Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ઓનલાઈન ફૂલ વેચવાના પ્રયોગ તરીકે શરૂ કરાયેલા બિઝનેસે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું
બિઝનેસની જાણકારી કે અભ્યાસ વિના તેમાં એક ટેસ્ટ - પ્રયોગ તરીકે ઝંપલાવનાર દક્ષિણ આફ્રિકાના રયાન બેચરે અદ્ભુત સફળતા મેળવી

સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈકોઈ અનુભવ - જાણકારી વિના માત્ર પ્રયોગ તરીકે દક્ષિણ આફ્રિકાના રયાન બેચરે મિત્રની સાથે મળીને ફૂલોની સપ્લાઈ ઓનલાઈન સર્વિસ દ્વારા શરૂ કરી હતી. થોડા દિવસ આ કામ કરીને બંધ કરશું એવું નક્કી કર્યું હતું.

માન્યામાં નહીં આવે એમ પણ મહિના જેટલો ઓર્ડર પ્રથમ દિવસે જ મળી જતાં તેઓ ઉત્સાહમાં આવી ગયા હતા તેથી પ્રયોગ તરીકે શરૂ કરેલા ઓનલાઈન બિઝનેસને કાયમ માટે ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. નેટ ફ્લોરિસ્ટ નામે ઓનલાઈન સર્વિસ સેમ ડેની ટેગલાઈન સાથે દેશભરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી.

20 વર્ષમાં ફ્લાવરની સાથે ગિફ્ટ સર્વિસ, ફૂડ પ્રોડક્ટ પણ શરૂ કરતાં દક્ષિણ આફ્રિકાના ટોપના બિઝનેસમેન બની ગયા હતા. સારી ક્વૉલિટી અને ઝડપી સર્વિસના કારણે ગ્રાહકો રિપીટ થવા માંડ્યા હતા.

હાલ આ કંપની વિશ્ર્વના અનેક દેશમાં કાર્યરત છે. ફૂલોની જાણકારીનો અભાવ તથા માર્કેટિંગનું જ્ઞાન નહીં હોવા છતાં સાહસ કર્યું. બાદમાં રિસર્ચ કરીને ડાટા ભેગા કર્યા પછી જાણકારી મેળવી અભ્યાસ કર્યો અને અસાધારણ સફળતા મેળવી. આ ક્ષેત્રે અનેક સ્પર્ધા છતાં મજબૂત સ્થાન મેળવ્યું.

રયાન બેચરની ફલોરિસ્ટથી લઈને અન્ય બિઝનેસ સફરની મહેક માણીએ. દક્ષિણ આફ્રિકાના જહાનીસબર્ગમાં રયાન બેચરે બીએની ડિગ્રી લીધા બાદ 1994માં લોની ડિગ્રી મેળવી હતી. ભણતર પૂર્ણ કર્યા બાદ જે કામ મળે તે શરૂ કર્યું. પ્રારંભમાં બે વર્ષ કેરેબિયન કલબ મેડમાં ટેનિસ કોચ તરીકે કામ કર્યુ. બાદમાં તેઓ વતન જ્હાનીસબર્ગ પરત આવ્યા. અહીં ઈન્ટરનેટ કંપનીમાં કામ કર્યું. તેમને કોઈક બિઝનેસ ચાલુ કરવો હતો. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર નેટ એક્ટિવમાં સેલ્સ મેનેજરનું કામ કર્યું હતું.

પ્રારંભમાં પ્રયોગ તરીકે ધંધો કરીએ એવું વિચારતા હતા. તેમણે બે મિત્રને વાત કરી અને તેઓ પણ આ વિચાર સાથે સહમત થયા. 24 વર્ષની ઉંમરે બે મિત્રો સાથે મળીને પ્રેમના પ્રતીક દિવસ ગણાતા વેલેન્ટાઈન ડેના દિને એક પ્રયોગ તરીકે જ નેટ ફ્લોરિસ્ટ કંપની શરૂ કરી. નસીબે એવો પલટો માર્યો કે પ્રાયોગિક ધોરણે ચાલુ કરેલી નેટ ફ્લોરિસ્ટ કંપની એવી જોરદાર ચાલી કે દક્ષિણ આફ્રિકાની નંબર વન ઈ-કોમર્સ/ ઓનલાઈન કંપની બની ગઈ. આ કેવી રીતે શક્ય બન્યું તે વિશે જાણીએ.

રયાન અને મિત્રોની યોજના સાઈટ એક-બે દિવસ પૂરતી ચલાવવાની હતી. કંઈ કામ નહોતું એટલે એક પ્રાયોગિક સાહસ તરીકે ઓનલાઈન ફૂલોનું વેચાણ શરૂ કર્યું હતું. તેઓના આશ્ર્ચર્ય વચ્ચે પ્રથમ દિવસે જ 30,000 રેન્ડનો (દક્ષિણ આફ્રિકાની કરન્સી) ઓર્ડર મળ્યો. એક રેન્ડ એટલે રૂા. 5 જેવા થાય. એટલે કે દોઢ લાખનો ઓર્ડર મળતાં તેમણે વિચાર બદલીને આ લાઈનમાં જ આગળ વધવાનું નક્કી કર્યું.

