Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
રુક જાના નહીં તુ કહીં હાર કે
સુરદાસો પણ પર્વતારોહણ કરી શકે એ માટે શિવા ગુલવાડીએ અથાક પ્રયાસો કરીને તેમને માટે નવો દરવાજો ખોલી આપ્યો

પ્રાસંગિક-નિધિ ભટ્ટશિવા ગુલવાડી એ શખસ છે જે પર્વતારોહકોને પ્રોત્સાહન આપે છે અને તેમણે આ પ્રવૃત્તિને વેગ આપવાનો ભેખ લીધો છે. શારીરિક રીતે અક્ષમ લોકોને લઇને આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમાંજરો જવા માગતી એક મહિલા પર્વતારોહક માટે આયોજક તરીકે ઉચ્ચ ભાવના સાથે પોતાના નાણાંની થેલી વેરી દીધી. આપણે જાણીએ છીએ કે પર્વતારોહણ કરવું કેટલું કઠિન હોય છે અને એમાંય સૌથી ઊંચા પર્વતો સર કરવા માટે તો લાખો રૂપિયાનું ભંડોળ હોવું જોઇએ, જે દરકે પર્વતારોહણ માટે ભેગું કરવું શક્ય નથી હોતું. આથી તેમના માટે પ્રાયોજકોની જરૂર પડે છે. એવું જ બન્યું પત્રકાર અને પર્વતારોહક અનુષા સુબ્રમણિયનની સાથે. તેને પણ અક્ષમ લોકોને લઇને કિલિમાંજરો પર્વત સર કરવો હતો.

એક નવા પ્રકારના એક્સપીડીશનમાં 13 ભારતીયો અને ઇઝરાયલીઓએ પર્વતારોહણ કર્યું હતું, તેમાં અંધ પર્વતારોહકો અને સશક્ત પર્વતારોહકો બંનેએ સાથે આ એક્સપીડીશન કર્યું હતું. તેમાં બે ભારતીય અને એક ઇઝરાયલી અંધ પર્વતારોહકો હતા. તેમાં અનુષા સુબ્રમણિયન તેમની લીડર હતી.

અનુષા સુબ્રમણિયનને પર્વતારોહણનો બહુ શોખ છે. આથી તેના એક્સપીડીશન અંગેના વિચારો બહુ જુદા જુદા પ્રકારના છે. અને ગુલવાડી પણ પર્વતારોહકોને પ્રોત્સાહન આપે છે. આથી તેમને દૃષ્ટિહિન અને નરી આંખે જોઇ શક્તા લોકોને એકસાથે એક્સપીડિશન કરતા જોવા હતા, પણ તેના માટે પ્રાયોજકો મળે કે નહીં તેની તેમને શંકા હતી અને તેઓમાને છે કે તેઓ એમ જ કહેશે કે તમે શા માટે અંધ લોકો સાથે પર્વતારોહણ કરવા માંગો છો? જ્યારે તમારી પાસે અન્ય હેતુ છે? એવું એક જણે કહ્યું હતું તમે આવું જોખમ કેમ ખેડવા માગો છો? પણ અનુષાએ નક્કી કર્યું છે કે તે જશે જ, જો પર્વતારોહણમાં તે એકલી જ જનારી વ્યક્તિ હશે તો પણ.

યુએસની કંપની સાથે જોડાયેલા આ 60 વર્ષના વરીષ્ઠ અધિકારી ગુલવાડી કહે છે, ‘આ ખરેખર નારી સશક્તિકરણનું પગલું છે’. તે પહેલા પણ હતું અને હંમેશાં રહેશે. આ બહુ મોટી વાત છે અને મને આશ્ર્ચર્ય થાય છે કે તેને પ્રાયોજકો મળવામાં સમસ્યા કેમ થાય છે? આથી તેમણે પોતે તેને મદદ કરવાનું વિચાર્યું અને પોતાની પુત્રીને તેની માહિતી મોકલી, જે યુ.કે.માં યુનિવર્સિટી ઑફ લીડ્સ ખાતે ડિસએબિલિટી સ્ટડીઝમાં તેનું માસ્ટર્સ કરી રહી હતી. તેની પુત્રી સાથેની તેની વાતચીતમાં તેમને સશક્ત અને સાજા માણસો અને અપંગ માણસો વચ્ચેના તફાવતને જાણવાની તક મળી. તે કહે છે, તેણે મને કહ્યું કે આપણા જેવા કહેવાતા ‘સામાન્ય’ માણસો જ તેમને અપંગ બનાવી દઇએ છીએ, તેમને શક્ય વિકલ્પો ન આપીને.

