Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ફુલ પોઝ

ક્રાઈમ ફાઈલ-રવિ રાજઉનાળાનો સ્ાૂરજ વહેલી સવારે કિરણો સાથે સાથે તડકાનું થોડુંક ત્ોજ પણ વેરી રહ્યો હતો. સફાઈ કામદાર નાગજી ખાડાવાળી ચાલીથી દૂર આવેલા કચરાના ઢગલા પાસ્ો પહોંચ્યો. એની સાઈકલ ઊભી રાખી. સાઈકલ પાછળ બાંધેલો કચરાનો કોથળો કાઢ્યો અન્ો દૂર પડેલી મોટી કચરાપ્ોટી તરફ આગળ વધ્યો. કચરાપ્ોટી છલોછલ ભરેલી હતી. નાગજી એની પાછળ ગયો અન્ો કોથળો ખાલી કરવા લાગ્યો. અચાનક જ એનું ધ્યાન એક ત્યાં પડેલી બળેલી વસ્તુ પર પડ્યું. એન્ો જોતા જ એની આંખો ફાટી ગઈ, હૈયું ધબકારો ચૂકી ગયું. કચરાપ્ોટી પાછળ એક બળેલી લાશ પડી હતી. નાગજી ચીખીન્ો દૂર દોડ્યો, ‘લાશ....લાશ.... લાશ...!’

વહેલી સવારમાં જોગિંગ માટે નીકળેલાં ત્રણ ચાર લોકો ત્યાં ઊભા રહી ગયા. નાગજીએ એમન્ો કચરાપ્ોટી પાછળ પડેલી લાશ બતાવી. એક જણે કહ્યું, ‘ભાઈ, આ લાશ ત્ોં જ પહેલીવાર જોઈ છે. તું જ પોલીસન્ો ફોન કર!’

નાગજી થોડો મુંઝાયો, ‘મેં જોઈ છે એટલે હું ફોન કરું એમ?’

પ્ોલો ભણેલો- ગણેલો રાહદારી બોલ્યો, ‘અરે, ભાઈ ગભરાઈશ નહીં. ફોન કર.’

હકીકતમાં તો એ પોત્ો જ ગભરાઈ રહ્યો હતો. આખરે પ્ોલા અભણ નાગજીએ એનો જૂનો મોબાઈલ કાઢી સો નંબર જોડ્યો.

ઘટના ખોડિયાર નગર પોલીસ સ્ટેશનના અંડરમાં બની હતી. કંટ્રોલ રૂમમાંથી ઈન્સ્પ્ોક્ટર શર્માન્ો જાણ કરવામાં આવી. ઈન્સ્પ્ોક્ટર ઈ. શર્મા તાત્કાલિક ત્યાં પહોંચી ગયા.

કચરાપ્ોટીથી ઘણે દૂર પોલીસવાન ઉભી રહી. ઈ. શર્મા એમની ટુકડી સાથે નીચે ઉતર્યા. કચરાપ્ોટી ખાસ્સી દૂર હતી તો પણ ભયાનક ગંધ વછૂટી રહી હતી. પણ ઈન્વેસ્ટિગ્ોશન કર્યા વિના ચાલે ત્ોમ નહોતું. બધાએ મોં પર રૂમાલ દાબ્યો અન્ો નાગજીએ બતાવેલી દિશા તરફ આગળ વધ્યા.

ઈ. શર્માની ત્ોજ નજરમાં બળેલી લાશનું દૃશ્ય એસિડ બનીન્ો અંજાઈ રહ્યું હતું. એમણે એક એક ચીજ પર નજર નાંખી, આખું શરીર બળીન્ો રાખ થઈ ગયું હતું. મોંની જગ્યાએ માત્ર ખોપરીવાળું હાડપિંજર જ હતું. જમણો પગ અન્ો જમણો હાથ પ્રમાણમાં ઓછા બળ્યા હતા. બાકીનો બધો જ ભાગ રાખ સમાન બની ગયો હતો. ઈ. શર્મા નજર ઘુમાવતા રહ્યાં, એમની અનુભવી નજરે તરત જ નોંધ્યું કે આ લાશ કોઈ સ્ત્રીની જ છે. લાશના ડાબા અન્ો જમણા હાથના કાંડા પર મેટલની બંગડીઓ પહેરેલી હતી અન્ો પગમાં ચાંદીના ઝાંઝર. અલબત્ત એ બધું પણ બળીન્ો કાળુંડિબાંગ બની ગયું હતું. થોડે દૂર એક દુપટ્ટો પણ પડ્યો હતો. એ અરધો બળેલો હતો. ત્યાંથી જ બ્ો લેડિઝ ચપ્પલ પણ મળ્યા. એક ચપ્પલ બળી ગયું હતું અન્ો બીજું ચપ્પલ દૂર ફંગોળાઈન્ો પડેલું હતું. એક લેડિઝ પર્સ પણ મળ્યું પણ એની અંદર કંઈ હતું નહીં. ન તો પ્ૌસા ન તો કોઈ ઓળખપત્ર કે કાગળ. અન્ો એક મોબાઈલ પણ મળ્યો.

