Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સફળ સ્ટાર્ટઅપની કૂંચી આ દસ મંત્ર
આજકાલ સ્ટાર્ટઅપનો જમાનો છે. એમ કહેવાય છે કે રતન તાતાએ ક્યાંક એમ કહ્યું હતું કે, ‘નવો-અલગ-નોખો કોઈ વિચાર કે આઈડિયા મને ઉશ્કેરે એવો હોય તો હું એમાં રોકાણ કરું. તો માની લો કે આ કોઈ પણ સ્ટાર્ટઅપનો પહેલો મંત્ર છે

પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહલે...તમને એમ થશે કે આ વખતે વળી, સ્ટાર્ટઅપ વિશે લઈ બેઠા છે તે શુંય કહેવાનું હશે? વાત જાણે એમ છે કે, આપણો પેલો મિત્ર ચંદુ ચિંદી ખરોને? એનો ભાઈ ચિરાગ એક નવો સવાલ લઈને આવ્યો છે. અરે ભલા માણસ, ચિંદીનો ધંધો કરે એટલે આપણા મિત્ર ચંદ્રકાંત વડનગરવાળાને બજારમાં ચંદુ ચિંદીને નામે લોકો ઓળખે છે અને એ રીતે જ બોલાવે છે. આ ચંદુ આમ તો પરગજુ, પાકો વેપારી પણ ચિંદી જેવો દેખાવ (અને કદાચ સ્વભાવ પણ!) એટલે એની ખાસ પર્સનાલિટી નહીં, પણ એનો ભાઈ ચિરાગ હાળો રતન તાતા અને અઝીમ પ્રેમજી જેવી એક્ઝિક્યૂટિવ પર્સનાલિટી ધરાવે છે.

આ ચિરાગ એક તબક્કે એની કૉલેજની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયાને રવાડે ચડીને વિચિત્ર અને તરંગી હરકતો કરતો હતો. ઊંઘમાં પણ એનાં આંગળાં મેસેજ ટાઈપ કરતાં હોય એમ હવામાં ફરકતાં રહેતાં હતાં. ભલભલા માનસ ચિકિત્સકો એને નોર્મલ બનાવતા થાકી ગયા હતા. આ કોલમમાં મંગળવાર તારીખ 7-8-2018ના ‘જોમો એટલે છોડવાનો આનંદ’ ટાઈટલ હેઠળના લેખમાં એના વિશે લખ્યું હતું. આ ચિરાગ (ઉર્ફ ચંદુ ચિંદી કા ભાઈ) હવે એક કૉર્પોરેટ કંપનીમાં નોકરી કરતો હતો. હવે એને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે ત્યારે ચંદુએ એને આ કોલમને હવાલે કર્યો છે.

ચિરાગ શું સ્ટાર્ટઅપ શરૂ કરવા માગે છે એ વિશે કશું બોલ્યો નથી, પણ એણે સફળ સ્ટાર્ટ અપ માટે ‘કેટલાક મંત્રો આપો’ એવી માગણી કરી છે અને ટૂંકમાં સફળ સ્ટાર્ટઅપ કેવી રીતે ‘પુશ’ કરવું?... એવો સવાલ કર્યો છે. એ સાથે એની પાસે પૂંજી કે મૂડી અપૂરતી હોવાની પણ વાત કહે છે અને એનો ઉપાય પૂછે છે. જોઈએ એને આપણે શું કહી શકીએ.

ૄ પહેલો મંત્ર છે, કોઈને જ જેની જરૂર નથી એવી વસ્તુનું ક્યારેય ઉત્પાદન કે નિર્માણ ન કરશો: એવી જ સેવા કે સર્વિસ શરૂ કરો જેની માગણી જોરમાં હોય અથવા જેની માગણી જોર પકડી શકે એમ હોય. એ જ પ્રમાણે વેચાઈ શકે એવું કે જેની માગણી વધી શકે એવું ઉત્પાદન બનાવો.

ૄ બીજો મંત્ર છે, સ્રોતો નક્કી કરવા પહેલા સાવધાની રાખો: માનવબળની નિમણૂક કાળજીપૂર્વક કરવી, કારણ એ જ લોકો તમારો ઉદ્યોગ ચલાવવાના છે. એ જ રીતે કાચો માલ લેવો પડે એમ હોય તો એના સપ્લાયરો નક્કી કરવામાં ખાસ્સી કાળજી રાખો.

