Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
અમેરિકા-ચીન વચ્ચે જીવન-મરણની લડાઈ એટલે તેમનું વેપારયુદ્ધ

પ્રાસંગિક-પ્રતીક ખંભાતીઅમેરિકા-ચીન વ્યાપારયુદ્ધની શરૂઆત થઈ ત્યારે જગત આખાને એમ જ હતું કે, આ વ્યાપારયુદ્ધ લાંબું નહીં ટકે અને ઝડપથી સમાપ્ત થશે. ચીન અને અમેરિકા વચ્ચે કોઈ કરાર વગેરે થશે અને આ વેપારયુદ્ધ અટકશે, એ રીતે જ આખું જગત એ સંઘર્ષને જોતું હતું. એમ માનવાનું કારણ એવું હતું કે, છેલ્લા બે દશકમાં સંખ્યાબંધ અમેરિકન કંપનીઓ ચીનમાં ભારે માત્રામાં રોકાણ કર્યું છે અને એ કંપનીઓએ દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પર દબાણ કરાશે એવું શરૂઆતનું ચિત્ર હતું. આ અમેરિકન કંપનીઓએ ચીનમાં રોજગારનું નિર્માણ કર્યું હતું. ચીનમાં સસ્તી મજૂરીને કારણે અમેરિકન કંપનીઓ તેમના ઉત્પાદનો સસ્તામાં બનાવી અમેરિકામાં તેનું વેચાણ કરીને ભારે નફો કમાતી! આ કારણે મૂળ અમેરિકન કંપનીઓને એ કાળમાં પ્રચંડ નફો પણ થયો હતો, પણ દેશના રાજકારણની સામે આ કંપનીઓને ચીનમાં તેના અસ્તિત્વને ઝાઝો ‘ભાવ’ આપવામાં આવ્યો નહોતો. વળી, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ કંપનીઓને અમેરિકામાં પરત આવીને ધંધો કરવાનું એલાન કર્યું હતું. અમેરિકામાં કામદારોની મજૂરીનો દર ચીનના મજૂરીના દર કરતા અનેકગણો વધારે છે એટલે આ કંપનીઓને આવો ઉભડકપણે લેવાયેલો નિર્ણય રુચ્યો નહીં, પણ આ વેપારયુદ્ધમાં ચીન જ કેન્દ્રબિંદુ હોઈને અનેક કંપનીએ તેમના ઉત્પાદન કેન્દ્રો દક્ષિણ એશિયામાં જ થાઈલેન્ડ, કંબોડિયા, વિયેતનામ, ફિલિપાઈન્સ જેવા નાનાં દેશોમાં ખસેડયાં.

ચીન અને અમેરિકાના વચ્ચે જન્મેલો આ તણાવ ઝડપથી જ શમી જાય એવી જગતના અનેક રાષ્ટ્રોની અપેક્ષા હતી, પણ આ વેપારયુદ્ધ દ્વારા આયાત-નિકાસમાં રહેલા તફાવતનો ભેદ મિટાવવાની મનસા હતી એની સાથે દક્ષિણ એશિયાની સામુદ્રધુનીમાં અને એકંદરે એશિયામાં ચીનના વધતા જતાં વર્ચસ્વને ડારવાનો પણ હતો. આ જ અરસામાં ડોનલ્ડ ટ્રમ્પ સરકારે અમેરિકાના જૂના વલણને વીંધતાં એટલે જૂના અભિગમને ચાતરી જઈને તાઈવાનને અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી હતી. તાઈવાનમાં અભ્યાસ કેન્દ્રના નામે અમેરિકાનું દૂતાવાસ શરૂ કરી દેવાયું હતું.

