનારસી સાડી ઘેર જ ધોઈ શકાય? તેની કાળજી ઘેર જાતે રાખવા માટે શું કરવું જોઈએ?

જવાબ:- આજકાલ ખરેખર કોઈપણ કપડાંને ડ્રાયક્લિનિંગમાં આપતા પહેલાં વિચાર કરવો પડે તેટલી મોંઘવારી છે જ, પરંતુ હજારો રૂપિયાની બનારસી સાડી માટે વરસમાં એકાદ વાર આવો ખર્ચ કરવો પોષાય તેવું એટલા માટે કે જો ઘેર ધોવામાં કંઈક ઊંચનીચ થઈ જશે તો કાયમ માટે સાડી બગડી જશે. છતાં અહીં બનારસી સાડી ઘેર કેવી રીતે ધોવાય અને તેની કાળજી કેમ રાખવી. તેની વાત જરૂર જણાવીશ. - બનારસી સાડી કદી સૂર્યપ્રકાશ ડાયરેક્ટ તેની પર પડે તેવી જગ્યાએ ના મૂકવી/ સૂકવવી - કબાટમાં પણ તેને એકાદ કોટન કપડાંની થેલીમાં વીંટાળીને મૂકવી. વરસમાં એકાદવાર પણ ના વપરાઈ હોય તો એકવાર ખુલ્લી કરી ઘરમાં જ થોડાં કલાક પછી ઘડી ખોલી મૂકવી પછી પાછી મૂકી દેવી - ઘેર જાતે ધોવી હોય તો એક બાલદીમાં સાડી ડૂબે તેટલું પાણી લઈ તેમાં સાબુ/ ડિટરજન્ટ પાઉડરની જગ્યાએ વાળ ધોવાનું શેમ્પુ મિક્સ કરી તેમાં સાડી બોળવી અને હાથથી જ ફોલનો ભાગ હળવા હાથે મસળીને તરત જ ચોખ્ખા પાણીમાં બોળી છાંયડામાં સૂકવી દેવી.

સાડીને બ્રશ ન જ લગાડવું. સાડીને ધોવામાં ઠંડા પાણીનો જ વપરાશ કરવો જરૂરી છે. આ સાડીને ઈસ્ત્રી કરતાં તેની ઉપર પાતળું કોટન કપડું રાખીને જ ઈસ્ત્રી કરવી - છતાં પણ જો સાડીને કોઈપણ પ્રકારનો ડાઘ લાગ્યો હોય જે ઉપર કહી તે ધોવાની પ્રક્રિયાથી ના જાય તો ડ્રાયક્લિનિંગનો જ આગ્રહ

રાખવો. અસ્તુ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

067n38g
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com