Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
...ક્યોંકિ ‘સોના’ ભી ઝરૂરી હોતા હૈ

સાંપ્રત-મેધા રાજ્યગુરુઆસપાસના પરિસરમાં કોઇ અકસ્માત કે દુર્ઘટના ન બને તે માટે નાઇટ પેટ્રોલિંગ કરતાં સિક્યોરિટી ગાર્ડ જોરથી વારંવાર એક વાક્ય બોલે છે, ‘જાગતે રહો!’ તે રાત્રે સૂતેલા સ્થાનિક લોકોને એલર્ટ રહેવા માટે આ વાક્ય બોલે છે, પણ દેશના યુવાનિયાઓએ આ વાતને વધુ ગંભીર લઇ લીધી હોય એવું લાગી રહ્યું છે.

દિવસ ને રાત તેઓ જાગ્યા કરે છે. એટલા માટે નહીં કે તેમના ઘરમાં કોઇ પ્રકારની દુર્ઘટના ન થાય, એટલા માટે કે તેમને સોશિયલ મીડિયાનો ચસ્કો લાગ્યો છે. રાતરાત ભર તેમની નીંદર પૂરતી ન થતી હોવાથી શરીરમાં જાતજાતના રોગ ઉદ્ભવે છે. આવા લોકોની ઊંઘ ઉડી જવાનું મુખ્ય કારણ છે ઇલેક્ટ્રોનિક રમકડાં.

જ્યારથી આવા રમકડાંનું ચલણ વધ્યું છે, ત્યારથી દેશભરના યુવા વર્ગને તેનું ઘેલું લાગ્યું છે અને એટલી હદ સુધી પસંદ પડી ગયાં છે કે તેઓ રાત્રે સૂતી વખતે પણ તેને છોડવાનું નામ નથી લેતાં. સાચું કહીએ તો આ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં આવતી ગેમ્સ

અને સોશિયલ મીડિયાની વિવિધ એપ્લિકેશનના કોકડામાં લોકો એકવાર ગૂંચવાઇ જાય ત્યારબાદ તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહે છે, પરિણામે તેમની પૂરતી ઊંઘ

થતી નથી.

ઊંઘ ન થવાથી શરીરમાં વિવિધ પ્રકારની માંદગી પ્રવેશે છે અને ખાસ કરીને અનિદ્રાની બીમારીનું પ્રમાણ આજના યુવા વર્ગમાં વધી રહ્યું છે. જોકે, ડૉક્ટરોના જણાવ્યા અનુસાર સારા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે વ્યક્તિ માટે ઓછામાં ઓછા આઠ કલાકની ઊંઘ તો જરૂરી હોય જ છે, જો તે પૂરતી ન થાય તો શરીરમાં થાક, ડિપ્રેશન, અનિદ્રા જેવી અન્ય બીમારીઓ પોતાનું ઘર બનાવી લે છે, જે યોગ્ય નથી. આજકાલ વધતો જતો સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ લોકોના માથે તાંડવ કરી રહ્યો છે.

ફેસબુક, વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર કયા નેતાએ કોની વિરુદ્ધ ભાષણ આપ્યું, કયા ફિલ્મી સિતારાનું કોની સાથે ચક્કર ચાલી રહ્યું છે, માર્કેટમાં શું ચાલી રહ્યું છે, દુનિયા ટેક્નોલોજીની બાબતે કેટલી એડવાન્સ થઇ રહી છે...વગેરે વાતો જાણવા માગતા રસિયાઓ પોતાનું કામ પડતું મૂકીને ફક્ત સ્ક્રોલ કર્યા કરતા હોય છે. અમુક હદ સુધી સોશિયલ મીડિયાનો વપરાશ કરવો કંઇ ખોટું નથી, પણ જ્યારે કોઇપણ વસ્તુ કે સંબંધમાં ‘અતિ’ થાય છે ત્યારે તે બરબાદીનું કારણ બને છે અને તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તે ફક્ત અને ફક્ત આપણા હાથમાં હોય છે.

ખાસ કરીને મુંબઇ જેવા ધમધમતા શહેરમાં નાઇટ લાઇફને પણ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને દેશભરમાંથી આ માયાનગરીની નાઇટ લાઇફને માણવા માટે લોકો આવતા હોય છે, જેને લીધે આજના જુવાનિયાઓ તેમની નીંદરની કુરબાની આપે છે. મુંબઇમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણના માધ્યમથી હાલમાં અમુક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. આ સર્વેમાં મુંબઇના ૧,૫૦૦ લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી બે ટકા લોકો મોડી રાત્રે અગિયારથી એક વાગ્યાની વચ્ચે સુઇ જાય છે, જ્યારે ૩૬ ટકા લોકો સાત કલાક કરતાં પણ ઓછી ઊંઘ લે છે.

મોબાઇલ અને લૅપટોપના સતત વધતા વપરાશને લીધે ૯૦ ટકા લોકો સૂતી વખતે મોબાઇલ અને કોમ્પ્યુટર ચેક કરે છે. તેમાં અનેક લોકો વૅબ સિરીઝ જોવી, ઓનલાઇન ગેમ ખાસ કરીને પબ-જી રમવાનો ટ્રેન્ડ ખૂબ જ જોર પકડી રહ્યો છે, જેથી અનિદ્રાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું હોવાનું સ્વાસ્થ્યના એક નિષ્ણાતે જણાવ્યું હતું.

એક મનોચિકિત્સકે આ અંગે જણાવ્યું હતું કે, મુંબઇ પાલિકાની હૉસ્પિટલમાં અનિદ્રાની બીમારીથી પીડાતા લોકોનું પ્રમાણ વધી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક ગૅજેટ અને કામના વધી રહેલા પ્રેશરને કારણે તેમને નીંદર આવતી ન હોવાની ફરિયાદો વધુ જોવા મળી રહી છે. શહેરમાં કરોળિયાની જાળની જેમ ફેલાઇ રહેલી આ બીમારીને કારણે વ્યક્તિના મગજ પર દુષ્પરિણામ જોવા મળી રહ્યા છે.

ઇલેક્ટ્રોનિક ગૅજેટનો વપરાશ કરતી વખતે વ્યક્તિનું મગજ વધુ સક્રિય થઇ જાય છે અને ઊંઘ માટે આવશ્યક એવા મેલાટોનિન નામના રસાયણ પર ગંભીર અસર થવાથી તેમને નીંદર આવતી નથી. ઓછી ઊંધને લીધે ચિડચિડાપણું વધી જાય છે, બ્લડપ્રેશરની સમસ્યા ઉદ્ભવી શકે જેવી અનેક બીમારીઓને આમંત્રણ આપવામાં આવે છે. તેથી રાત્રે સૂતા પહેલા મોબાઇલથી દૂર રહેવું જોઇએ અને સમયસર ઊંઘ કરવી જેથી સ્વાસ્થ્ય

સારું રહે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

pvMIf6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com