કેમેરામેન દરેક એંગલથી ઘટનાસ્થળના ફોટા પાડી રહ્યો હતો. લગભગ કલાક ઈન્વેસ્ટિગ્ોશન અન્ો નિરીક્ષણ ચાલ્યું. પ્રાથમિક કાર્યવાહી પ્ાૂરી કરી લીધા પછી ઈન્સ્પ્ોક્ટર ઈ. શર્માએ કોન્સ્ટેબલ રાઠીન્ો સ્ાૂચના આપી, ‘લાશન્ો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપો. જે કોઈ પણ પુરાવા મળ્યા છે એ સીલ પ્ોક કરીન્ો પોલીસ સ્ટેશન્ો લઈ લો. લાશની કોઈ ઓળખ થઈ નથી. અન્ો આ બધી વસ્તુઓ સાથે તું છાપામાં અન્ો ટી.વી ચેનલોમાં સમાચાર આપી દે. મન્ો લાગ્ો છે કે વસ્તુઓ જોઈન્ો મરેલ માણસની કોઈ ઓળખ થાય.’

* * *

ખોડિયાર નગર વિસ્તાર ખૂબ જ મોટો હતો. લગભગ બાર કિલોમીટરના વર્તુળમાં ફેલાયેલો હતો. આ વિસ્તારમાં સિટી એરિયા જેવી જાહોજલાલી પણ હતી અન્ો ગામડાં જેવું હૃદયંગમ વાતાવરણ પણ હતું. અહીં કરોડ રૂપિયાના બંગલાની સ્કીમ્સ પણ હતી અન્ો પચાસ પચાસ હજાર રૂપિયાની ઝૂંપડપટ્ટી પણ હતી. ચાલીઓ અન્ો ફાર્મહાઉસ બધું જ હતું. જ્યાંથી આ અજાણી સ્ત્રીની લાશ મળી હતી એ પરા વિસ્તાર હતો. ગરીબ મજૂર વર્ગના લોકો ત્યાં રહેતા હતા. એવો જ એક બીજો વિસ્તાર ત્યાંથી લગભગ સાત્ોક કિલોમીટર દૂર હતો. એ વિસ્તારનું નામ ગરીબનગર હતું. ગરીબનગરના એક બ્ોઠા ઘાટના છાપરામાં એક વિધવા સ્ત્રી રહેતી હતી. એનું નામ શાંતા. એની જુવાનજોધ દીકરી આરતી ગઈકાલે સવારથી ગુમ હતી. આજે બીજા દિવસની સાંજ હતી. શાંતાબહેન, રોઈ રોઈન્ો અરધા થઈ ગયા હતા. બાજુમાં રહેતા એમના પાડોશી કમળાબહેન અન્ો કાનજીભાઈનો દીકરો કોલેજ કરતો હતો. એણે કહૃાું હતું કે, ‘બા, પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવા જવું હોય તો અડતાલીસ કલાકનો ટાઈમ જોઈએ. કોઈ ગુમ થાય પછી અડતાલીસ કલાક આપણે જાત્ો જ શોધ કરવાની. આરતી જો આજે સાંજ સુધીમાં નહીં મળે તો આપણે પોલીસ સ્ટેશન્ો જઈન્ો તપાસ કરી આવશું. ત્યાં સુધી તમે તમારા સગાવહાલામાં તપાસ કરો અન્ો અન્ો અમે પણ લાગતીવળગતી જગ્યાએ શોધીએ છીએ.’

