Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
દીપિકા, હવે તમે ક્યાં ક્યાં દોડશો?

રિવર્સ સ્વીપ-નીલેશ દવેસામાન્ય રીતે પત્રકાર ક્ષેત્રમાં રહેતી વ્યક્તિઓ લાગણીશૂન્ય હોય છે તેવી માન્યતા હું ધરાવતો હતો કેમ કે મોટા ભાગે કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે એ સમાચારને કેવી રીતે બીજા કરતાં વધુ સારી રીતે ચમકાવવા તેવી ભાવના સામાન્ય રીતે તંત્રીઓને કે પત્રકારોને આવતી હોય અને એ સમયે તેઓ લાગણીશૂન્ય થઈ જતા હોય છે, પરંતુ બેન દીપિકાએ આ માન્યતા ખોટી હોવાનું સાબિત કરી દીધું. ‘છપાક’ ફિલ્મની રિલીઝ સમયે દીપિકા પદુકોણે જેએનેયુમાં જઈ હિંસાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને મળીને ફિલ્મવાળાઓ લાગણીશૂન્ય હોય છે તેવો સંદેશ મોકલી દીધો, ફિલ્મ ચલાવવા માટે આ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે, બરાબર ફિલ્મની રિલીઝ સમયે જ કલાકારોને આ દેશમાં અસુરક્ષા લાગતી હોય છે, તો કેટલાક લોકો નર્મદા બચાવ આંદોલનમાં જોડાતા હોય છે, વળી કેટલાક કલાકારોને દેશની સુરક્ષા કરતા જવાનો પણ ફિલ્મની રિલીઝ સમયે જ યાદ આવતા હોય છે. જેએનયુ કેમ્પસ એ કપિલ શર્માનો કોમેડી શો નથી કે તમે તમારી ફિલ્મના પ્રમોશન માટે પહોંચી જાવ. પાછા તમે ત્યાં મૂંગા બેસો, કોઈ વાત પણ ના કરો એટલે બંને બાજુ ઢોલ વગાડી શકાય. અનેક વખત ફિલ્મવાળા આવું કરી ચૂક્યા છે. કેટલી નફ્ફટાઈ કહેવાય કે તમે જે ફિલ્મ દ્વારા પૈસા કમાઈ રહ્યા છો, જે ફિલ્મ માટે તમને એવૉર્ડની આશા છે એ ફિલ્મની સાચી હિરોઈન કે જે એક ખૂબ જ ખરાબ ઘટનાનો ભોગ બની છે તેને મળવા પણ નથી ગયા? લક્ષ્મી અગ્રવાલ પર કે એના જેવી અનેક યુવતીઓ પર એસિડ ફેંકાયો ત્યારે દીપિકા મેમ તમે ક્યાં હતાં? એ સમયે ફિલ્મની કોઈ યોજના જ ન હતી એટલે તમને ત્યાં જવાનું મુનાસિબ નહીં લાગ્યું હોય કેમ?

બીજું તમે દેશના ક્યાં ક્યાં ખૂણે દોડશો? કેટલાય સ્થળે કુપોષણને કારણે બાળકો મરી રહ્યા છે તેમાં તેમનો વાંક નથી, કેટલીય સ્ત્રીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે, નાની નાની બાળકીઓ પર પણ અત્યાચાર થઈ રહ્યા છે તેમાં તેમની કોઈ જ ભૂમિકા નથી, જ્યારે જેએનયુકાંડના વિદ્યાર્થીઓએ તો પોતે જ આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે, પરંતુ માત્ર યુવાવર્ગને આકર્ષવા જ તમે ત્યાં દોડી ગયા. હવે તમે સાચા હો અને આ દેશની ચિંતા કરતા હો તો તમામ એવી અનિચ્છનીય ઘટનાઓમાં હાજર રહેશો ખરા? બીજું જેએનયુ, જેયુ કે જામિયા જેવી યુનિવર્સિટીઓમાં જ કેમ આવા પ્રદર્શનો યોજાય છે તે એક ચર્ચાનો વિષય છે. શું દેશમાં બીજે ક્યાંય કોઈ યુનિવર્સિટી નથી? ગુજરાત કે મુંબઈમાં વિદ્યાર્થીઓ ભણતા જ નથી, માત્ર આવી કેટલીક યુનિવર્સિટીઓ જ દેશની ઓળખ છે? સૌથી મહત્ત્વનું કામ હવે આ દેશની જનતાએ કરવાનું છે, પોતાની ફિલ્મો ચલાવવા માટે પ્રમોશનની કોઈ પણ હદ સુધી જતાં આવા ફિલ્મકારનો કેવી રીતે પાઠ ભણાવવો એ જનતાને સમજાવવાનું ન હોય તેઓ સમજદાર છે અને એ સમજદારી બતાવવાનો સમય આવી ચૂક્યો છે. સીએએ, એનઆરસીનું જે થવું હોય એ થાય, પરંતુ કોઈ ફિલ્મવાળો તમને ફરી ઉલ્લું ન બનાવે એ સાબિત કરવું જ રહ્યું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0b37Iu54
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com