સામે પક્ષે ચીને પણ અમેરિકાથી આયાત થનારા સોયાબીન, મકાઈ જેવા કૃષિમાલની સાથે અન્ય વસ્તુઓ પર આયાતકર વધાર્યો હતો. અમેરિકા અને ચીન, બે દેશો વચ્ચે કેટલાંક અબજ ડૉલરોનો વેપાર હતો અને અમુક પ્રમાણમાં હજીય છે, પણ ચીને યુરોપની જણસોની આયાતોને પ્રાધાન્ય આપ્યું હોવાનું જણાય છે. ચીનનો યુરોપ સાથેનો વેપાર ‘યુરો’ ચલણમાં અને અમેરિકા સાથેનો વેપાર અમેરિકન ડૉલરમાં હતો. પાછલા વર્ષના આરંભના સમયગાળામાં ચીનમાં ક્રૂડ તેલનું ઍક્સચેન્જ પણ શરૂ થયું હતું. આ ઍક્સચેન્જમાં ચીનના યુઆન ચલણમાં વ્યવહાર શરૂ થયો. આ અગાઉ અમેરિકન ડૉલરોમાં જ ક્રૂડ તેલનો વ્યવહાર થતો હતો. ચીનના યુઆન ચલણને પણ વિશ્ર્વ બૅંકે જાગતિક ચલણનો દરજ્જો આપ્યો હતો. ચીનને વ્યાપારયુદ્ધમાં સીધો પડકાર આપીને એ દેશ સામે શિંગડાં ભરાવવાની હિંમત અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કરી દેખાડ્યું. અમેરિકાએ ચીનમાંથી આયાત થનારી વિવિધ વસ્તુઓ પર આયાત વધારતાં ચીને તેના યુઆન ચલણનું ફેરમૂલ્યાંકન પણ કર્યું હતું. બેઉ દેશ પોતપોતાના ભાથામાં રહેલા તમામ શસ્ત્રો-અસ્ત્રોનો વપરાશ આ વેપારયુદ્ધમાં એકબીજાને નમાવવા કરતાં હોવાનું આ સંઘર્ષમાં જોવા મળ્યું હતું.

આ વ્યાપાર યુદ્ધમાં અમેરિકા પાસે રહેલું સૌથી મોટું હથિયાર તેનું વિશ્ર્વમાન્ય ચલણ ડૉલરનું છે. ડૉલર જગતભરમાં સૌથી વધારે દેશોમાં સ્વીકારવામાં આવનારું અને સૌથી વધુ માગણી ધરાવતું ચલણ છે. એટલે જ કદાચ ચીને અમેરિકન ડૉલરને માત્ર પડકાર જ નહીં, પણ એનો પર્યાય આપવાના જોરદાર પ્રયાસ શરૂ કર્યા છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં ચીન તેના પોતાના ચલણ યુઆનને વધારેમાં વધારે જાગતિક વ્યવહારમાં લાવવા માટે જહેમતભર્યા પ્રયાસો કરી રહ્યું છે. તેવી જ રીતે બિટકૉઈનનો વપરાશ પણ રકમ ચૂકવવામાં કરવામાં આવતો હોવાનું કહેવાય છે. ચીનનું લક્ષ્ય છે, અમેરિકાનું જગતમાં નંબર એકનું સ્થાન આંચકી લેવાનું! હવેના વર્ષમાં ચીન અમેરિકન ડૉલરને પડકારવાના તેના પ્રયત્નોમાં કેટલું સફળ થાય છે એના પર એના નંબરનો આધાર રહેલો છે.

ચીને છેલ્લા બે વર્ષમાં તેની પાસેના સોનાના જથ્થામાં બહુ મોટા પ્રમાણમાં વધારો કર્યાનું તો હવે દેખાય છે. ચીને હજી સુધી ઈરાન પાસેથી ક્રૂડતેલની ખરીદી કરવાનું ચાલુ રાખ્યું છે.