કાનજીભાઈએ જ નહીં બીજા પાડોશીઓએ પણ આરતીન્ો શોધવામાં ભારે મહેનત કરી હતી, પણ સાંજ સુધી એ મળી નહોતી. વિધવા શાંતાબહેન માટે તો આ દીકરી એ જ સવાયો દીકરો હતો. એમની આંખો હજુ સુકાઈ નહોતી અન્ો મીંચાઈ પણ નહોતી. બધા પાડોશીઓએ ભેગા મળી પોલીસ સ્ટેશન્ો જવાનો નિર્ણય કર્યો હતો. બધા ત્ૌયારી કરી જ રહૃાાં હતા ત્યાં જ જિગર અન્ો કાનજીભાઈએ એમના બ્લેકએન્ડ વાઈટ નાનકડા ટી.વી.માં સમાચાર જોયા.

‘આજે વહેલી સવારે ખાડાવાળી ચાલીની કચરાપ્ોટી પાસ્ોથી એક સ્ત્રીની બળેલી લાશ મળી છે. લાશ પાસ્ોથી આ દુપટ્ટો, પર્સ, ઝાંઝર, બંગડી અન્ો ચપ્પલ મળ્યા છે. જે કોઈ લાશની ઓળખ કરે તો અકોલી પોલીસ સ્ટેશન્ો જાણ કરે અથવા નીચે આપ્ોલા નંબર પર ફોન કરે. કાનજીભાઈ અન્ો જિગરનું હૈયું બ્ોસી ગયું. એ દોડીન્ો તરત જ શાંતાબહેનન્ો બોલાવી લાવ્યા, ‘મા, હૈયું કાબૂમાં રાખીન્ો શાંતિથી કહો કે આરતી સવારે નીકળી ત્યારે આ જ કલરનો દુપટ્ટો પહેરીન્ો ગઈ હતી? ટી. વી.માં જે ચપ્પલ બતાવે છે એ જ એણે પહેર્યા હતા?’

શાંતાબહેન્ો હકારમાં માથું ધુણાવીન્ો પોક મૂકી, ‘અરેરેે..... મારી દીકરી.... મારી આરતી.... આ શું થઈ ગ્યું...... હે ભગવાન મારી છોડીન્ો છીનવી લીધી.’

બાજુમાં ઉભેલા ચાલીના બીજા બહેનો પણ રડી પડ્યા. જે ચીજો ટીવી પર બતાવાઈ રહી હતી એ આરતીની જ હતી. હવે માત્ર ચીજો રહી ગઈ હતી, આરતી ધુમાડો બનીન્ો હવામાં વિલીન થઈ ગઈ હતી.

* * *

ખોડિયાર નગર પોલીસ સ્ટેશન પર લગભગ ગરીબનગરના પંદર માણસો આવ્યા. રોતું કકળતું રાવણું જોઈન્ો પોલીસ્ો બધાન્ો બહાર બ્ોસવા વિનંતી કરી. માત્ર મહત્વના ત્રણ લોકોન્ો જ અંદર બોલાવ્યા. શાંતાબહેન, કાનજીભાઈ અન્ો એમનો દીકરો જિગર. શાંતાબહેન્ો ટી.વી પર જોયેલા સમાચારની વાત કરી. ઈન્સ્પ્ોક્ટર ઈ. શર્મા એમન્ો પ્ોલી લાશની વસ્તુઓ પાસ્ો લઈ ગયા. એક ત્ાૂટેલું ચપ્પલ, એક દુપટ્ટો, ખાલી પર્સ, અન્ો બળી ગયેલી બંગડીઓ અન્ો પગના ઝાંઝર જોઈન્ો શાંતાબહેન છળી મર્યા. એ આક્રંદ સાથે બોલ્યા, ‘હા, સાહેબ આ મારી દીકરી આરતીની જ વસ્તુઓ છે.’

ઈન્સ્પ્ોક્ટર શર્માએ એમન્ો શાંત પાડ્યા. બહાર મોકલ્યા. થોડી કાર્યવાહી કરીન્ો બીજા દિવસ્ો સવારે બળી ગયેલી લાશન્ો અગ્નિસંસ્કાર માટે આપી.

