Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
એક અભેદમાર્ગના પ્રવાસી રચિત અભેદાનંદનો ગ્રંથ ‘અભેદોર્મિ’

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશીપુસ્તકનું નામ : અભેદોર્મિ

લેખક : એક અભેદમાર્ગપ્રવાસી

પ્રકાશક : ન્યૂ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ, નડિયાદ પ્રકાશન વર્ષ : ૧૮૯૫

કુલ પાના: ૩૧૯ કિંમત : દર્શાવેલી નથી

----------------------

ગુજરાતી ભાષાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં અલભ્ય ગ્રંથવિશ્ર્વની યાત્રાનો આ પચીસમો અંક છે. છેલ્લાં ૧૭૫ દિવસોમાં આપણે ગુજરાતી સાહિત્યના અલભ્ય એવા ૨૫ પુસ્તકો વિશે થોડુંક આચમન કરતાં રહૃાા છીએ. આ અંકમાં આપણે જે અભેદોર્મિ ગ્રંથની વાત કરી રહૃાા છીએ એના રચયિતા તરીકે એક અભેદમાર્ગપ્રવાસી એવો ઉલ્લેખ છે. ગ્રંથનું મુદ્રણ નડિયાદ ખાત્ો થયું છે. ગુજરાતી સાહિત્યમાં અધ્યાત્મ સાહિત્યના રસિકો અભેદમાર્ગના પ્રવાસી તરીકે સાક્ષરવર્ય મણિલાલ નભુભાઈ દ્વિવેદીન્ો સુપ્ોરે જાણે છે. પુસ્તકના ઉઘડતા પાન્ો જ લખ્યું છે કે અભેદોર્મિ એટલે કે અભેદાનુભવનાં પદ્યોનો સંગ્રહ. ઊર્મિપ્રલાપ નામે ટીકાસમેત. નીચે એક ગુજરાતી પંક્તિ ટાંકીન્ો સાથે ફ્રાઉસ્ટના ગોથેમાંથી એક અવતરણ મૂકેલું છે. આ બધી વાત ઉપરથી અંદાજ આવી જાય છે કે લેખક આ ગ્રંથના નિમિત્તે જે આપવા માગ્ો છે એનો વ્યાપ અન્ો વિસ્તાર કેટલો હશે.

પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક લખે છે કે પ્રેમજીવન નામનો એક લઘુલેખ પ્રસિદ્ધ થયા પછી ત્ોના ઉપર રસિક જિજ્ઞાસુઓની જે અભિરુચિ જણાઈ એનાથી પ્રેરાઈન્ો લેખક એ પ્રકારના અન્ય લેખો લખવા માટે પ્રેરાયા. સમયાવકાશે લખાયેલાં આ સ્વરૂપની રચનાઓનો આ સંગ્રહ છે. પ્રસ્તાવનાની ભાષા પણ પાંડિત્યપ્રચુર છે, બિલકુલ પુસ્તકના વિષયની માફક. છતાં પુસ્તકમાંના પદ્યો ઊર્મિગ્રંથિરૂપ છે એવા લેખકના વિધાન સાથે આપણે પણ સંમત થઈ શકીએ એમ છીએ. પ્રેમજીવનમાંના ૧૧ પદ્યો લગભગ દસ્ોક વર્ષ જેટલા સમયના ઈતિહાસરૂપ છે. એ પછીના સાત-આઠ વર્ષના ઇતિહાસરૂપ એવા આ પદ્યો છે એમ લેખકનું માનવું છે. આ ઇતિહાસ આત્મવિકાસના ક્રમનો ઇતિહાસ છે. આત્માનુભવનો ઇતિહાસ છે એમ સમજનારન્ો આ પદ્યોની સંયોજનામાં અતુલ આનંદાનુભવનો સહજ પ્રસંગ છે.

પુસ્તકમાં નાટ્યકળાનો ઉપયોગ કરીન્ો પ્રસ્તાવના પછી જવનિકા વિભાગ નિમિત્તે ૧૧ પદ્યરચનાઓ આપવામાં આવી છે. જેમાં ગઝલ, લાવણી, ગરબી અન્ો પદ રચનાઓ છે. ત્યારબાદ પ્રપાત નિમિત્તે જવનિકાનો ભેદ સમજાવીન્ો પછી ઊર્મિપ્રલાપ વિભાગના ન્ોજાતળે બધી જ ૧૧ રચનાઓનું વિવરણ અન્ો વિવેચન કર્યું છે. આ સમગ્ર સાહિત્ય ૨૦૪ પાનાના વિસ્તારમાં

ફેલાયેલું છે.