આ વેપારયુદ્ધમાં અમેરિકાને તકલીફ આપવા માટે ચીન પાસે પણ કેટલાંક હુકમના પાનાં છે. બૅટરી પર ચાલનારા વાહનો, મોબાઈલો, કમ્પ્યૂટરો વગેરેમાં જરૂરી ચિપ્સ માટે અત્યાવશ્યક હોય તેવા કાચા માલ જેવા અમૂલ્ય અને દુર્લભ ખનિજો (જેને અંગ્રેજીમાં રેઅર અર્થ મટીરિયલ કહેવામાં આવે છે તે) તમામનો સૌથી મોટો જથ્થોે ચીનમાં છે. જગતભરમાં આ ખનિજનો ૯૦ ટકા પુરવઠો ચીનમાંથી જ થાય છે. ચીને આ ખનિજોની કિંમત અને તેના પુરવઠા પર નિયંત્રણ મૂકવાની શરૂઆત કરી જ દીધી છે. એનો વળતો જવાબ આપવા માટે ઑસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકાના દેશો જેવા અમેરિકાના મિત્ર રાષ્ટ્રો આ દુર્લભ ખનિજની શોધમાં અને જે દેશમાં આ ખનિજ મળી શકે છે ત્યાંનું ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ છે.

ચીન, રશિયા, તુર્કસ્તાન અને ઈરાન આ ચાર દેશ અમેરિકાના ડૉલર વિનાના વ્યવહાર માટે સતત પ્રયાસરત છે. જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ચીન તેનું ચલણ યુઆનમાં વ્યવહાર કરવાનો આગ્રહ ધરાવે છે. છેલ્લા કેટલાક દશકામાં જગતમાં અમેરિકાનો દબદબો ફક્ત અમેરિકન ડૉલરના પ્રભાવને કારણે છે, એ પ્રભાવને જ ખતમ કરી નાખવાનો આ ચાર રાષ્ટ્રોનો નિર્ધાર દેખાય છે. જેમ જેમ વધુને વધુ રાષ્ટ્રો અમેરિકન ડૉલર વિનાના વ્યવહારને પ્રાધાન્ય આપતાં થશે તેમ અમેરિકાના વૈશ્ર્વિક સામ્રાજ્યને આંચકા લાગવાની શરૂઆત થશે. અમેરિકાને પણ આ બાબતની સંપૂર્ણ જાણકારી છે એટલે જ તે ચીનની પ્રગતિ રોકવા માટે આ વ્યાપારયુદ્ધ ખડું કરવામાં આવ્યું હોવાનું જાગતિક નિષ્ણાતો માને છે. અમેરિકા અને ચીન વચ્ચેના આ વ્યાપારયુદ્ધનો લાભ દક્ષિણ એશિયાના વિયેતનામ, કંબોડિયા, દક્ષિણ કોરિયા, ફિલિપાઈન્સની સાથે ભારતને પણ થતો હોવાનું જોઈ શકાય છે.

‘ફાઈવ જી’ જેવા અત્યાધુનિક દૂરસંચાર ટૅક્નોલૉજી માટે લાગનારા ઉપકરણો બનાવવામાં ચીન મોખરે છે. આ ઉપકરણોનું મોટાપાયે ફક્ત ઉત્પાદન જ ન કરતાં તેને ઉપયોગમાં લાવાવની બાબતે પણ ચીન જ પહેલા નંબરે આવનારો દેશ બન્યો છે. આ બધું સાધ્ય કરવાના ચીનના માર્ગમાં વધુને વધુ અવરોધો લાવવાનું કામ કરવાના અમેરિકા પ્રયત્ન કરે છે. ‘૫-જી’ની ટૅક્નોલૉજીમાં જે કોઈ નવી પ્રગતિકારક સુધારણા થાય છે તે ચીનના હાથમાં ન જાય એ માટે અમેરિકાના મરણિયા પ્રયાસો ચાલુ છે. અમેરિકાની ‘કાવૉલકૉમ’ નામની કંપની પાસે ‘૫-જી’ની સૌથી વધારે પેટન્ટ છે એ કંપનીએ ચીનને નવી ટૅક્નોલૉજી આપવાની ના પાડી છે. એમ તો ચીન પાસે પણ ‘૫-જી’ની ટૅક્નોલૉજીની કેટલીક પેટન્ટો છે. આ કારણે અમેરિકા અને ચીન વચ્ચેનાં વેપારયુદ્ધને જીવન-મરણની લડાઈ તરીકે ઓળખવામાં આવે છે અને તે એ જ રીતે લડાઈ પણ રહ્યું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

h208H13
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com