ફ્લાવર શોપની એક મહિના જેટલી સરેરાશ રેવન્યૂ જેટલું કામ એક દિવસમાં મળી જતાં ઉત્સાહમાં આવી ગયા. ફૂલોમાં ગુલાબ વિશે થોડી ઘણી જાણકારી હતી. બાકી માર્કેટિંગ ટેક્નોલોજીથી અજાણ અને ફ્લોરિસ્ટની કોઈ ટ્રેનિંગ નહીં હોવા છતાં હિંમત હાર્યા વિના આ ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય લીધો.

માન્યામાં નહીં આવે એમ ફ્લોરિસ્ટનો બિઝનેસ માત્ર ચાલ્યો જ નહીં, પરંતુ નોંધપાત્ર પ્રગતિ કરી. રયાનના માતા-પિતાએ પુત્રને સલાહ આપી હતી કે ઓનલાઈન ફ્લાવર વેચાણનો આઈડિયા ફક્ત પ્રયોગ પૂરતો ઠીક છે. કારણ કે આ લાઈનનો અનુભવ નહોતો. બીજું અન્ય દેશની સરખામણીએ દક્ષિણ આફ્રિકામાં ઓનલાઈન - ઈ.કોમર્સનો બિઝનેસ પ્રાથમિક તબક્કામાં હતો. ખાસ વિકસ્યો નહોતો.

ઓનલાઈન ફ્લોરિસ્ટના ધંધામાં પ્રારંભમાં જ સારી કમાણી થતાં રયાનને આ ક્ષેત્રે ઘણી સંભાવના દેખાઈ. રયાનની ટીમે રિસર્ચ ડાટા ભેગા કરવાનું શરૂ કર્યું. વ્યૂહાત્મક પ્લાન બનાવ્યો. અન્ય ફ્લોરિસ્ટ કંપનીનો અભ્યાસ કર્યો. પ્રારંભમાં આ કંપનીએ ઘણા પડકાર-સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. અન્ય ફ્લોરિસ્ટ કંપની સાથે કરાર કર્યા. ટીમે ઈ.મેઈલ માર્કેટિંગ તરફ વધુ ધ્યાન આપ્યું.

ફ્લાવર ડિલિવરી સેમ ડે એટલે કે જે દિવસે ઓર્ડર મળે તે જ દિવસે ફૂલોની ડિલિવરી આપવાની સર્વિસના કારણે દેશભરમાં નેટ ફ્લોરિસ્ટ કંપની પ્રખ્યાત થઈ ગઈ. સારી ક્વૉલિટી અને ઝડપી સર્વિસ મળે તો ગ્રાહકો માગે તે ભાવ ચૂકવવા તૈયાર છે એ ધ્યાનમાં લઈને તેમણે ક્વૉલિટી અને સર્વિસ પર વિશેષ ભાર આપ્યો છે. દક્ષિણ આફ્રિકાના લોકોને ઓનલાઈન ઓર્ડર માટે સમજાવવા પ્રારંભમાં ઘણી મથામણ કરવી પડી હતી. કારણ કે 1999-2000માં આ ક્ધસેપ્ટ નવો હતો. 20 વર્ષમાં ઓનલાઈન રિટેલર તરીકે તેમની કંપનીએ દક્ષિણ આફ્રિકામાં ટોપનું સ્થાન મેળવી લીધું. ઈન્ટરનેટ સ્ટાર્ટઅપથી શરૂ કરીને રિટેલર તરફનું પરિવર્તન સફળ રહ્યું.

ફૂલોની સપ્લાય અને ઓનલાઈન કરવાથી લઈને તેમણે વૈવિધ્યકરણ કરીને મોટા ગ્રાહક વર્ગને આવરી લીધો. વિલંબ વિના ઝડપી સર્વિસના કારણે ફૂલોની માર્કેટમાં નેટ ફ્લોરિસ્ટ મોટો હિસ્સો ધરાવે છે. 70 ટકા માલ દક્ષિણ આફ્રિકામાંથી મેળવે છે. બાકીના 30 ટકા આફ્રિકાના અન્ય દેશમાંથી મેળવે છે. થર્ડ પાર્ટી ડિલિવરી પર ઓછો આધાર રાખે છે. પોતાના ડિલિવરી વાહનો રાખ્યા છે. લોકલ સપ્લાયરનો ઉપયોગ કરે છે.

ફ્લાવર બાદ ગીફ્ટ પ્રોડક્ટ, બેકરી પ્રોડક્ટ, ક્ધફેકશનરી ફૂડ આઈટમ, પેરીશેબલ અને નોન પેરીશબેલ આઈટમની ડિલિવરી શરૂ કરી હતી. કંપનીની ટેગલાઈન "સેમ ડે ગિફ્ટ સર્વિસ કંપની દેશભરમાં પ્રખ્યાત થઈ હતી.

