Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ગ્લોબલ વૉર્મિંગ આર્થિક અસમાનતા લાવશે

પર્યાવરણમાં આવતો બદલાવ વિશ્ર્વ માટે વિકટ સમસ્યા ઊભી કરી રહ્યો છે. હવામાનના બદલાવ સાથે માત્ર વાતાવરણ જ કે વધતી ગરમી જેવી સમસ્યા જ નથી જોડાઈ, પરંતુ આ બદલાવ આર્થિક અસમાનતાનું પણ કારણ બની રહ્યો છે. ચોંકાવનારા આ મુદ્દા વિશે વૈજ્ઞાનિકો વારંવાર ચેતવણી ઉચ્ચારી રહ્યા છે કે વાતાવરણનો બદલાવ કે ગ્લોબલ વૉર્મિંગ ધનિક દેશને વધુ ધનવાન બનાવશે જ્યારે ગરમ પ્રદેશોના દેશ પર નકારાત્મક અસર કરશે. આર્થિક રીતે પછાત રાષ્ટ્ર વધુ ગરીબ બની શકે છે. નવા સંશોધન મુજબ વૈજ્ઞાનિકોની ચેતવણી સાચી પણ પડતી જતી જણાય છે. ગરમ તાપમાન ધરાવતા દેશમાં આર્થિક વિકાસ ધીમો હોવાનું બહાર આવ્યું છે.

કહે છે ને કે સમુદ્રની ભરતી બધી નૌકાને ઉપર ઉઠાવે છે, પરંતુ વાત જ્યારે આર્થિક સમ્ાૃદ્ધિની હોય ત્યારે આવું બનતું નથી. વાતાવરણના તાપમાનમાં ચડતી જતી ભરતી વિકાસની નૌકાને ડૂબવાને આરે લઈ આવે છે. નવા સંશોધન મુજબ વિશ્ર્વના ધનવાન અને ગરીબ દેશ વચ્ચેનો તફાવત ગ્લોબલ વૉર્મિંગને આભારી છે. વાતાવરણનો બદલાવ માનવવિરોધી આબોહવા પર વધુ તીવ્ર અસર ઊભી કરશે.

વાતાવરણના બદલાવ પર અભ્યાસ કરી રહેલા યુએસએની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બે અભ્યાસુઓ નોઆ ડિફનબગ તથા માર્શલ બર્ક તેમના નૅશનલ એકેડમી ઑફ સાયન્સ માટે તૈયાર કરેલા અહેવાલમાં જણાવે છે કે ગ્લોબલ વૉર્મિંગ વિશ્ર્વની આર્થિક અસમાનતાને વધુ તીવ્ર બનાવશે. જોકે વાતાવરણના ઐતિહાસિક બદલાવ સમશિતોષ્ણ પ્રદેશ તથા સામુદ્રિક પ્રદેશ તરફના દેશોને આશીર્વાદજનક સાબિત થઈ રહ્યો છે. જ્યારે હાલના ગરીબ દેશોમાં ગ્લોબલ વૉર્મિંગનો પ્રભાવ ન હોત તો નોંધાઈ રહેલો પર કેપિટા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વધુ હોવાની શક્યતા નકારી શકાય નહીં.

જીડીપી, રાષ્ટ્રની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યને માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રાથમિક સૂચક અંકોમાંથી એક છે. તે વર્ષ દરમિયાન રાષ્ટ્રમાં પૂરી પાડવામાં આવેલ માલસામાન તથા સેવાઓનું મૂલ્ય દર્શાવે છે. સંશોધકોએ સામાન્ય રીતે વાતાવરણ સંદર્ભે આગોતરી આગાહી કરી શકે તેવા ક્લાઈમેટ મોડેલનો ઉપયોગ કરી પાછલી અડધી સદીમાં ગ્લોબલ વૉર્મિંગનો પ્રશ્ર્ન ઉપસ્થિત ન થયો હોત તો વિશ્ર્વનું અર્થતંત્ર આજના સમયમાં કેટલું પ્રભાવક હોત તે અંગે અભ્યાસ કર્યો હતો. અભ્યાસના આધારે તાપમાનમાં આવતી ઐતિહાસિક વધઘટ અને આર્થિક વિકાસ વચ્ચેના સંબંધ અંગે પ્રયોગાત્મક પુરાવા રજૂ કર્યા હતા.

અહેવાલમાં વાતાવરણ અને આર્થિક વિકાસ અંગે સીધો સંબંધ હોવાના ૨૦૧૫માં કરેલા અભ્યાસનાં તારણો પણ જોડવામાં આવ્યા છે. બર્ક નોંધે છે કે ૧૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પ્રોડક્ટિવિટી તેની ઊંચાઈઓને સ્પર્શે છે જ્યારે તાપમાનમાં વધારો થતા જ પ્રોડક્ટિવિટીમાં ઘટાડો થાય છે. ગરીબ તથા તવંગર રાષ્ટ્રના કૃષિ તેમજ બિનકૃષિ ક્ષેત્રનો વૈશ્ર્વિક સંબંધ ૧૯૬૦ સુધી સામાન્ય જોવા મળ્યો હતો, પરંતુ નવા સંશોધન મુજબ ઉષ્ણકટીબંધમાં આવેલા ગરીબ દેશોમાં ઉત્તરોત્તર વધતું તાપમાન તેમને શીત કટિબંધ તથા સમશિતોષ્ણ કટીબંધના દેશથી અલગ પાડે છે. સંશોધનનો નિષ્કર્ષ સંભવિતરૂપે એટલી હકારાત્મક અસર દર્શાવે છે કે વધુ ટકાઉ ઊર્જા-સ્રોત તથા ગ્લોબલ વૉર્મિંગ ખાળવાના માનવીય પગલા આબોહવાના પરિવર્તનની ગતિ ધીમી પાડી શકે છે. જે વૈશ્ર્વિક ફ્લક પર આર્થિક અસમાનતામાં ઘટાડો કરી શકે છે, પરંતુ સમ્ાૃદ્ધ રાષ્ટ્રો ગ્લોબલ વૉર્મિંગથી થતા લાંબાગાળાના આર્થિક ફાયદા છોડવા માગતા નથી.

એવું કહી શકાય કે ક્લાઈમેટ ચેન્જ ઇકોનોમિક શરણાર્થીઓને પણ જન્મ આપે છે. કારણ આર્થિક અસમાનતા વ્યક્તિને માઇગ્રેટ થવા મજબૂર કરે છે. અમેરિકન સરહદો ઇકોનોમિક રેફ્યુજીનું ઉત્તમ ઉદાહરણ છે. ઘરઆંગણે ગ્લોબલ વૉર્મિંગને અટકાવવાના કે ઓછું કરવાના પ્રયાસો આર્થિક વ્યવસ્થા મજબૂત કરશે જેથી સમ્ાૃદ્ધ રાષ્ટ્રો તરફ સ્થાનાંતર કરતી પ્રજા ઘરઆંગણે વિકાસ કરવા વધુ પ્રયત્નશીલ બનશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

hn35881
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com