Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સૈફ અને સારા સારી સ્ક્રિપ્ટની શોધમાં

આશકા શાહ



અન્ય સ્ટાર્સ કિડ્સની જેમ સારા અલી ખાન પણ તેના પિતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ કરવા માગે છે. સૈફ પણ સામે તેની પુત્રી સાથે ફિલ્મ કરવા ઉત્સુક છે. સારા બોલીવૂડમાં પોતાના પગરણ મજબૂત કરી રહી છે. તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ‘લવ આજકલ’માં તે જોવા મળી હતી, જે સૈફ અલી ખાનની તેજ નામની ફિલ્મની રીમેક હતી. સારાએ તેની ફિલ્મો દ્વારા દર્શકોના દિલ જીતી લીધા છે. તેના ચાહકો હવે તેને તેના પિતા સાથે રૂપેરી પરદે જોવા માગે છે. સૈફે પણ તાજેતરમાં આના વિશે વાત કરતા કહ્યું હતું કે ‘હું સારા સાથે કામ કરવા તૈયાર છું, પણ તેના માટે કેટલીક શરતો છે, જે પૂરી થાય તો જ હું સારા સાથે કામ કરીશ.’

સૈફે કહ્યું હતું કે, ‘મને સારા સાથે કામ કરવું ગમશે, પણ તેના માટે ફિલ્મની સ્ક્રિપ્ટ સોશિયલ હોવી જોઈએ. મને લાગે છે કે અમે બંને નૌટંકીને નજરઅંદાજ કરવાનું પસંદ કરીએ છીએ. મને ખાતરી છે કે જો યોગ્ય ડિરેક્ટર અને સ્ક્રિપ્ટ મળે તો બહુ સારી ફિલ્મ બની શકે છે. હું હંમેશાં મારા કુટુંબ અને કામની વચ્ચે સ્પષ્ટ અંતર રાખીને ચાલું છું. આ બંને બાબત જુદી છે. મેં એવું ક્યારેય નથી વિચાર્યું કે હું મારી પત્ની સાથે કે મારી માતા સાથે કામ કરું. ભવિષ્યમાં પણ હું આ અંતર રાખીને ચાલીશ.’ સારા અલીની સૈફ સાથેની ફિલ્મ ભલે ગમે ત્યારે આવે, પણ તે પહેલાં સારાના ચાહકોને તેની ‘કૂલી નં. ૧’ જોવા મળશે, જેમાં તેની સાથે વરુણ ધવન છે. આ ઉપરાંત તે ‘અતરંગી રે’ પણ કરી રહી છે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ લીડ રોલમાં છે. જ્યારે સૈફ અલી ખાન તેની આગામી ફિલ્મ ‘બંટી ઔર બબલી ટુ’ની તૈયારી કરી રહ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

F4G6884
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com