Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
મહાશ્ર્વેતાદેવી: સાહિત્યના રસ્તે સમાજના મૂળ સુધીનો પ્રવાસ

કથા કોલાજ - કાજલ ઓઝા - વૈદ્યનામ : મહાશ્ર્વેતા દેવી

સ્થળ : જીડી ૩૦, રાજદંગા મેઈન રોડ, સ્ોક્ટર એફ, ઈસ્ટ કોલકાતા

સમય : ફેબ્રુઆરી, ૨૦૧૬

ઉંમર : ૯૦ વર્ષ

"આદિવાસીઓના સ્વતંત્રતા સંઘર્ષની વાત આપણે ભારતના સ્વતંત્રતા માટેના સંઘર્ષ સાથે કદી જોડી શક્યા જ નથી, એનું કારણ એ છે કે આપણે આદિવાસીઓન્ો આપણા દેશના હિસ્સા તરીકે સ્વીકારતા જ નથી. ભારતની આઝાદીના સાડા છ દાયકા પછી પણ આદિવાસીઓની સ્વતંત્રતા અન્ો ગૌરવ માટેનો સંઘર્ષ પ્ાૂરો થયો નથી. એ હજી પણ પોતાનું જંગલ અન્ો જીવન બચાવવા માટે ઝઝૂમી રહૃાા છે... હજી આજે જ એક ઈન્ટરવ્યૂમાં મેં આ વાત કહી. સાવ નાનકડી હતી ત્યારથી મન્ો એવું લાગતું રહૃાું છે કે આ દેશ તીવ્રતાથી બ્ો નહીં ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. પહેલો વિભાગ અમીરોનો છે, જે આખા દેશમાં ક્યાંય પણ વસ્ો એક સરખી જિંદગી જીવે છે. એમની પાસ્ો સગવડો છે, મોટરો છે, સુખ-સગવડના સાધનો છે... બીજો વિભાગ ગરીબોનો છે, એ પણ દેશમાં ક્યાંય પણ વસ્ો એક સરખી જિંદગી જીવે છે. અભાવ, સંઘર્ષ અન્ો પ્ાૂરી મહેનત કરવા છતાં જિંદગીની મૂળભૂત જરૂરિયાતો પણ પ્ાૂરી ન થવાની ફરિયાદ સાથે એમની એક પછી એક પ્ોઢી જન્મે છે, જીવે છે અન્ો મૃત્યુ પામે છે. ત્રીજો હિસ્સો આદિવાસીઓનો છે, જેમન્ો આ બદલાતી દુનિયા સાથે સાંકળવાનો પ્રયાસ કોઈ કરતું નથી, કારણ કે આપણે બધા જ જાણેઅજાણે એવું ઇચ્છીએ છીએ કે, એ લોકો આગળ ન વધે, સ્વતંત્ર ન થાય, અણઘડ, અભણ અન્ો દબાયેલા જ રહે !

હું આખી જિંદગી આ ત્રીજા હિસ્સા, આદિવાસીઓના બહેતર જીવન માટે સંઘર્ષ કરતી રહી. લગભગ ૧૦૦ નવલકથાઓ અન્ો ટૂંકી વાર્તાઓના ૨૦ સંગ્રહો સાથે મેં બંગાળી ભાષામાં ભરપ્ાૂર લખાણ આ દેશના સાહિત્યમાં ઉમેર્યું છે. અન્ોક ભાષાઓમાં મારા પુસ્તકો, ટૂંકીવાર્તાઓ અન્ો લેખોનો અનુવાદ થયો. જ્ઞાનપીઠ, પદ્મવિભૂષણ અન્ો મારા સાહિત્ય માટે નોબ્ોલ પ્રાઈઝ માટે નોમિન્ોટ થવા છતાં આજે જિંદગીના ૯૦ વર્ષ પછી હું મારી જાતન્ો જ્યાં જોઉં છું ત્યાં મન્ો એટલું ચોક્કસ સમજાય છે કે મારે મારા આદિવાસી ભાઈ-બહેનો માટે જે કરવાનું હતું એ હું પ્ાૂરી રીત્ો, સફળતાપ્ાૂર્વક કરી શકી નથી.

