Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
111 નોટ આઉટ- એવૉર્ડ ગોઝ ટુ ખીચડી?
બ્રિટનમાં હાલમાં જ સદી ઉપરાંત બીજા 11 જન્મદિવસ ઊજવનાર આલ્ફ્રેડ સ્મિથ અને બોબ વેઇટનના લાંબા આયુષ્ય પાછળ ઘણાં કારણો હશે, પણ તેમાંનું એક કારણ ખીચડી હોઇ શકે

સાંપ્રત-અનંત મામતોરાખીચડીને આપણે ભલે સાદુ ભોજન માનીએ પણ આ દુનિયામાં જે ગણ્યા ગાંઠ્યા સુપર શતકવીરો છે ( જેઓ 110 કરતાં પણ વધુ વયના છે) તેમાંના બે બ્રિટિશરોએ હાલમાં જ 111 વર્ષ પૂર્ણ કર્યા, એ લોકોનો માનીતો ખોરાક પણ નરમ ઘેંસ જેવો- આપણી ખીચડીને મળતો આવતો હોય તેવો છે. ભગવાનને અતિપ્રિય એવો ખીચડી જેવો સાત્ત્વિક આહાર મુખ્યરૂપે આરોગીને શતાયુ બનેલા આ બેઉ મહાનુભવોની અવનવી વાતો માણવા

જેવી છે.

વર્ષ 1908માં જન્મેલા આ મહાનુભાવોનેે હાલમાં આ બેઉ જણને 29મી માર્ચે 111 વર્ષ પૂર્ણ કરવા બદલ બ્રિટનના રાજઘરાનાના ઉપક્રમે રાણી એલિઝાબેથ-ટુ તરફથી બર્થ ડે કાર્ડ મોકલવામાં આવ્યું છે. બ્રિટનમાં એવી પરંપરા છે કે જે કોઇ વ્યક્તિ 100 વર્ષ પૂરા કરે તેને બ્રિટનના રાણી શુભેચ્છા કાર્ડ મોકલે છે. પછી જે વ્યક્તિ 105 વર્ષ પૂરા કરે તેને અને 110 વર્ષ પૂરા થયા પછી તો દર વર્ષે બર્થ-ડે કાર્ડ મોકલાવાય છે. બોબ વેઇટન અને આલ્ફ્રેડ સ્મિથના આ 111 વર્ષના જીવનકાળ દરમ્યાન ઇંગ્લેન્ડમાં 20 વડા પ્રધાનો બદલાઇ ચૂક્યા છે. બે મોટા વિશ્ર્વયુદ્ધ ખેલાઇ ચૂક્યા છે. આ બધી ઘટનાઓના જીવંત સાક્ષી જો કોઇ હોય તો આ બે બંધુઓ સ્મિથ અને વેઇટન. અલબત્ત તેઓ સગા ભાઇ નથી, પરંતુ બેઉ 1908માં એક જ દિવસે (29મી માર્ચે) જન્મ્યા હોવાથી એકબીજાને ટ્વિન બ્રધર (જોડકા ભાઇ) તરીકે જ ઓળખે છે. 2011ની 29 માર્ચે બ્રિટનના ઘણા છાપાઓમાં આ બન્ને શતકવીરોના ફોટોગ્રાફ્સ ભલે બાજુ બાજુમાં છપાયા હોય, પણ તેઓ એકબીજાથી 800 કિમી. દૂર રહે છે. તેઓ ક્યારેય એકબીજાને મળ્યાં નથી, પણ આ દિવસે એકબીજાને જન્મદિનની શુભેચ્છા આપતા કાર્ડ જરૂર મોકલે છે.

વેઇટનની વાત કરીએ તો 1930માં 22 વર્ષની ઉંમરે તેમણે તાઇવાનની એક મિશનરી સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. ત્યાંથી તેઓ કેનેડા થઇને અંતે અમેરિકા ગયા હતાં. 1941માં પર્લ હાર્બર પર જાપાન દ્વારા જે હુમલો થયો હતો ત્યારે તે અને તેમના પત્ની એગ્નિસ અમેરિકામાં હતાં. અત્યાર સુધી તટસ્થ રહેલું અમેરિકા આ ઘટના પછી બીજા વિશ્ર્વયુદ્ધમાં ધકેલાયું હતું. આ દંપતીને એક પુત્ર છે જે સ્વીડીશ યુવતીને પરણ્યો છે અને એક પુત્રી છે જે જર્મન યુવકને પરણી છે. કારકિર્દીની શરૂઆતમાં શિક્ષક તરીકે કામ કરનારા અને પછી એન્જિનિયર તરીકે કામ કરનારા આ વેઇટન દાદાને બે પુત્ર, એક પુત્રી સહિત ત્રણ સંતાન છે. 10 પૌત્ર-પૌત્રી અને 25 પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. વેઇટન કહે છે કે મારું કુટુંબ ઘણા બધા દેશના વતનીઓના સંમિશ્રણ જેવું છે પણ હું મારા પૌત્ર-પૌત્રીઓને પરદેશી કહેવડાવા તૈયાર નથી. મને બ્રિટિશ હોવાનો ગર્વ છે અને રહેશે. આ દીર્ઘ જીવન દરમ્યાન તમે દુનિયામાં કેવા બદલાવ જોયા એવા પ્રશ્ર્નના જવાબમાં વેઇટન કહે છે કે દુનિયામાં તો ઘણા અદ્ભુત પરિવર્તન થયા છે, પણ માણસ તો એવો ને એવો જ રહ્યો છે. એના શંકાશીલ સ્વભાવમાં કશો જ ફરક નથી પડ્યો.

