Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
અંતિમ તીર્થંકર મહાવીરના જન્મદિવસનું આગવું મહત્ત્વ

ગણિત અગણિત-ભાવિક સંઘવીજૈનવાદમાં મહાવીર જયંતીને મહાવીર કલ્યાણક તરીકે ઓળખવામાં આવે છે, જે સૌથી મહત્ત્વની ધાર્મિક રજા છે. આ દિવસ છેલ્લા તીર્થંકર મહાવીરનો જન્મના દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે આ રજા એપ્રિલ મહિનાની ૧૭મી તારીખના બુધવારે આવે છે. મહાવીરનો જન્મ ચૈત્ર મહિનાના ઉગતા ચંદ્રના તેરમા દિવસે થયો હતો. તમામ જૈનો દ્વારા સ્વીકારાયેલી સાલવારી કે કાલાનુક્રમ સમય અનુસાર મહાવીરનો જન્મ ઈસવીસન પૂર્વે ૫૯૯માં માનવામાં આવે છે.

મહાવીરનો જન્મ શાહી ખાનદાનમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં થયો હતો. એવું માનવામાં આવે છે કે, સગર્ભાવસ્થા દરમિયાન ત્રિશલાને સંખ્યાબંધ પવિત્ર-શુકનવંતા સ્વપ્નો આવ્યા હતા. તે તમામ કોઈ મહાન આગેવાનના પ્રાગટ્યનું દર્શન કરાવતા હતા. જૈનવાદના પંથ અનુસાર સ્વપ્નોની ચોક્કસ સંખ્યામાં ફરક પડે છે. શ્ર્વેતાંબરો સામાન્યપણે માને છે કે ત્રિશલાને ૧૪ સ્વપ્નો આવેલા જ્યારે દિગંબરો ૧૬ સ્વપ્નો આવ્યા હોવાનો દાવો કરે છે. જોકે, સ્વપ્નોનું અર્થઘટન કરનારા જ્યોતિષીઓએ એવો દાવો કર્યો હતો કે, બાળક કાં તો રાજા થશે અથવા તીર્થંકર થશે. એમ કહેવાય છે કે, આખરે ત્રિશલાએ જ્યારે બાળકને જન્મ આપ્યો ત્યારે ખુદ દેવોના રાજા ઈન્દ્રે નવજાત બાળકને દિવ્ય દૂધથી સ્નાન કરાવ્યું , જે પ્રક્રિયા તેમને અનિવાર્ય રીતે તીર્થંકર તરીકે સ્થાપિત કરે છે. મહાવીરની સ્થાનિક પ્રતિમાને ઉજવણીનું સ્નાન કરાવાય છે, જેને અભિષેક કહેવામાં આવે છે. દિવસ દરમિયાન અનેક જૈન લોકો મહાવીરનાં નામે કોઈને કોઈ સખાવતી પ્રવૃત્તિમાં સંકળાય છે જ્યારે અન્યો ધ્યાન ધરવા અને પ્રાર્થના કરવા મંદિરો સુધીની યાત્રા કરે છે. જૈન સિદ્ધાંતો અનુસાર સદાચારનો માર્ગ શીખવવા માટે વિશેષપણે મંદિરોમાં વ્યાખ્યાનો યોજવામાં આવે છે. વળી, ગાય સંરક્ષણ કે ગરીબોને અન્નદાન જેવા સખાવતી કાર્યોને પ્રોત્સાહન આપવા સખાવતી દાન એકત્ર કરવામાં આવે છે. ભારતમાં પ્રાચીન જૈન મંદિરોમાં વિશેષ રીતે પોતાનો ભક્તિભાવ દર્શાવવા બહુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે અને ઉત્સવમાં જોડાય છે.

------------------------

રામના અનન્ય ભક્ત હનુમાનની જયંતી

હનુમાનજયંતીની ઉજવણી હનુમાનજીનાં જન્મના દિવસે કરવામાં આવે છે. વાનર દેવતા હનુમાજીને ભારતભરમાં પૂજવામાં આવે છે. ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષના ૧૫મા દિવસે (ચૈત્રી પૂર્ણ્રિમાએ) આ ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતી તારીખ ૧૯ એપ્રિલના શુક્રવારે આવે છે.

હનુમાન ભગવાન રામના અનન્ય ભક્ત છે. તેમની ભગવાન રામ પ્રત્યેની અનન્ય ભક્તિને કારણે તેમને ભજવા-પૂજવામાં આવે છે. ભક્તો વહેલી સવારથી ભક્તિ-અર્ચના, પૂજા માટે હનુમાનના મંદિરોમાં એકત્ર થાય છે. હનુમાન જયંતી હિન્દુઓનો મહત્ત્વનો ઉત્સવ છે. હનુમાન બળ-તાકાત અને ઊર્જા-ઉત્સાહના પ્રતીક છે. કહેવાય છે કે, હનુમાનજી પોતાની ઈચ્છા પ્રમાણે રૂપ ધરી શકે છે. મોટી શિલાઓ પર નિયંત્રણ રાખી શકે છે, પહાડોને હલાવી શકે છે, હવામાં સડસડાટ ઊડી શકે છે, વાદળોને કાબૂમાં લઈ શકે છે અને ઉડાનમાં પ્રતિસ્પર્ધી ગરુડની ઝડપને આંબી જઈ શકે છે. હનુમાનને જાદુઈ શક્તિ ધરાવતા અને શેતાની ચેતનાને પરાજિત કરી વશમાં કરનારા દેવ તરીકે ભજવામાં આવે છે.

આરાધના-ઉપાસના

ભકતો-શ્રદ્ધાળુઓ મંદિરોની મુલાકાત લે છે અને હનુમાનજીનો રંગ સિંદૂરિયો હોઈને ભક્તો તેમની પ્રતિમા પરથી સિંદૂર લઈને કપાળે ચાંદલો કરે છે. રામાયણના કાળ પહેલા કેટલાંક હજાર વર્ષ અગાઉ (ત્રેતાયુગના પાછલા સમયગાળામાં-વીસ લાખ વર્ષ અગાઉ) સંખ્યાબંધ દૈવી આત્માઓ પૃથ્વી પર ઊતરી આવ્યા હતા અને ઉત્ક્રાંતિ પદ્ધતિ (જેનેટિક પરિવર્તન) દ્વારા (પૂંછડી વિનાના) એપ (વાનર) જેવા જીવોમાં ફેરફાર કર્યા. આ રીતે રામાયણ પહેલા લાલાશ પડતા કેસરી (ગાઢા કેસરી અને હળવા લાલ) રંગની વાનર જાતિ ઉદ્ભવી હતી. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તામિળનાડુમાં હનુમાન જયંતી મૂળ નક્ષત્રના મારગાઝી મહિનામાં ઉજવવામાં આવે છે. એમ કહેવાય છે કે, હનુમાનજી મારગાઝી મહિનામાં મૂળ નક્ષત્રમાં જન્મ્યા હતા.

મહારાષ્ટ્રમાં હિન્દુ ચંદ્ર કેલેન્ડરના ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. કેટલાક ધાર્મિક પંચાંગ અનુસાર હનુમાનજીનો જન્મદિવસ આશ્ર્વિન (આસો)માસના અંધારિયાના પખવાડિયાનાં ચૌદમા દિવસે (ચતુર્દશીના) આવે છે જ્યારે અન્યના હિસાબે આ દિવસ ચૈત્ર માસના અજવાળિયાના પખવાડિયાની પૂનમના દિવસે આવે છે. હનુમાન મંદિરમાં આ દિવસે પરોઢથી જ આધ્યાત્મિક ઉપદેશનું પર્વ શરૂ થઈ જાય છે. હનુમાનનો જન્મ સૂર્યોદયના સમયે થયો હતો. એ સમયે ઉપદેશ-મનન થંભાવી દેવાય છે અને દરેકને પ્રસાદ વહેંચવામાં આવે છે. હનુમાનજી ત્રણેય લોકમાં એટલે કે સ્વર્ગલોક, નર્કલોક અને પૃથ્વીલોકમાં સૌથી વધારે શક્તિશાળી હતા. હનુમાનજી છ માસના નાનાં બાળક હતા ત્યારે ત્રણેય લોકના દેવતાઓએ તેમને આશીર્વાદ આપ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6Xb3V21
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com