Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
કે સેરા સેરા

અમેરિકન ગાયક અને અભિનેત્રી ડોરિસ ડેનું ૯૭ વર્ષની વયે આ અઠવાડિયે અવસાન થયું. ભારતમાં પોતાના ગીત ‘ક્ે સેરા સેરા’થી વધુ જાણીતાં હતાં. આલ્ફ્રેડ હિચકોેક ડિટેક્ટિવ ફિલ્મો બનાવનારાઓમાં એક્કા. એક માતા આ ગીત ગાતી અને પછી આખો પરિવાર. છેલ્લે અપહરણનું નિરાકરણ લાવવામાં આ ગીત સહાય કરે છે. ગીત અહીં ભારે લોકપ્રિય. કોન્વેન્ટો તો ઠીક અન્ય શાળાઓમાં પણ ગવાય. સેક્સી અમેરિકન પૉપ સોંગ્સ કરતાં આ સૌને સ્વચ્છ દેખાતું ગીત ગમે. ગીતનો અનુવાદ કાંઈક આવો થાય. ‘હું જ્યારે નાનકડી છોકરી હતી ત્યારે મેં મારી માને પૂછ્યું કે મોટી થઈને હું શું થઈશ? સુંદર? ધનવાન? માએ કહ્યું ‘ક્ે સેરા સેરા’ ઈટાલિયનમાં થાય. જે થશે તે થશે. વૉટેવર વિલ બી વિલ બી ભવિષ્યની ઝાંખી ન કરવાની હોય. છોકરી કહે છે કે પછી હું મોટી થઈ અને પ્રેમમાં પડી. મેં મારા સ્વીટહાર્ટને પૂછ્યું, આપણી કેવી જિંદગી હશે? સુંદર અને રંગીન? રોજરોજ મેઘધનુષ થાય એવી? સ્વીટહાર્ટે કહ્યું કે સેરા સેરા... હવે મારે પોતાનાં સંતાન છે ને પૂછે છે હું શું બનીશ? હું કહું છું ક્ે સેરા સેરા, જે થશે તે થશે...

... આવો ભયાનક પ્રારબ્ધવાદ છોકરી કે કોઈની પણ પહેલ કરવાની પોતાનાં ધ્યેય નક્કી કરવાની શક્તિ તોડી નાખે. બીજાં તો ઠીક પણ અહીં માતા પોતે જ દીકરીને સપનાં જોવા દેતી નથી. ૧૯૫૦ના દાયકામાં છોકરીઓને આવી જ શિખામણ મળતી. વિશ્ર્વયુદ્ધ જીતી ગયા તેથી કે આપણે ત્યાં આઝાદી મળી ગઈ તેથી સ્ત્રીઓ નિર્ણાયક હોદ્દો ન ઈચ્છે તે માટેની પૂર્વ તૈયારી, બીજું શું?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

218qKb0V
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com