સ્મિથ દાદા પણ વેઇટનની જેમ જ ઇંગ્લેન્ડમાં જન્મ્યા હોવા છતાં, કેનેડામાં કામ માટે ગયા હતાં. સૌપ્રથમ 1927માં, ઓગણીસ વર્ષની ઉંમરે કેનેડા જઇ ત્યાંના ખેતરોમાં કામ કર્યું હતું. પણ પાંચ વર્ષ બાદ તે સ્કોટલેન્ડ પાછા ફર્યા હતાં, તેમના ભાઇએ જે ટ્રક્ો લીધી હતી એ ચલાવવાનું કામ વર્ષો સુધી કર્યું. આજે પણ તેઓ ઇન્ટરવ્યુ આપતા કહે છે કે ઘણી વાર મારી જાતને હું પ્રશ્ર્ન પૂછું છું કે શા માટે હું જ લાંબું જીવન જીવી રહ્યો છું અને શા માટે મારી પછી જન્મેલા મારી આગળ થઇ ગયા. ઉલ્લેખનીય છે કે તેમના પત્ની 15 વર્ષ પહેલાં જ 97 વર્ષની વયે સ્વર્ગે સિધાવી ચૂક્યા છે અને એક પુત્ર પણ ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામ્યો છે.

સ્મિથને જ્યારે આ દીર્ઘાયુષનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે એ કોઇ ચોક્કસ ઉત્તર આપી શક્યા ન હતાં, પણ તેમણે એમ કહ્યું હતું કે બે કારણો હોઇ શકે, એક તો તમને જેમાં રૂચિ હોય એમાં જ કામ કરવાની તક મળે અને બીજું ઘેંસ જેવું નરમ ભોજન.

આવા ભોજનની જો આપણે સરખામણી કરવી હોય તો એને નરમ ખીચડી સાથે સરખાવી શકાય. આપણે ત્યાં તો સપરમાં દિવસે ક્યારેય ખીચડીનું આંધણ મુકાતું નથી. કોઇ બીમાર હોય ત્યારે ખાસ ખીચડી બનાવવામાં આવે છે. કોઇના ઘરે મરણ થાય તો આસપાસના સગાસ્નેહીને ત્યાંથી ખીચડી બનીને આવતી. જોણે ખીચડી એ શોકમાં ખાવાની વસ્તુ હોય. જોકે, શ્રીકૃષ્ણને ખીચડી વહાલી હતી. દુર્યોધનના બત્રીસ પકવાન છોડીને તેમણે વિદુરજીના ઘરે જઇ ખીચડી પ્રેમથી આરોગી હોવાનો ઉલ્લેખ મહાભારતમાં મળી આવે છે. એક સંશોધન અનુસાર ઘી નાંખેલી ખીચડી એ સંપૂર્ણ ખોરાક છે, કારણ કે આપણા શરીરને જોઇતા જીવનાવશ્યક તત્ત્વો કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી આ ત્રણે ખીચડીમાં રહેલા છે. ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ તો દાળમાં પ્રોટીન અને ઘીમાંથી ચરબી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પ્રોસેસ્ડ ફૂડ અને ફાસ્ટફૂડમાં ફસાયેલી આજની પેઢી જો ખીચડી, ઘેંસ, કાંજી કે રાબ જેવા વિવિધ આખા અનાજમાંથી બનતા ખોરાકનું સેવન વધારે તો ખરેખર વેઇટન અને સ્મિથ જેવું લાંબું આરોગ્યમય આયુષ્ય ભોગવી શકે ખરું.

----------------------------------------------

સુપર સેન્ટેનેરિયન્સ

સેન્ટેનેરિયન્સ એટલે આયુષ્યના 100 વર્ષ પૂરા કર્યા હોય તેવી વ્યક્તિ. સુપર સેન્ટેનેરિયન્સ એટલે 100 + 10 એટલે કે 110 કરતાં વધું વર્ષની જીવિત વ્યક્તિ. અમેરિકાના લોસ એન્જેલસ શહેરની એક સંસોધન સંસ્થા જે વિશ્ર્વના અતિવૃદ્ધ માણસોની માહિતી રાખે છે, તેના જણાવ્યા મુજબ હાલમાં વિશ્ર્વમાં 34 સુપર સેન્ટેનેરિયન્સ છે. બે બ્રિટિશ સેન્ટેનેરિયન્સની તો આપણે વાત કરી. આમ તો વિશ્ર્વમાં ઇટાલી થી માંડીને વેસ્ટ ઇન્ડિઝના જમૈકા સુધીમાં ઘણા સુપરશતકવીરો છે પરંતુ સૌથી વધુ સુપર શતકવીરો જાપાનમાં છે. આ દરેકના લાંબા આયુષ્યના પોતપોતાના રહસ્યો છે. જોકે, તેમની સાથેની વાતચીત પરથી કેટલાક નિમ્ન લિખિત તારણો નીકળ્યા છે જે તેમના આરોગ્યમય દિર્ઘાયુષ્ય માટે કારણભૂત હોય.

તમને જિંદગીમાં જે પણ અનુભવ મળે તેને આનંદપૂર્વક માણો.

દરેક વસ્તુઓ ખાવ, પણ સમપ્રમાણમાં ખાવ, અતિશયોક્તિ ન કરો.

જીવનમાં દયાભાવ, કરુણાભાવ રાખો

સકારાત્મક વલણ રાખો.

અન્યને સુખી રાખવાનો પ્રયત્ન કરો.

પૂરતી ઊંઘ લો.ાધ્યાત્મિક વિચારોને અનુસરો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

27243W
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com