Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
અજબ ઘર કી ગજબ બાતેં

વાહ ક્યા બાત હૈ!-મૌસમી પટેલ



ધરતીનો બીજો છેડો એટલે ઘર અને આ ઘર કેવું પણ કેમ ના હોય પણ ઘર એ તો ઘર હોય છે. ઘણી વખત તો આ સપનોં કા ઘર બનાવવામાં આખેઆખું જીવન ખર્ચી નાખે છે. આજે આપણે દુનિયાના કેટલાક એવા જ ઘર વિશે કે જે છે તો જરા વિચિત્ર, પણ પ્રકૃતિ અને માણસ વચ્ચેના ગાઢ સંબંધને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. સાથે સાથે જ આ ઘર જોઈને એક વાત એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે માણસ ધારે તો કોઈ પણ જગ્યાને તેના રહેવા માટે યોગ્ય તો બનાવી જ લે છે.

---------------------------

પોન્ટે વેકિયો, ઈટલી

ઈટલીના ફિરેન્ડે શહેરના યાદગાર પુલોમાં આ પોન્ટે વેકિયોનો સમાવેશ થાય છે. આર્નો નદી પર બનાવવામાં આવેલા આ બ્રિજનું નિર્માણ ૧૩૪૫માં કરવામાં આવ્યું હતું, જ્યારે નદી પાર કરવા માટે બનાવવામાં આવેલા બંને બ્રિજ પૂરમાં નષ્ટ થઈ ગયા હતા. થોડાક સમય બાદ આ નવા બ્રિજ પર દુકાનો અને મકાનો બની ગયાં અને સમયની સાથે સતત દુકાનો અને મકાનોની સંખ્યા વધતી જ જઈ રહી છે. ---------------------------

કાસા દો પેનેડો, પોર્ટુગીઝ

પોર્ટુગીઝના ફેક પર્વતોમાં બનાવવામાં આવેલું આ ઘર ખરેખર અદ્ભુત છે. ૧૯૭૪માં એક ઍન્જિનિયરે આ ઘરનું નિર્માણ કર્યું હતું. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે આ ઘર એ ફોટોશોપની કમાલ છે. આ ઘરને સ્ટોન હાઉસના નામે પણ ઓળખવામાં આવે છે. ચાર બૉલ્ડરોને ભેગા કરીને આ મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરવાજા, બારી અને છાપરાને બાદ કરતાં આ આખું ઘર પથ્થરથી બનેલું છે.

------------------------

હૅંગિંગ મોનેસ્ટ્રી, ચીન

ચીનમાં આવેલા પાંચ સૌથી જોખમી અને ડરામણા કહી શકાય એવા પર્વત આવેલા છે, જેમાંથી એક શાંઝી પ્રાંતમાં આવેલો હૅંગ માઉન્ટન છે. આ પર્વતના કિનારા પર હવામાં જૂલતાં ઘરો આવેલાં છે અને આ મકાનોને જ હૅંગિંગ મોનેસ્ટ્રીના નામે ઓળખવામાં આવે છે. અહીંથી જ ગોલ્ડન ડ્રેગન નદી પસાર થાય છે, એટલે જ ઘરને ઊંચાઈ પર બનાવવામાં આવ્યા છે, જેથી પૂર આવે તો પણ પર્વત કે ઘરને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંેચે.

-----------------------

સેટેનિલ ડી લાસ બોડેગાસ, સ્પેન

સ્પેનના એન્ડાલુસિયા પ્રાંતમાં આવેલાં મકાનોને જોઈને એક વાતની ખાતરી તો ચોક્કસ જ થઈ જાય કે માણસ કોઈ પણ જગ્યાને પોતાના માટે રહેવાલાયક તો બનાવી જ લે છે. ૩૦૦૦ની વસતીવાળા આ શહેર પર્વતની નીચે વસેલું છે. દૂરથી આ પર્વત જોઈને કોઈ પણ વિશ્ર્વાસ ના કરી શકે કે આખેઆખું શહેર પર્વતની નીચે વસેલું હશે.

-------------------------

મતમાતા, ટ્યૂનિશિયા

દક્ષિણ ટ્યૂનિશિયાથી ૩૩૫ કિલોમીટર દૂર આવેલી છે આ જગ્યા. આફ્રિકાની ખાનપાનપ્રેમીઓ માટેની આ નાનકડી જગ્યા છે. આ ગામમાં બનાવવામાં આવેલાં મકાનો જમીનમાં ખાડો ખોદીને બનાવવામાં આવ્યાં છે. દેખાવમાં આ જગ્યા બિલકુલ માનવનિર્મિત ગુફાઓ જેવી લાગે છે. મકાન જમીનની અંદર અંદર ગુફાઓ એકબીજા સાથે જોડાયેલી છે. અહીંની વસતી ૨૫૦૦થી ૩૦૦૦ જેટલી જ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3p362o
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com