Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે

લાઈમલાઈટ-નિધિ ભટ્ટભારતમાં પ્રેમ કરનારા લોકોના મેળાપ-મુલાકાત અને ગઠબંધન રોમાનિયાથી થાય છે. નવાઈ લાગે છે ને? હકીકત એ છે કે ભારતના લોકો સંમોહન કરનારી રોમાનિયાની મહિલાઓની સહાયતા લઈ પોતાના પ્રિય પાત્રને વશમાં કરવાની કોશિશ કરી રહ્યા છે.

મંત્ર-તંત્ર અને ટેરોકાર્ડ રિડિંગમાં માસ્ટર ગણાતી રોમાનિયાની જાદુગરણીઓે વિચ તરીકે ઓળખાય છે. રોમેનિયન વિચ દુનિયાભરમાં મશહૂર છે. રોમેનિયન વિચ સમુદાય હાલ ભારતમાં ઑનલાઇન સેવા આપી રહ્યો છે. ઇન્ટરનેટના આગમન પછી તેમના વ્યવસાયમાં પણ તેજી આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સેવા આપતી રોમેનિયમ વિચ સારી એવી આવક કરતો હોવાનોે સમુદાય હોવાનું માનવામાં આવી રહ્યું છે. રોમેનિયમ વિચ લોકોને તેમના ખરા પ્રેમીને પ્રાપ્ત કરવામાં મદદ કરતા હોવાનો તેમનો દાવો છે, પરંતુ બદલામાં તેઓ ઊંચી કિંમત પણ વસૂલતા હોય છે. સાચે જ, લોભિયા હોય ત્યાં ધુતારા કદી ભૂખે ન મરે.

ભારતમાં તેઓ ફેસબુક, વૉટ્સઍપ, વીડિયો ચૅટ કે કૉલ દ્વારા ઑનલાઇન સેવા આપી રહ્યા છે. રોમેનિયન વિચ વીડિયો કૉલ દ્વારા ભારતના તેમના ક્લાયન્ટને સામે બેસાડી મંત્ર-તંત્ર તેમ જ વિધિ કરાવે છે. તમામ વિધિ દ્વારા લોકોના કાર્યસિદ્ધ થતા હોવાનો રોમેનિયમ વિચનો દાવો રહ્યો છે. દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં લોકો તેમનો ઑનલાઇન સંપર્ક કરે છે. આ જદુગરણીઓ તેમના ક્લાયન્ટ સમક્ષ ઑનલાઇન ઉપસ્થિત થઈ તેમને કાર્યસિદ્ધિ માટે પ્રયાસો કરાવે છે. એવા વાક્યો બોલાવે છે જેની મદદથી સામેની વ્યક્તિ પોતાના પ્રિય પાત્રને મળી શકે. ૨૦ વર્ષની વિચ કાસાન્દ્રા દાવો કરે છે કે તેમના શબ્દોમાં તાકાત હોય છે. જેનાથી માણસનું ધાર્યું કામ થાય છે. બ્રાઝિલના પ્રસિદ્ધ બેસ્ટસેલરે રોમેનિયન વિચ પર એક પુસ્તક તૈયાર કર્યું છે જેમાં તેમણે તેની સંપૂર્ણ માહિતી આપી છે. યુરોપમાં ચારથી પાંચ હજાર વિચ છે જે માત્ર જાદુટોણા, તંત્ર-મંત્રથી જ મબલક કમાણી કરે છે. ઇન્ટરનેટ દ્વારા તેમના કામને વધુ વેગ મળ્યો છે.

ભારતમાં પણ રોમેનિયન વિચ હાવી થતી જાય છે. કેટલીક તો ખાસ ભારતની મુલાકાતે આવે છે. લોકો પુષ્કળ પૈસા ખર્ચી તેમને ખાસ બોલાવે છે. વળી અજ્ઞાની અને અંધશ્રદ્ધાળુ પ્રજા તેમની તરફ વિશેષ આકર્ષિત થાય છે. વિચ ખાસ અનુષ્ઠાન પણ કરે છે. રોમાનિયાની વિચ મારિયા જણાવે છે કે તે અનુષ્ઠાનમાં ફૂલ, કાંસુ તથા વિશેષ યંત્રનો ઉપયોગ કરે છે. તેના કહેવા પ્રમાણે અનુષ્ઠાન વિશેષ પ્રભાવી નીવડે છે. ઘણી વખત વિચ ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા તથા મેઈલ દ્વારા દુનિયાના વિવિધ પ્રાંતના લોકો સાથે સંપર્ક વધારે છે. તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી એક પ્રકારનું રીતસર માર્કેટિંગ જ કરે છે તે જણાવે છે કે લગભગ બધા નાગરિકો તેમનું ભવિષ્ય જાણવા ઉત્સુક હોય છે. તેમનું કામ સરળ થઈ જાય છે. ટેરોકોર્ડ દ્વારા પણ તેઓ વ્યક્તિનું ભવિષ્ય જણાવે છે. ટેરોકાર્ડ રીડિંગના તેઓ ૫૦ યુરોથી માંડીને સારી કિંમત મેળવે છે. પ્રેમ, પૈસો અને આરોગ્ય લોકોનો મુખ્ય વિષય હોય છે.

હાલમાં રોમેનિયન વિચે રાજકારણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેઓ ઍન્ટિ-કરપ્શન વિભાગ માટે પણ કામ કરે છે. ભ્રષ્ટાચારના મામલે તેઓ અન્ય ૯ વિચ સાથે મળી યુએસ, યુરોપ સાથે જોડાયા છે. વિચ મિંકા જણાવે છે કે વિચના પણ સિદ્ધાંતો હોય છે. બરાબર કામ ન કરનાર, કોઈનું ખરાબ ઇચ્છનાર અને કોઈને નુકસાનજનક કામ કરનાર વિચને આરોગ્યની સમસ્યાનો સામનો કરવો પડે છે. કુદરત પણ તેનો ન્યાય કરે છે. રોમેનિયન વિચ દેશની ભ્રષ્ટ સરકાર સામે ૨૫મેથી એકત્રિત થઇને કામ કરશે જેથી દેશનું ભલું થાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

24E5201
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com