યુ.એસ. અને ભારતમાં ‘અપંગતા સાથેની વ્યક્તિઓ’ એ એકદમ સ્વીકાર્ય વ્યાખ્યા છે, જ્યારે યુકેમાં આની પરીકલ્પના એવી છે કે માણસની ક્ષતિઓ અપંગ બની જાય છે, કારણ કે સમાજનો રવૈયો એવો હોય છે કે જે જરૂરી છે તે કામ કરે કે ના કરે, પણ તેમની સમજદારીમાં ભિન્નતા હોય છે, એમ તે કહે છે. આથી ગુલવાડીએ પોતાની બધી બચત આ ધ્યેયકાર્ય માટે વાપરવાનું નક્કી કર્યું અને સુબ્રમણિયમને મેલ કર્યો અને ઉક્ેલઆધીન સંપર્ક કર્યો. તેઓ કહે છે, ટ્રેક શરૂ થાય તે પહેલાં મેં અનુષાને જોઇ અને તેને આગળ વધવાની વિનંતી કરી. તેનામાં અદમ્ય ચાહત હતી અને બધી રીતે જોઇએ તો તેનામાંરહેલી આંતરિક શક્તિથી હું બહુ અભિભૂત થઇ ગયો,’ એમ ગુલવાડી કહે છે.

તે પછી બંને એક મહિના પછી મળ્યા અને ગુલવાડીને તેનામાં વધુ સામાન્ય વસ્તુઓ દેખાઇ, તેની ધીરજ અને પોતાનો ધ્યેય પૂરો કરવાનો સંકલ્પ અને સમસ્યાનો ઉકેલ લાવવા અંગેનું તેનું ધ્યેયબદ્ધ વલણ. તેની ઇચ્છા બહુ સબળ હતી.

સુબ્રમણિયમ કહે છે, ‘ગુલવાડી મારા માટે ભગવાન જેવા હતા, જેમણે મારો પ્રોજેક્ટ હાથમાં લીધો અને તે પણ ફક્ત પ્રાયોજક તરીકે નહીં, જે આ કાર્યને પોતાની ફરજ સમજીને કરે, એક વખત નાણાં આપવાનું કહી દીધા પછી, પણ તેમણે મારા આખા ટ્રેકિંગ પ્રવાસનીયોજના બનાવી નાંખી. અને કશું જ પ્રાયોજક તરીકે કામ નહોતા કરતા. તેણે ફક્ત એક કે બે વ્યક્તિ સાથે આગળ વધવાનું નક્કી કર્યું, પણ તેની જાણ બહાર કશું બનવાનું હતું. તેને હજુ પણ તે 26મી જૂન યાદ છે. એક સાંજે હું ટેક્સીમાં ઘરે જઇ રહી હતી ત્યારે ગુલવાડીએમને ફોન કરીને કહ્યું કે તું જે કરી રહી છે તે બહુ ફેન્ટાસ્ટિક છે. હું આ કામ માટે બહુ સ્પષ્ટ નથી, પણ મારે તારી સાથે માનવીયશક્તિની ઉજવણી કરવી છે. ટૂંકમાં કહું તો હું તારા આખા પ્રવાસને પ્રાયોજિત કરીશ. તે એકદમ ચકિત થઇ ગઇ અને ડ્રાઇવરને ટેક્સી રોકવાનું કહ્યું. જેથી હું બધું બરાબર સમજી શકું.’ તેણે તેમને પ્રથમ પ્રશ્ર્ન એ કર્યો કે તમે એમ શા માટે કરવા માગો છો? તે કહે છે, મને આ પ્રશ્ર્નનો ઉત્તર તેઓ આપી ન શક્યા. મારેબીજા કોઇ પાસેથી પૈસા જોઇતા હતા. તે મને શા માટે નાણાં આપે? તેના કરતા પણ વધારે તેમની બોલીમાં અને ઇ-મેલમાં સજ્જનતા દેખાતી હતી. તેમણે મને બહુ પ્રશ્ર્નો નહોતા કર્યા. તે તો ફક્ત મારું કામ પૂરું કરાવવા માગતા હતા. પછી તાન્ઝાનિયન ટુર કંપનીને મારા માટેનું ફંડ ટ્રાન્સફર કરવામાં અડચણ આવી રહી હતી તેમાં તેમણે મદદ કરી અને મને કહ્યું કે તું તારા એક્સપીડીશન પર ધ્યાન આપ. મને લાગ્યું કે તમને કોઇ માનતું હોય તેવી વ્યક્તિ હોવી જોઇએ. તેમણે કહ્યું કે મને વિશ્ર્વાસ છે કે તું તારો પ્રવાસ પૂરો કરી શકીશ અને બધું બરાબર થઇ જશે. આથીમારામાં આત્મવિશ્ર્વાસ વધ્યો અને જવા મારું મન મક્કમ થઇ ગયું.’