ૄ ત્રીજું, તમારું લક્ષ્ય કેન્દ્રિત રાખો: ટૂંકમાં તીર તાકતી વખતે અર્જુન જેવો એકાગ્ર હતો એવું તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર એકાગ્ર રાખો. એમાં પણ અસંબદ્ધ અથવા બિનજરૂરી બાબતો પ્રત્યે તમારું ધ્યાન ફેરવશો કે વાળશો નહીં. એમ કરવાથી તમારા ઉદ્યોગની સફળતા પર અસર પડી શકે છે.

ૄ ચાર, સેલ્સ અને માર્કેટિંગની અસરદાર અમલ બજવણી: કોઈ પણ ઉત્પાદન કે સેવાનું માર્કેટિંગ કરવું અત્યંત આવશ્યક હોય છે. એ કારણે ખાસ્સી હોંશિયારીથી યોજના આંકો.

ૄ પાંચમો મંત્ર, યોગ્ય જોઈન્ટ ફાઉન્ડર (સહસંસ્થાપક)ની વરણી કરો: તમારા જોઈન્ટ ફાઉન્ડરો, સહસંસ્થાપકોને બિઝનેસની લગન હોવી જોઈએ. એ પણ તમારી જેમ સતત બિઝનેસનું જ ચિંતન કરનારા હોવા જોઈએ. નહીં તો પાર્ટનરો કે સહસંસ્થાપકો પાર્ટટાઈમરની જેમ વર્તન કરતા હોય એવું અનેક ઠેકાણે જોવા મળ્યું છે.

ૄ છઠ્ઠા પગથિયે મંત્ર છે, પીછો ગ્રાહકોનો થવો જોઈએ: તમારા ઉત્પાદન કે તમારી સર્વિસ-સેવાના ગ્રાહકોને ઝડપથી ઓળખો, કારણ કે તમારી આવકનો આંકડો આ ગ્રાહકો થકી જ વધવાનો છે. ટૂંકમાં તમારે ગ્રાહકોનો પીછો પકડવાનો છે.

સાત, નાણાકીય પુરવઠાની જરૂરિયાત નાબૂદ થાય એ નિશ્ર્ચિત કરો: તમારા કામમાં-ધંધામાં રોકાણ કરવામાં ઉત્સુક હોય એવાઓને હેરીને સંપર્ક કરવા માંડો, કારણ કે નાણાં સિવાય કોઈ પણ ધંધો થાય જ નહીં, એ તમારા જેવા ચાલાક, સ્માર્ટ માણસને કહેવાનું ન હોય! વારંવાર તમને નાણાંની જરૂર પડતી હોય તો એના પર વિચાર કરો અને ઈલાજ ખોળો.

ૄ આઠમા સ્થાને, નાણાંનો ખર્ચ કરતી વખતે સાવધાની રાખો: હાથમાં હોેય એ નાણાંનો અતિશય કાળજીથી, સાવધાનીપૂર્વક ખર્ચ કરવો, કારણ કે બિનજરૂરી ખર્ચ તમારા કારભારની વૃદ્ધિને મારક-બાધક બની શકે છે.

ૄ નવમા સ્થાને કહેવાનું કે મદદ માગો: તમારા બિઝનેસને જરૂર હોય તો તે માટે મદદ માગવામાં સંકોચ ન પામશો, કારણ કે તમે દરેક મોરચાના તો નિષ્ણાત નહીં જ હોવાના! એટલે જ કોઈ બાબતે કોઈ જાણકારની, નિષ્ણાતની જરૂર હોય તો ચોક્કસ જ એની મદદ માગો.

ૄ દસમો અને છેલ્લો મંત્ર, સોશિયલ મીડિયાનો વપરાશ: સરખામણીની ઓછી કિંમતના તમારા ઉત્પાદન કે તમારી સેવા-સર્વિસની અસરદાર અને મોટી-વ્યાપક જાહેરખબર કરવાની ક્ષમતા સોશિયલ મીડિયામાં છે માટે યોગ્ય રીતે અને વિચારપૂર્વક સોશિયલ મીડિયાનો વપરાશ કરો.

આ વિષયમાં ઘણું બધું કહી શકાય એમ છે, પણ વ્યાપ વધે એમ જટિલતા પણ વધે એ ન્યાયે ટૂંકમાં સ્ટાર્ટઅપને સફળ કરવાની કૂંચીઓ અહીં આપી છે. એનો વપરાશ ખૂબીથી કરાય તો ચોક્કસ જ લાભ થાય.

ૄ ઓછી કે અપૂરતી મૂડીની તકલીફ

હવે ચિરાગનો સવાલ છે અપૂરતી પૂંજીનો! શું કરવું? તો એ વિશે વાત કરીએ.