મારું લેખન સતત ચર્ચામાં રહૃાું, કારણ કે મેં મારા મોટાભાગના લેખનન્ો બંગાળના સાંથાલ અન્ો બીજા આદિવાસીઓની કથાઓ સાથે વણી લીધું. શહેરોમાં વસતા મોટાભાગના લોકો સમજતા કે જાણતા નથી, પરંતુ જંગલોમાં વસતા આદિવાસીઓ આજે પણ જમીનદારો અન્ો ફોરેસ્ટ ઓફિસર્સ, પોલીસ અન્ો શિકારીઓના અત્યાચારનો ભોગ બન્ો છે. આમાં માત્ર જંગલ કાપવું, પ્રાણીઓન્ો મારવા, વનપ્ોદાશો લૂંટી લેવા જેવા નાના ગુના નથી. અહીં, શહેરથી માઈલો દૂર જ્યાં પહેલું પોલીસ સ્ટેશન પણ પાંચ કિલોમીટર દૂર હોય ત્યાં બળાત્કાર, જીવનભર મજૂરી કરવા માટે માણસનું ખરીદ-વેચાણ અન્ો અમાનુષી વર્તનના અન્ોક કિસ્સા અવારનવાર બનતા રહે છે. આપણે નવાઈ લાગ્ો, કે ભારતની આઝાદી પછીના સાડા છ દાયકા વિત્યા છતાં, આદિવાસીઓ માટે અવાજ ઉઠાવનાર લોકોન્ો બંગાળ અન્ો છત્તીસગઢ જેવા રાજ્યોમાં ‘નક્સલાઈટ’ કહીન્ો ખુલ્લેઆમ ગોળી મારી દેવામાં આવે છે, ત્ોમ છતાં એ વિશે કોઈ કશું કરતું નથી.

મારી એક બહુચર્ચિત ટૂંકી વાર્તા અન્ો એના ઉપરથી સર્જાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલું નાટક ‘દ્રૌપદી’ આજે પણ જુદી જુદી ભાષાઓમાં ભારતના અન્ોક ઓડિટોરિયમ્સમાં ભજવાય છે. ઢુલના નામના એક આદિવાસીની પત્ની દ્રૌપદી મેજન, એના પતિના મૃત્યુ પછી જમીનદારો સામેની લડાઈની આગ્ોવાની કરે છે. દુષ્કાળના સમયમાં ટ્યુબવેલ અન્ો કૂવાઓ પર કબજો કરીન્ો બ્ોઠેલા જમીનદારો આ આદિવાસીઓ પાસ્ોથી મફતમાં કામ કરાવે છે, એમની પત્નીઓન્ો પરાણે એમની પથારી ગરમ કરવી પડે છે... દ્રૌપદી અન્ોક જમીનદારોન્ો મોતના મોઢામાં પહોંચાડે છે, પરંતુ અંત્ો પકડાય છે. એના ઉપર અન્ોક પોલીસ ઓફિસર્સ વારંવાર બળાત્કાર કરે છે. છેલ્લે, એન્ો જ્યારે સ્ોનાનાયકની સામે રજૂ કરવામાં આવે છે ત્યારે દ્રૌપદી વિવસ્ત્ર દશામાં એની સામે ઊભી રહે છે અન્ો કહે છે, "અહીં કોઈની શરમ રાખવાની જરૂર નથી, કારણ કે અહીં કોઈ મર્દ છે જ નહીં !

મારી નવકથા, ‘હજાર ચોરાસી કી મા પણ બહુચર્ચિત નવલકથા પુરવાર થઈ. મારી નાખવામાં આવેલા એક કેદીનો નંબર એક હજાર ચોર્યાસી છે... એના મૃત્યુ પછી એની લાશન્ો જોવા આવેલી એની મા વિશેની આ કથા હૃદય ધ્રૂજાવી નાખે એવી છે, જયા બચ્ચન અભિનીત, ગોવિંદ નિહલાની દિગ્દર્શિત એ ફિલ્મન્ો ૧૯૯૮માં ન્ોશનલ એવૉર્ડ મળ્યો... આ બધા એવૉર્ડ અન્ો સન્માનનો કોઈ અર્થ નથી, કારણ કે જંગલમાં વસતા છત્તીસગઢ અન્ો બંગાળના આદિવાસીઓ સિવાય બાકીના શહેરી લોકો માટે તો આ ‘વાર્તાઓ’ અથવા ‘ફિલ્મો’ છે. બહાર નીકળીન્ો ભૂલી જવા સિવાય એમન્ો કોઈ રસ નથી !