મહોલ્લો અજંપામાં હતો. આરતીન્ો કોણે અન્ો શા માટે મારી નાંખી એ પ્રશ્ર્ન ચોરેન્ો ચોટે પડઘાતો હતો.

વિધવા શાંતાબહેનન્ો ઈન્વેસ્ટિગ્ોશન માટે બોલાવવાન્ો બદલે ઈન્સ્પ્ોક્ટર ઈ. શર્મા ખુદ એમના ઘરે આવ્યા હતા. લોખંડના પતરા ઢાંકેલું દસ બાય દસનું ઝૂંપડું આરતીનું ઘર હતું. ચાલીમાંના લગભગ બધા જ ઘર એ પ્રકારના હતા. પોલીસવાન બહાર ઉભી રાખી એમણે અંદર આવવું પડ્યું હતું. પોલીસ આવી એટલે બાજુના પાડોશીઓ કાનજીભાઈ, એમનો દીકરો જિગર અન્ો બીજા પણ ત્રણ ચાર લોકો ત્યાં આવી ગયા.

ચોથા દિવસ્ો પણ એવું જ દર્દભર્યું રડી રહેલાં શાંતાબહેન્ો કહૃાું, ‘સાહેબ, આરતીના હત્યારાનો પત્તો લાગ્યો?’

‘ના, એ માટે જ આવ્યા છીએ. તમારું દુ:ખ પહાડ જેવડું છે એ હું જાણું છું પણ આરતીની હત્યા પણ પહાડ જેવો મોટો પ્રશ્ર્ન બનીન્ો ઊભી છે. તમે અમન્ો જાણકારી આપશો તો જ અમે હત્યારાન્ો શોધી શકીશું. એટલે જ તમારી પાસ્ો આવ્યા છીએ!’

‘સાહેબ, તમે કહો ત્ો કહેવા ત્ૌયાર છું.’

‘આરતી વિશે ઝીણામાં ઝીણી વિગતો આપો. એ શું કરતી હતી. ક્યારે ગુમ થઈ? ગઈ ત્યારે શું કહીને ગઈ હતી?’

‘સાહેબ, એ પાંચમા ધોરણમાં હતી અન્ો એનો બાપ ગુજરી ગયો. ત્ોમ છતાં મેં એન્ો ભણાવી. મારે એન્ો ડોક્ટર બનાવવી હતી. હું ગમે ત્ોમ કરીન્ો પણ બનાવત. એનો ભણવામાં જીવ નહોતો લાગતો. એટલે માંડ આઠમા સુધી ભણી અન્ો પછી સીવણકામમાં લાગી ગઈ. મારી ખૂબ જ સ્ોવા કરતી હતી. હું કહેતી હતી કે પરણી જા બ્ોટા, પણ એ કહેતી હતી કે, મા તન્ો મૂકીન્ો હું ક્યાંય નહીં જાઉં. હું મારાથી બનતું નાનું મોટું કામ કરતી અન્ો એ પણ સિલાઈ કરવા માટે કાલુપુર જતી હતી. રોજ સવારે આઠ વાગે નીકળી જાય, કાલુપુરમાં એક કારખાનું છે ત્યાં સિલાઈકામ કરે અન્ો સાંજે છ વાગ્ો છૂટીન્ો સીધી જ ઘરે આવે. છેલ્લા બ્ો વર્ષથી આ જ એનું રોજનું કામ છે સાહેબ! એ દિવસ્ો પણ સવારે આઠ વાગ્ો એ કામે નીકળી હતી. એ પછી એ પાછી આવી જ નહીં, સીધા જ એના મોતના સમાચાર જ આવ્યા. એ ગઈ એ દિવસ્ો એનો જન્મદિવસ હતો સાહેબ. મેં એન્ો કીધું કે રજા રાખી લે. ખીર બનાવીન્ો ખવરાવું. પણ કહે, ના રે.... એમ આલતું-ફાલતું રજા પાડીએ તો નકામા ત્રણસો રૂપિયાનો પગાર કપાય. સાહેબ, શું કહું, આરતી મારી દીકરી નહોતી પણ સવાયો દીકરો હતો..... મારા ઘડપણની લાકડી નહીં, જાણે મારા શ્ર્વાસ જ ઉપરવાળો છીનવી ગ્યો સાહેબ! મન્ો જીવત્ોજીવ મારી નાંખી. શી ખબર ક્યો પાપી હશે જેણે મારી દીકરીન્ો મારી હશે. સાહેબ એ મળે તો એન્ો છોડતા નહીં!’ વાત પ્ાૂરી કરતાંવેંત શાંતાબહેન્ો પોક મૂકી.