તે પછી અમારી ટીમ સાત દિવસના એક્સપીડીશન માટે નીકળી પડી, જ્યાં એકદમ ઠંડી અને હાઇ અલ્ટીટ્યૂડ હતો. અમેપાંચ ક્લાઇમેટ ઝોનમાંથી પસાર થયા. અમે સ્ટેલા પોઇન્ટ, જે 5,752 મીટર પર છે, ત્યાં સુધી પહોંચ્યા અનેથાકીને ઠુસ થઇ ગયા હતા. મને નીચે ઉતરી જવાનું મન થયું. પણ અમારા ગાઇડે અમને કહ્યું કે પાર્કના સત્તાવાળાઓ તેમને તો પણ પ્રમાણપત્ર આપશે જો તમે 5,895 મીટરના એલ્ટિટ્યુડ પર પહોંચી નહીં શકો, પણ અમે આગળ જવા માગતા હતા ગુલવાડી માટે. આમ કરીને તેમના વિશ્ર્વાસને અમે એક નાનકડું સન્માન આપવા માગતા હતા. કોઇ પણ પર્વતારોહણ માટે તેમનો છેલ્લો પોઇન્ટ બહુ ખતરનાક હોય છે. તેનું અમારા પણ દબાણ ન હતું અને ગુલવાડી પણ એવા ન હતા કે તેના માટે કોઇ પ્રશ્ર્ન કરે. પણ તેમણે મારા માટે જે કર્યું હતું તેના વળતરરૂપે થોડી ખુશી તેમને આપવી મારા માટે જરૂરી હતી.

જ્યારે અમારી ટીમ પાછી ફરી ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અરાઇવલ ટર્મિનલ પર અમને લેવા આવનારાઓમાં સૌથી પહેલા ગુલવાડી હતા. તેમણે અમને આવકારીને કહ્યું કે ‘વેલકમ બૅક, કિલિમાંજરો હીરોઝ! અમારા એક્સપીડીશનની ફિલ્મ જોયા પછી તેમણે કહ્યું કે બહુ લોકો એ વાત સમજી નહીં શકે કે સુબ્રમણિયમે આ સાહસ કરવા પાછળ કેટલી મહેનત કરી છે અને સાથે સ્પોન્સરશીપ ન મળવાનું દુ:ખ પણ હતું. તેને જોઇતું હતું તેના કરતા તેને વધુ મળ્યું છે. લોકો એવા પ્રશ્ર્ન પૂછે છે કે આ ટ્રેક તો બહુ મજા કરવા માટેના હોય છે, તમારે તેના માટે નાણાંની શું જરૂર? શું તેઓ ક્યારેય ટ્રેકિંગ કરવા ગયા છે? એવો પ્રશ્ર્ન પૂછીને તેઓ તેમની મર્યાદા વટાવે છે.’ તેમણે એમ પણ કહ્યું કે ‘તે સમજે છે કે જે નથી મળતું તેના માટે કેવી લાગણી થાય છે. તેના માટે કોર્પોરેટ સેટિંગ કરતા તેમને કેટલી મહેનત કરવી પડી હતી. તે જીવનનો અર્ક સમજાવે છે. મને જે મળ્યું છે તે મારા માટે બરાબર છે. તે એક હેતુ માટે છે અને મારા અસ્તિત્વનો અર્થ સમજાવે છે. તે માનવીની ભૌતિક જરૂરિયાત છે. પણ તને જે મળ્યું છે તે એક્સપીડીશન દ્વારા તેની જાત સાથે સંકળાવા માટે મળ્યું છે. તે શું પ્રથમ સ્થાન પર ન આવી શકે? કેટલીક વખત મનમાં નાનકડો ઝબકારો થઇ જાય અને તે વસ્તુ એકાએક થઇ જાય. આથી તે વસ્તુ ક્રિસ્ટલની જેમ મારા મનમાં સ્પષ્ટ હતી, અને તમે જ વિચારો શું તમે આવું ભગીરથ કાર્ય કરવાનું મિસ કરી શકો?’ એમ તે કહે છે.

ગુલવાડીકહે છે, ‘હું કંઇ ફિલોસોફર નથી અને મારામાં પણ તમારા જેવો જ શ્ર્વાસ વહે છે.’ તેમ કહીને તેઓ એક સૂૂફી કવ્વાલીની કડી કહે છે, ‘ભર દે મેરી ઝોલી, તાજદાર-એ-મદિના’. મને પૂરતું આપો ભગવાન, જેથી હું મારી ખાલી પડેલી ઝોળીની ખાલી જગ્યામાં મારી સિદ્ધિઓને ભરી શકું. કોઇપણવ્યક્તિ વારસાગત કંજૂસ નથી હોતી. દરેક જણ પોતાની પાછળ કંઇક તો મૂકીને જાય જ છે, એમ તે વિશ્ર્વાસપૂર્વક સ્મિત કરતા કહે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

dr7NM1n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com