આદિવાસીઓ માટે કામ કરવું એ મારું નિશ્ર્ચિત ધ્યેય નહોતું. લખવું મન્ો ગમતું. અમારા ઘરમાં સાહિત્યનું વાતાવરણ હતું. મારા પિતા મનિષ ઘટક જાણીતા કવિ અન્ો નવલકથાકાર હતા. મારી મા ધરિત્રિ દેવી પણ એક લેખક અન્ો સામાજિક કાર્યકર્તા હતી. મારા મામા સચિન ચૌધરી ભારતમાં ઈકોનોમિકલ અન્ો પોલિટિકલ વિકલીના ફાઉન્ડર તંત્રી હતા. મારા બીજા મામા શંખ ચૌધરી ખૂબ જાણીતા શિલ્પકાર હતા. મારા કાકા ઋત્વિક ઘટક ફિલ્મોના દિગ્દર્શક હતા. એમણે બનાવેલી ફિલ્મો આજે પણ ભારતીય ફિલ્મોના ઈતિહાસ અન્ો ફિલ્મ મેકિંગ શીખવા માગતા વિદ્યાર્થી માટે એક માઈલસ્ટોન ગણાય છે. મારો ઉછેર ખૂબ સ્વતંત્રતા અન્ો સમજણ સાથે કરવામાં આવ્યો છે. મન્ો જે કરવું હોય ત્ો કરવાની છૂટ હતી... ૧૪મી જાન્યુઆરી (ઉત્તરાયણ), ૧૯૨૬ના દિવસ્ો બ્રિટિશ ઈન્ડિયાના ઢાકામાં મારો જન્મ થયો હતો જે હવે બાંગ્લાદેશમાં છે. શરૂઆતમાં મન્ો એડન મોન્ટેસરી સ્કૂલમાં મૂકવામાં આવી. એ પછી ખ્રિસ્તી મિશનરી દ્વારા ચલાવવામાં આવતી કોન્વેન્ટ શાળામાં હું થોડાં વર્ષ ભણી. મારા કાકા અન્ો મામાઓન્ો લાગ્યું કે, કોન્વેન્ટમાં ભણીન્ો મારી માનસિકતા ભારત વિરોધી અન્ો બ્રિટિશ તરફી થવા લાગી છે. બહુ મજાની વાત એ છે કે મારા ઘરમાં એ વિશે સહુએ ભેગા મળીન્ો ખુલ્લા દિલે ચર્ચા કરી... મન્ો અમુક પ્રશ્ર્નો પ્ાૂછ્યા, જેના વિશે મારા વિચારો કે માન્યતાન્ો સહુએ સમજવાનો પ્રયાસ કર્યો. અંત્ો, મારા પરિવારે સાથે મળીન્ો મન્ો શાંતિનિકેતન મોકલવાનું નક્કી કર્યું. ૧૯૩૬થી ૧૯૩૮... શાંતિનિકેતનમાં મેં વિતાવેલો સમય મારા જીવનનો ઉત્તમ સમય છે, એમ કહું તો ખોટું નથી. ‘શાંતિનિકેતન’માં હું ગુરુદેવ ટાગોરન્ો પહેલીવાર મળી. એમણે મારા વિચારોન્ો એક નવો આકાર આપ્યો. બ્રિટિશ મિશનરી શાળામાં અંગ્રેજ અન્ો અંગ્રેજી હકૂમત વિશેનો જે અહોભાવ મારા મનમાં હતો એન્ો ભૂંસીન્ો ગુરુદેવે મન્ો એક નવા ભારતની ઓળખ કરાવી. બંગાળના આદિવાસી ગામોની મુલાકાત દરમિયાન મન્ો એક સાચા ભારતની, જંગલોમાં, પર્વતો પર અન્ો અજવાળા વગરના પ્રદેશમાં વસતા જુદા જ ભારતની ઓળખ થઈ. એ પછી મન્ો બ્ોલતાલા ગર્લ્સ સ્કૂલમાં દાખલ કરવામાં આવી. ૧૯૪૪માં હું ગ્રેજ્યુએટ થઈ. એ પછી મારો પહેલો નિર્ણય ગુરુદેવ ટાગોર સાથે વિશ્ર્વભારતી યુનિવર્સિટીમાં જોડાવાનો હતો. ત્યાંથી મેં બી.એ. અન્ો એમ.એ.ની ડિગ્રી લીધી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વિચારોનો મારા પર આજે પણ ઊંડો પ્રભાવ છે...

