Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
પૌષ્ટિકતાથી ભરપૂર ‘શલગમ’

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિકપ્રકૃતિની ભેટ સમાન શાકભાજી-ફળફળાદિનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવાનો સમય ચાલી રહ્યો છે. કુદરતે બનાવેલા નિયમોને અવગણીને માનવી મનફાવે તેમ જીવવા લાગ્યો હતો. ટૂંકમાં કહીએ તો ટેકનોલોજીના યુગમાં સ્વકેન્દ્રિત બની ગયો છે. આજકાલ પ્રત્યેક વ્યક્તિનું જાણે કે એક જ ધ્યેય બની ગયું છે....બસ, મને કેટલો ફાયદો થશે. મારી જ સગવડ સચવાવી જોઈએ. દેશ કે દેશના નાગરિકોને પ્રાધાન્ય મળે તેવી વાતોમાં રસ ઘટતો જોવા મળે છે. ઘર હોય કે ઓફિસ, મુસાફરી હોય કે કુટુંબના અન્ય સભ્યની લાંબા સમયથી બાકી રહેલી જરૂરિયાત વિશે થતી ચર્ચા-વિચારણા. માતા-પિતા તેને પૂરી કરવાનો પ્રયત્ન પણ કરે તો એક જ ઘરમાં રહેતાં ભાઈ-બહેનના સંબંધોમાં ખટાશ ઊભી થવા લાગે છે. વિદેશી દેશમાં તો પ્રકૃતિનો આનંદ લૂટવાનો હક્ક પણ ફક્ત માનવીને જ હોય તેમ બેધડક અબોલ પશુપંખીને જીવતાં કે મારીને ખાવાની જાણે કે સ્પર્ધા જોવા મળતી હતી. તેના જ પ્રકોપ સ્વરૂપે આજે દુનિયા આખી કોરોના વાઈરસથી ફફડી રહી છે.

ક્યારેય ન સાંભળ્યા હોય તેવા રોગોએ પણ માનવજાતને ભરડામાં લેવાનો પ્રારંભ કરી દીધો છે. તેમાંનો એક રોગ છે શરીર બેફામ ફૂલી જવું કે શરીર ઉપર અનદહ સોજા આવી જવા. ચાલો આજે વાત કરી લઈએ આવા સોજાનો પ્રાકૃત્તિક ઉપાય ધરાવતાં એક ભાજીપાલા વિશે.

શલગમ એક કંદમૂળ ગણાતો ભાજીપાલો છે. સામાન્ય રીતે તેના મૂળ ગોળાકાર હોય છે. બે રંગમાં જોવા મળે છે એક આછો સફેદ પડતો લીલો રંગ તથા બીજો આછો સફેદ પડતો જાંબૂડી રંગના છાંટવાળો. તેના પાન લાંબા તથા મૂળાના પાન જેવા જ દેખાય છે. પીળા રંગના તેના ફૂલ જોવા મળે છે. સામાન્ય રીતે તેનો સલાડ બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. તેના પાન સ્વાદમાં કડવાશ પડતાં હોય છે. તેમ છતાં તે આરોગ્ય માટે ગુણકારી ગણાય છે. આથી જ આયુર્વેદમાં તેનો ઔષધિના રૂપમાં ઉપયોગ થતો જોવા મળે છે. શલગમ કે શલજમ તરીકે ઓળખાતા આ શાકના આમ તો અનેક ફાયદા છે પણ વિશેષકર શરીરના સોજાને ઘટાડવામાં તે અતિ ઉપયોગી સાબિત થયેલું શાક ગણાય છે. કેલરીની દૃષ્ટિએ પણ તે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું હોય તેવી વ્યક્તિ માટે અત્યંત ઉપયોગી કંદમૂળ ગણી શકાય.

વિવિધ ભાષામાં શલગમના જુદા જુદા નામ જોવા મળે છે. અંગ્રેજીમાં તેને ર્ટનિપ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં રક્તસર્ષપ, બંગાળીમાં શલોગોમ,

મરાઠીમાં શલઘમ, ગુજરાતીમાં સલગમ કે રૈરા, ક્ધનડમાં કપ્પૂસાસો તરીકે ઓળખાય છે.

શલગમમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ, મિનરલ્સ, ફાઈબરનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. વિટામિન સીની માત્રા વધુ પ્રમાણમાં હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ લાભદાયી ગણાય છે. શરીરને માટે હાનિકારક ફ્રી -રેડિકલ્સ, સોજા તથા કેન્સર જેવી ગંભીર બીમારીથી શરીરનું રક્ષણ કરે છે. કૅલ્શિયમની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોવાથી કોઈપણ રોગમાં તે ઉપયોગી ગણાય છે. વળી કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તેનું સેવન કરી શકાય છે.

---------------------

પોષક તત્ત્વોનો ભંડાર

શલગમને પોષક તત્ત્વોનો ભંડાર કહેવામાં આવે છે. વાસ્તવમાં તેના ફળ કરતાં તેના પાંદડામાં વિટામિન તથા મિનરલ્સનું પ્રમાણ વધુ જોવા મળે છે. વિટામિન એ, વિટામિન સી, કેરોટિનોઈડ તથા લ્યૂટિન જેવા ઍન્ટિ-ઓક્સિડન્ટનું ભરપૂર સ્ત્રોત ગણાય છે. ગોળાકાર ફળની નીચે લાંબા પાંદડા વિટામિન ‘કે’થી સમૃદ્ધ ગણાય છે. કૅલ્શિયમ, કૉપર, આયર્ન, મેંગેનીઝ જેવા શરીરને માટે અગત્યના ગણાતા મિનરલ્સની માત્રા પણ ધરાવે છે.

સોજાથી રાહત મળે છે

વ્યક્તિને શરીર ઉપર મૂઢ માર વાગીને સોજો આવ્યો હોય કે કોઈ બીમારીને કારણે શરીરના વિવિધ અંગો ઉપર સોજા ચડેલા રહેતાં હોય તેવા સંજોગોમાં શલગમનો ઉપયોગ કરી શકાય છે.

શ્ર્વાસની તકલીફમાં ફાયદાકારક

મોસમના બદલાવને કારણે અનેક લોકોને શ્ર્વસન સંબંધિત પ્રશ્ર્નો ઊભા થતાં હોય છે. આવા સંજોગોમાં શલગમના તેલનો ઉપયોગ છાતી પર કરી શકાય છે.

શરદી-ખાંસીમાં ગુણકારી

મોસમમાં થતાં બદલાવની અસર નાના-મોટા પ્રત્યેક વ્યક્તિ ઉપર થતી જોવા મળે છે. શલગમને કાપીને કાચું ખાવાથી કે તેનું શાક બનાવીને ખાવાથી શરદી-ખાંસીમાં રાહત મળે છે.

અપચામાં લાભદાયી

જીવનશૈલીમાં બદલાવ આવી જવાને કારણે સવારે-સાંજે જે નિયમિત ભોજનની પ્રણાલીમાં મોટો બદલાવ આવ્યો છે. અપચાની સમસ્યા આજે વધતી ગઈ છે. શલગમના મૂળ તથા પાનનું શાક બનાવીને ખાવાથી અપચાની તકલીફમાં રાહત થાય છે. આદુંની સાથે સેવન કરવાથી પાચન પ્રક્રિયા સુધરે છે.

મૂત્રરોગમાં લાભકારી

વય વધવાની સાથે પેશાબની તકલીફ વડીલોમાં વધતી જોવા મળે છે. ક્યારેક રોકાઈ રોકાઈને થવાની મુશ્કેલી થવા લાગે છે તો ક્યારેક વારંવાર પેશાબ માટે જવું પડતું હોય છે. શલગમનો નિયમિત રસ પીવાથી પણ મૂત્રરોગથી બચી શકવામાં સહાય મળે છે.

સમસ્ત ભારતમાં શલગમની ખેતી મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે. ખાસ બીમારીમાં શલગમનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નિષ્ણાતની સલાહ લીધા બાદ કરવો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3frh1F
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com