Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

સોમવારે સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

---------------------------

ફોટોક્વિઝ

તિહાર જેલમાં સંખ્યાબંધ સુધારણા લાવનાર, સેક્રેટરી જનરલ ઑફ યુનાઈટેડ નેશન્સનાં પ્રથમ મહિલા પોલીસ સલાહકાર તેમ જ હાલ પુડુચેરીના લેફ્ટનન્ટ ગર્વનર તરીકે પ્રભાવી કામગીરી કરનારી પ્રતિભાશાળી મહિલા કોણ છે? તમારે એમનું નામ કહેવાનું છે?

------------------------

પેહચાન કૌન?

૧૯૬૧માં આવેલી ‘હમારી યાદ આયેગી’ મારી પ્રથમ જાણીતી ફિલ્મ હતી. મારી મોટી બહેન નૂતને પણ હિંદી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી તરીકે નામના મેળવી હતી. મારી મોટી પુત્રી કાજોલે પણ હિરોઇન તરીકે અલાયદું સ્થાન બનાવ્યું છે. મારાં મમ્મી શોભના સમર્થ પણ જાણીતાં અભિનેત્રી હતાં. મારું નામ જણાવો.

----------------------

ડાયલૉગબાજી

‘એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશબાબુ?’ મૉડલિંગ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવ્યા પછી ફિલ્મોની દુનિયામાં કદમ માંડનારી અભિનેત્રીની કારકિર્દીની પ્રથમ ફિલ્મનો આ સુપરહિટ સંવાદ છે. તમારે આ સંવાદ બોલનારી અભિનેત્રીનું નામ જણાવવાનું છે. એક હિંટ: આ અભિનેત્રીના પિતાએ બૅડમિન્ટનની રમતમાં અનેરી સિદ્ધિઓ મેળવી છે.

------------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) રમેશચંદ્ર દલાલ (૨) ઈનાક્ષી દલાલ (૩) હીના દલાલ (૪) મંજુલા દુબલ (૫) પરેશ દુબલ (૬) જ્યોત્સના ગાંધી (૭) લજિતા ખોના (૮) કાંતિલાલ મારૂ (૯) અલકા વાણી (૧૦) મહેન્દ્ર દલાલ (૧૧) કામિની દલાલ (૧૨) અમીષ દલાલ (૧૩) પ્રિયા દલાલ (૧૪) નિરંજના જોષી (૧૫) જયશ્રી દુબલ (૧૬) પ્રજ્ઞા કાજલિયા (૧૭) શૈલજા ચંદરિયા (૧૮) નૂતન ગાલા (૧૯) જ્યોતિ સંઘવી (૨૦) પૂર્ણિમા પરીખ (૨૧) તહેર ઔરંગાબાદવાલા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) અંજુ ટોલિયા (૨૪) અરુણકુમાર પરીખ

------------------------

આપો જવાબ

૧) તેહરાન કયા દેશની રાજધાની છે?

૨) ઓટાવા કયા દેશનું પાટનગર છે?

૩) કયા દેશની રાજધાની કેનબેરા છે?

૪) રોમ કયા દેશનું પાટનગર છે?

૫) નેપાળની રાજધાની જણાવો.

-------------------------

ગયા ગુરુવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: ગૌરી ખાન

ૄ પેહચાન કૌન?: શ્રાવણ

ૄ ડાયલૉગબાજી: દામિની

ૄ આપો જવાબ: ૧) સાડી, ૨) મેરી ક્યુરી, ૩) દિવાળી બહેન ભીલ,

૪) ઇન્દિરા ગાંધી, ૫) દીના પાઠક

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

51548W
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com