ૄ નેટવર્કિંગ: તમારા કામ કે બિઝનેસની અન્યોને જાણકારી આપવાની શરૂઆત તમારા ઓળખીતા માણસોથી કરો. દરેક જણને એમ તો મિત્રમંડળી કે સગાંવહાલાં-સંબંધી અને ઓળખીતા હોવાના જ. તેમનાથી તમારા બિઝનેસની માહિતી આપી તમારું નેટવર્ક ઊભું કરવાનો આરંભ કરવો.

ૄ સંદર્ભ (હવાલો-રેફરન્સ): તમારા ઉત્પાદન કે સેવા-સર્વિસ માટે નવા ગ્રાહકો શોધવાનું કામ વધુ સરળ કે સહેલું થઈ જાય એ માટે લોકો પાસેથી રેફરન્સ મગાવો. પૂછવામાં કે કહેવામાં આવે એટલે આ પ્રકારે સંદર્ભ-રેફરન્સ આપવા માટે અનેક જણ ખડે પગે તૈયાર હોય છે. ગ્રાહક-સંખ્યા વધારવા માટે આ એક ઉત્તમ માર્ગ છે.

ૄમફત સેવા: તમે કોઈ ઉત્પાદન કે સર્વિસ-સેવા બજારમાં લોન્ચ કરી હોય તો સંભવિત ગ્રાહકોને એ ઉત્પાદન કે સર્વિસ તરફ આકર્ષિત કરવા માટે એ ઉત્પાદનનુું ટ્રાયલ પૅક અથવા એ સેવાની મફત ટ્રાયલ આપો. આમાં એક વાત ચોક્કસ જ છે કે જો ગ્રાહકને મફતનું ટ્રાયલ પૅક ગમ્યું-ફાવ્યું હશે તો અથવા તમારી સેવા-સર્વિસની મફત ટ્રાયલ ગમી હશે તો એ ગ્રાહક ફરી તમારી પાસે આવવાની સંભાવના તો રહે છે, એ સાથે એ ગ્રાહક તમારા ઉત્પાદનની કે સર્વિસની મોંઢામોંઢ જાહેરાત કરશે એ વધારામાં. તમારા ઉત્પાદન કે સેવાના ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવામાં આ ઉપાય કે આ માર્ગ બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે.

ૄક્રોસ-પ્રમોશન: તમારા બિઝનેસના પૂરક હોય એવા અન્ય બિઝનેસો સાથે ભાગીદારી કરવી તમારા ઉત્પાદન કે તમારી સર્વિસનાં માર્કેટિંગ માટે યોગ્ય રહેશે. દાખલા તરીકે, તમને કાચા માલનો પુરવઠો કરનારા સપ્લાયર સાથે તમે ભાગીદારી કરી શકો છો અને બેઉ મળીને પોતપોતાના સ્રોત એકત્ર કરી શકો છો અને બેઉ જણ માટે આવી તક ફાયદાની બની શકે છે. આવું જ તમારી સાથે સંકળાયેલા અને લાભકારી થઈ શકે એવા અન્ય સપ્લાયર કે બિઝનેસ સાથે પણ ભાગીદારી થઈ શકે છે.

ૄસોશિયલ મીડિયા: સોશિયલ મીડિયા પર તમારા ઉત્પાદન કે તમારી સેવા-સર્વિસનું પ્રમોશન-પ્રચાર લાંબા સમય માટે કરવો ફાયદેમંદ બની શકે છે, કારણ કે આજે તો દરેક જણ કોઈ ને કોઈ સોશિયલ મીડિયા પર સક્રિય હોય જ છે. તમે તમારા ઉત્પાદન કે સર્વિસ સંબંધી એક અલગ પેજ બનાવીને એના પર તમારી સર્વિસ કે તમારા ઉત્પાદનો વિશે વાત કરી શકો છો. એની ખાસિયત કે વિશેષતા વિશે જણાવી શકો છો. તમે તમારું પેજ પ્રમોટ કરી શકો છો અને એના દ્વારા સંભવિત ગ્રાહકોને તમારા ઉત્પાદન કે સર્વિસ સંબંધી અસરકારક રીતે વાત કરી શકો છો.

આટલી વાત ઓછા નાણાં ધરાવનારા સ્ટાર્ટઅપ વિશે આપણે કરી, પણ દરેક બાબતોનો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરવામાં આવે તો જ એનો વધુમાં વધુ ફાયદો લઈ શકાય નહીં તો આદુંના સ્વાદમાં કોને કશી ખબર ના પડે એ વિશે તો તમે જાણતા જ હશો નહીં તો કોઈ જાણકારને પૂછી શકો છો કે...કૌન ના જાને અદ્રક કા સ્વાદ?!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2M4y550L
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com