રયાન કંપનીના એમડી તરીકે દૈનિક કામગીરી પર ધ્યાન રાખે છે. કંપની પાંચ મોટા વેરહાઉસ અને 200થી વધુ ફ્રેન્ચાઈસી ધરાવે છે. આફ્રિકા ઉપરાંત અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જર્મની સહિત અનેક દેશમાં કંપની કાર્યરત છે. તેમની નેટ ફ્લોરિસ્ટ કંપનીએ બિલગેટ્સ સહિત વિશ્ર્વ વિખ્યાત બિઝનેસમેન, સેલિબ્રિટી તરફથી ફલાવર બુકેની ડિલિવરી કરી છે.

પત્નીને અન્ય ગિફ્ટ કે મોંઘામાં મોંઘી આઈટમ કરતા ફ્લાવર વધુ ગમે છે. કારણ કે દિલને ફૂલો વધારે સ્પર્શી જાય છે. રયાનને ટેનિસ ગોલ્ફનો શોખ છે. ગમે તેટલા બિઝી શિડ્યુલમાંથી પણ પરિવાર માટે સમય કાઢે છે. રયાનને પૂછવામાં આવ્યું કે તને બુક કે મુવી બંનેમાંથી વધારે શું ગમે અને પ્રાધાન્યતા આપો ત્યારે તેમણે કહ્યું કે મુવીની સરખામણીએ સારા પુસ્તકને વધારે અગ્રીમતા આપું કારણ કે એક સારું પુસ્તક પ્રેરણા આપવાની સાથે લાંબો સમય અસર કરે છે. શિક્ષિત-ભણેલા વિશે તેમની વ્યાખ્યા અલગ છે. લખતા-વાંચતા નહીં આવડે તે અભણ નથી, પરંતુ જેઓ નવું શીખવાને અને ફરીથી શીખવાનો - જાણવાનો પ્રયત્ન કરતાં નથી તે અભણ છે.

તમારે આગળ આવીને પ્રગતિ કરવી હોય તો ફક્ત લોકલનું જ વિચારો નહીં, પરંતુ "થીન્ક ગ્લોબલી એમ માને છે. જીવનમાં દરેકને તાણ-ટ્રેસ આવે છે. તેમાંથી બચવા હું કસરત કરું છું. મેડિટેશન કરું છું અને તાણની અનુભૂતિ મેળવવા પ્રયાસ કરું છું. માણસ ક્યારેક તો જુઠ્ઠું બોલતો જ હોય છે. રયાન જણાવે છે કે મારા સંતાનોની સુરક્ષા માટે ઈમોશનલ થઈને ક્યારેક જૂઠું બોલું છું. મારી લાઈફમાં ઘણો સમય સેન્સ વગરની બાબતો પર બગાડ્યો છે તે રયાન કબૂલ કરે છે. લગભગ તમામ માનવીની પરિસ્થિતિ પ્રમાણે સમય વેડફાઈને વ્યર્થ જતો હોય છે. મુંબઈમાં રોજ ટ્રેન પ્રવાસ કરનારાને આનો અનુભવ છે.

બિઝનેસમાં સફળતા માટે તેઓ સારી ક્વૉલિટી અને સર્વિસને ક્રેડિટ આપે છે. સર્વિસ એવી આપો કે ગ્રાહક રિપીટ થાય. રયાન બેચરે અગાઉ બિટકોઈન કરન્સીમાં મોટું રોકાણ કર્યું હતું. ભારત સહિત ઘણાં દેશોમાં આ કરન્સી ગેરકાયદે ગણાય છે. દસ વર્ષમાં તેમણે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવૉર્ડ મેળવ્યા છે. ફ્લોરિસ્ટનો બિઝનેસ ધારણાં કરતાં વધુ ઝડપથી વિસ્તર્યો. અમે સમય કરતાં આગળ નીકળી ગયા એમ રયાન અને તેની ટીમ માને છે.

અમુક સ્કૂલમાં ફ્લોરિસ્ટ માટેનો ડિપ્લોમા કોર્સ ચાલે છે. ટ્રેનિંગ લીધી હોય તો સારો ધંધો થઈ શકે છે. જો કે રયાને કોઈ ટ્રેનિંગ લીધા વિના ફ્લોરિસ્ટ ક્ષેત્રે ઝંપલાવ્યું અને બાદમાં જાણકારી મેળવી. આ ધંધામાં બાદમાં સ્પર્ધા ઘણી વધી છે. જો કે કલાકમાં સરેરાશ 18 થી 20 ડૉલર કમાઈ શકાય છે. રૂપિયાની દૃષ્ટિએ રૂા. 1300 થી 1500ની કમાણી શક્ય છે. ફ્લોરિસ્ટની સાથે ગીફ્ટ સર્વિસ ઉમેરાય તો આવક હજુ વધી શકે.

કંપનીનું 50 ટકા વેચાણ ગિફ્ટ સર્વિસમાંથી મળે છે. નેટ ફ્લોરિસ્ટે અન્ય બ્રાન્ડ જેવી કે નેટ જ્વેલ, નેટ પરફ્યુમ, નેટ ગિફ્ટ વિકસાવી, તાજા ફળો, શાકભાજી ઘર સુધી પહોંચાડવા કંપનીની યોજના છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

C7w7p4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com