ઈન્સ્પ્ોક્ટર શર્મા કંઈ બોલ્યા નહીં. થોડીવાર એમન્ો રડવા દીધા પછી પાછી પ્ાૂછપરછ ચાલુ કરી, ‘શાંતાબહેન, એક વાત સાચી કહેજો. આરતીન્ો કોઈ છોકરા સાથે પ્રેમ - બ્રેમ જેવું કાંઈ હતું?’

‘ના, સાહેબ! એવું કાંઈ આટલા વરસોમાં મારા ધ્યાનમાં નથી આવ્યું.’

‘આડોશ- પાડોશમાં કોઈ ઝઘડો, બબાલ?’ ઈન્સ્પ્ોક્ટર શર્માએ પાડોશીઓ પર નજર ઘુમાવતા પ્ાૂછ્યું.

‘ના, સાહેબ! પાડોશીઓ તો સગા કરતાંય વ્હાલા છે અન્ો વ્હાલથી રાખે છે.’

‘તો પછી સગા-વહાલા જે નફરતથી રાખતા હોય એની વાત કરો! સંબંધીઓમાં કોઈ સાથે ઝઘડો, માથાકૂટ?’

‘હા, સાહેબ! અમારુ વતન પાલનપુરનું ધનાળી ગામ. ત્યાં અમારું જૂનું મકાન પણ છે. પણ અમે અહીં રહેવા આવતા રહ્યાં એટલે અમારા એક દૂરના દિયરના દીકરા જેરામે એ પચાવી પાડ્યું. અમન્ો કીધા વિના ત્યાં ચણતર કરીન્ો એના રહેવા માટે રૂમ બનાવી દીધો. અમારે એની સાથે માથાકૂટ ચાલતી હતી. હું તો બહુ બોલી ના શકું પણ આરતી બહુ જ ગરમ મગજની હતી. એણે કહી દીધું હતું કે, જો મકાન ખાલી નહીં કરે તો પોલીસ કેસ કરશે. હમણા ચાર દિવસ પહેલાં જ એ જેરામ અહીં આવ્યો હતો. અમારે એની સાથે બહુ મોટી માથાકૂટ થઈ હતી. એ કહતો હતો કે, તમારાથી થાય એ કરી લેજો. મકાન તો આજેય ખાલી નહીં થાય અન્ો કાલેય નહીં થાય. ખાલી કરાવવું હોય તો એક લાખ રૂપિયા આલવા પડે. આરતીએ એન્ો જાપટ ઠોકી કાઢી મૂક્યો હતો. બસ આટલી જ વાત છે સાહેબ. અમે ગરીબ મા-દીકરી આ રીત્ો રંજાડાયેલા છીએ. બાઈ માણસોનું ભણેલા-ગણેલા પુરુષો સામે શું આવે સાહેબ?’ શાંતાબહેન્ો ફળફળતો નિસાસો નાંખ્યો.

કોન્સ્ટેબલ તીખાશથી બોલ્યો, ‘ચિંતા ના કરો શાંતાબહેન! એ ભણેલા-ગણેલા પુરુષોન્ો બાપ યાદ કરાવી દેશું. એણે તમારી જમીનમાં રૂમ બાંધ્યો છે. અમે એન્ો રહેવા માટે સરસ રૂમ આપીશું. સ્ોન્ટ્રલ જેલમાં.’

ઈ. શર્માએ કહ્યું, ‘શાંતાબહેન! તમે જે કોઈની વાત કરી એ બધાના મોબાઈલ નંબર, આરતીનો મોબાઈલ નંબર અન્ો તમારા ગામનું પાક્કું સરનામું અમન્ો આપી દો. ગુન્ોગારન્ો અમે છટકવા નહીં દઈએ!’

બોલીન્ો ઈ. શર્માએ ફરી વાર સરસરી નજર આજુબાજુ ઊભેલા લોકો પર નાંખી. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p6E83L0d
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com