૧૯૫૬માં ‘ઝાંસીની રાણી’ (બંગાળીમાં) મારી પહેલી નવલકથા પ્રકાશિત થઈ. લક્ષ્મીબાઈના જીવનમાં મેં જુદી જ રીત્ો ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો હતો. એ નવલકથાન્ો સારો પ્રતિસાદ મળ્યો. નવલકથા પછી મેં લખવાનું ચાલુ રાખ્યું. મારી ટૂંકી વાર્તાઓ અન્ો નવલકથાઓ પ્રકાશિત થતાં રહૃાાં. વીસ-બાવીસ વર્ષ સુધી મેં જે કંઈ લખ્યું એમાં મારા શાંતિનિકેતનના ઉછેર અન્ો બંગાળમાં વિતાવેલા દિવસોની અસર દેખાતી હતી. સ્ત્રીઓનો સંઘર્ષ, આત્મગૌરવ માટેની એમની લડાઈ અન્ો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન, ભાગલા દરમિયાન બન્ોલી અન્ોક ઘટનાઓ ઉપર આધારિત મારી નવલકથાઓ અન્ો ટૂંકી વાર્તાઓમાં કચડાયેલા, પીડિત, શોષિત વર્ગ, એમની સમસ્યાઓ, એમની અધૂરપ અન્ો એમન્ો થતા અન્યાયની કથાઓ પડઘાતી રહી.

૧૯૭૭માં મારી નવલકથા ‘અરણ્યેર

અધિકાર’ પ્રગટ થઈ. બિરસા મુંડા નામના આદિવાસી ન્ોતા દ્વારા જંગલન્ો બચાવવા માટેના સંઘર્ષ ઉપર આધારિત આ નવલકથા ૧૮૯૦ની આસપાસ બ્રિટિશ રાજ હેઠળ કચડાતા આદિવાસીઓની કથા છે. ઉલીહાટુ નામના ગામમાં ૧૮૭૫માં જન્મેલા આ મુંડા આદિવાસી જાતિના સ્વાતંત્ર્ય સ્ોનાની બિરસા મુંડાન્ો રાંચી સ્ોન્ટ્રલ જેલમાં મારી નાખવામાં આવ્યો. એના જીવન પર આધારિત નવલકથાના અન્ોક ભાષામાં અનુવાદો થયા. એ નવલકથા જ્યારે હિન્દી અન્ો બીજી ભાષાઓમાં છપાઈ ત્યારે આદિવાસી જિલ્લામાં કામ કરનારા નાના-નાના કાર્યકરોએ એ નવલકથાના કેટલાક હિસ્સા આદિવાસીઓન્ો વાંચી સંભળાવ્યા. એ વાંચીન્ો, એના વિશે જાણીન્ો બંગાળ, છત્તીસગઢ, બિહાર અન્ો મધ્ય પ્રદેશના આદિવાસીઓ મારી પાસ્ો આવવા લાગ્યા. એ પોતપોતાની વાતો, પોતાના વિસ્તારની કથાઓ અન્ો સમસ્યાઓ લઈન્ો મારી પાસ્ો આવતા.

ધીમે ધીમે હું એમન્ો સમજવા લાગી... એમની સમસ્યા, એમનો સંઘર્ષ અન્ો એમની સાથે જોડાયેલો એમના જ વિસ્તારના લોકો દ્વારા થતો અન્યાય, સરકાર દ્વારા થતી અવગણના જાણે કે ધીમે ધીમે મારાં જ બની ગયાં... એ પછીના વર્ષોમાં મેં જે કંઈ લખ્યું, જે કંઈ કર્યું ત્ો બધું જ આદિવાસી સમાજનો અવાજ શહેરમાં વસતા ભણેલા-ગણેલા અન્ો આધુનિક જીવન જીવતા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ બની રહૃાું.

(ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

35R2EF0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com