૨૦૫થી ૩૧૯ સુધીના પાના ઉપર પ્રેમજીવનના ૧૧ કાવ્યોની બીજી આવૃત્તિ પણ આમેજ કરેલી છે. જેના રચનાર તરીકે કોઈ શોધક એવો ઉલ્લેખ છે. જોકે પહેલા પાન્ો આપ્ોલા સંસ્કૃત અન્ો અંગ્રેજી અવતરણોની રેન્જ જોતાં એ કોઈ શોધક બીજું કોઈ નહીં પણ એક અભેદમાર્ગના પ્રવાસી પોત્ો જ છે એ છૂપું રહેતું નથી. મહાત્મા, કબીર અન્ો અખા ભગતની પદ્યપ્રસાદી સાથે લેખકે આ પુસ્તક નિત્યાનંદના અભિલાષી હોઈ, પ્રેમરહસ્ય વિચારી અનુભવતાં અધિકારી સજ્જનોન્ો સમર્પણ હો, આ પરપ્રેમરૂપ પ્રેમજીવન, એવી વિશિષ્ટ નોંધ મૂકી છે. મૂળ આ ગ્રંથની પહેલી આવૃત્તિ ૧૮૮૭માં પ્રગટ થયેલી છે.

ગ્રંથના કુલ ૨૨ કાવ્યો અન્ો એના વિશે લેખકની આધ્યાત્મિક નોંધ કહો તો એ અન્ો ટિપ્પણી, વિવેચન કે વિવરણ કહો તો એ, સમજવા તો ઠીક પણ વાંચવા માટે પણ એ વિષયની સમજની એક કક્ષા જરૂરી છે. ભાષા તો ગુજરાતી જ છે પરંતુ લેખકની વિદ્વત્તા અન્ો એમાંય ખાસ કરીન્ો પ્રખર વેદાંતી હોવા સાથે સંસ્કૃતનો ઊંડો અભ્યાસ એમના લખાણમાં શબ્દેશબ્દે અન્ો પંક્તિએપંક્તિએ જણાઈ આવે છે. આપણે જાણીએ છીએ કે વિશ્ર્વ ધર્મ સંસદમાં વેદાંતની ચર્ચાવિચારણા કરવા માટે આપણા આ સાક્ષરવર્ય મણિભાઈ નભુભાઈ દ્વિવેદીન્ો આમંત્રણ મળ્યું હતું પરંતુ પોતાની શારીરિક સ્વસ્થતાના મુદ્દે ત્ોઓ ન જઈ શક્તાં એમના બદલે એમણે પોત્ો જ સ્ાૂચવેલું નામ, સ્વામી વિવેકાનંદ એ સભામાં વેદાંતના પ્રતિનિધિ તરીકે ગયેલા. ધર્મસંસદમાં જતાં પહેલા સ્વામીજી પોત્ો નડિયાદ ખાત્ો પંડિતજીન્ો મળવા અન્ો વેદાંતમતની ચર્ચા કરવા પધાર્યા હતા એ પણ એક ઐતિહાસિક ઘટના હતી.

આવા પ્રખર વેદાંતી પંડિતજીની રચના અન્ો એની ઉપરની એમની પોતાની ટિપ્પણીઓ વિશે વધુ તો શું કહી શકાય પણ આ પુસ્તકના પાનાઓમાંથી પસાર થતાં એટલો તો ખ્યાલ આવે છે કે આપણી પાસ્ો પણ એવા વિદ્વાનો હતાં જેમની નામના વૈશ્ર્વિક સ્તરે હતી અન્ો એમનો શબ્દ અંતિમ શબ્દ મનાતો. થોડાંક વર્ષો પહેલાં મણિભાઈ નભુભાઈ દ્વિવેદીના સાહિત્ય વિશે વિદ્યાવાચસ્પતિની પદવી મેળવનારા ડૉ. ધીરૂભાