Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સાસુ એલિયન કે વહુ એલિયન? પતિ કોનો પક્ષ લે?

દિલની વાત -દિનેશ દેસાઈમૂર્ધન્ય સાહિત્યકાર ક.મા.મુનશીએ સરસ્વતીચંદ્ર નવલકથામાં લખ્યું છે કે ઢળી પલંગને પાયે સુંદરી રડતીપતી... રડવું, આંસુ સારવાં, રિબાવું અને રિબાવવું વગેરે. પલંગને પાયે ઢળીને સુંદરી રડતી હોય ત્યારે એ પિયુની રાહ નિહારતી હોય એવું બને. બીજું કે સાસરિયાંનાં ત્રાસથી પણ સુંદરી-ગૃહલક્ષ્મી ઢળી પલંગને પાયે રડતી હોય એવુંપય બને.

પ્રેમ અને પછી લગ્ન અથવા સમાજમાન્ય લગ્ન પછી પ્રેમ અને જીવનની સફર તો સ્ત્રી-પુરુષ માટે મેજિકલ હોઈ શકે. પરંતુ દરેક સ્ત્રી જ્યારે પત્ની બને એ પછી તેણે સાસુ અથવા સાસરિયાં એટલે કે પતિનાં સગાં-વહાલાંને પણ અરસપરસ અપનાવવાનાં હોય છે. ક.મા.મુનશીએ તો ગઈ સદીમાં જે કોઈ વાત માંડી એનાં અર્થ અને સંદર્ભ આજે એકવીસમી સદીમાં કેવાં હોઈ શકે? તમે સાસુને એલિયન ગણશો કે વહુને? અને પતિ બિચારો કોનો પક્ષ લે?

સાસુ-સસરા, નણંદ, જેઠ-જેઠાણી, દીયર-દેરાણી ઈત્યાદી પાત્રો શું કોઈ એલિયન છે? કે પછી પુત્રવધૂ શું કોઈ પરગ્રહવાસી છે? શા માટે આ રિલેશનશિપ એકવીસમી સદીમાં પણ સમાજને અને સંબંધને પજવી રહી છે. વાત આપણે સુગંધાની કરીએ. સુરતના ખૂબ પ્રતિષ્ઠિત પરિવારની એકની એક દીકરી સુગંધા. કોન્વેન્ટની બ્રિલિયન્ટ સ્ટુડન્ટ અને રૂપ-રૂપનો અંબાર જાણે બ્યુટી ક્વિન. એમના જ સમાજના એક પરિવાર તરફથી લગ્નનું માગું આવ્યું.

સુગંધાના મા-બાપે કહ્યું કે પહેલી વાત તો એ કે અમારી દીકરી હજુ માત્ર સત્તર જ વર્ષની છે. બીજી વાત એ કે લગ્ન એક જ શરતે કરીએ. તેની હજુ ભણવાની ઉંમર છે. તેને ખૂબ ભણવું છે. તેને માસ્ટર્સ ડિગ્રી સુધી અથવા તે ઈચ્છે ત્યાં સુધી ભણાવવાનું વચન આપવું પડશે.

યુવાન અને તેનાં મા-બાપે વાત માન્ય રાખી. લગ્ન થયાં એ પછી સુગંધાને ખબર પડવા માંડી કે તે જીવતે જીવ કોઈ દોઝખમાં કેદ થઈ ગઈ છે. પતિ કામ-ધંધે ઘર બહાર પગ મૂકે એ સાથે જ સાસુ-સસરાની ડગલેને પગલે સુરતી ગાળો. સાસુ-સસરા હાથ ઊગામવામાં પણ કંઈ બાકી ન રાખે. સુગંધાને ઉચ્ચ અભ્યાસ કરવા દેવાની વાત તો દૂર પરંતુ ઘરની બહાર પગ મૂકવા ઉપર પણ પાબંદી. અરે, ઘરના એક રૂમમાંથી બીજા રૂમમાં જાય તો પણ સાસુ, વડસાસુના ચોકી-પહેરા અને ક્ષણ-ક્ષણ મહેણાં-ટોણાં.

સુગંધા સત્તર વર્ષે જ મા બને એવું કોઈ પ્રેમાળ પતિ ઈચ્છે નહીં. બારમા ધોરણ સુધી ભણ્યા પછી સુગંધાની જિંદગી અંધકારમય બની. પતિ-પત્ની એકમેકને ખૂબ ચાહે અને એકમેકની કાળજી પણ લે. આ ચાહતને કારણે જ સુગંધા ગૃહકલેશ અને સાસરિયાંનાં ત્રાસની કોઈ વાત પતિને કરતી નહીં. પતિને એમ કે બધું બરાબર ચાલી રહ્યું છે.

ચાર-પાંચ વર્ષ સુધી ઘરમાં પારણું નહીં બંધાતાં એકવીસમી સદીનાં ઉંબરે પણ સુગંધાને વાંઝિયામેણાં સહન કરવાનો વારો આવતો. તું તો વાંઝણી છું... એટલું જ નહીં, અહીં લખી ન શકાય એવું ઘણું બધું સુગંધાને તેનાં સાસુ-સસરા, નણંદ સહિતના સાસરિયાં રોજબરોજ સંભળાવતા રહ્યા.

આખરે લગ્નનાં છઠ્ઠા વર્ષે સુગંધાએ ટ્વિન્સ દીકરીને જન્મ આપ્યો. સુગંધાનું આખું શરીર માર-ત્રાસથી કોચાઈ ગયું હતું. આમ તો તેને ગર્ભમાં ટ્રિપ્લેટ્સ હતાં.પરંતુ તબીબની સલાહ હતી કે ત્રીજું બાળક બચાવવા જતાં સુગંધાને જાનનું જોખમ છે. આખરે જોડિયા દીકરી અવતરી. સાસુ-સસરા અને નણંદનાં એવાં મહેણાં-ટોણાં કે આ દીકરીઓ પતિના કારણે નથી. કેટલું મોટું આળ?

આમ છતાં સુગંધા સહન કરતી રહી. દીકરી સાપનો ભારો... એમ કહીને ફરીથી ત્રાસ. બીજો ત્રાસ એ કે કુળનો દીપક-દીકરો આપી શકતી નથી. આ ત્રાસમાં એને હર્નિયાનું ઓપરેશન કરાવ્યું. પથરીની બીમારી પણ વળગી. એનો ઉપચાર પણ કરાવ્યો. પતિ-પત્નીએ બે દીકરીઓના ઉછેરમાં ધ્યાન આપવાના આશયથી પાંચ વર્ષનો ગાળો રાખ્યો અને ફરી એક વાર સુગંધા પ્રેગનન્ટ થઈ. તેના માટે દીકરાનો જન્મ અનિવાર્ય હતો. સીતા માતા કરતા તેની અગ્નિ વગરની અગ્નિપરીક્ષા કંઈ કમ નહોતી.

તેણે ભગવાનનો પાડ માન્યો કે જ્યારે દીકરો જ અવતર્યો. એક તરફ તબીબોએ કહી દીધું કે ગર્ભમાં દીકરો છે ખરો પરંતુ સંજોગ ક્રિટિકલ છે. મા અથવા બાળક, બેમાંથી એકને જ બચાવી શકાય એમ છે. છતાં આ વિકટ સંજોગોમાં પણ ભગવાને સુગંધાની પ્રાર્થના સાંભળી. દીકરો અને મા બેઉ હેમખેમ રહ્યાં તો બીજી તરફ વધુ એક ઉપાધિ ઊભી જ હતી.

સાસરિયાં એમ કહેવાં માંડ્યાં કે આ દીકરો તેમનો નથી. ઓહ, સુગંધાના ચારિત્ર ઉપર આ કંઈ એકલદોકલ હુમલો નહોતો. છતાં દર વખતની જેમ તેના પતિએ ઢાલ બનીને તેને સાચવી. તબીબોએ કહ્યું કે આ છેલ્લી પ્રસૂતિ. હવે સુગંધા મા બને તો જીવને જોખમ. હવે શું? આ જ તો છે જિંદગી. ગમે કે ના ગમે, પણ જીવવી પડે એનું નામ જિંદગી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

lNn4507
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com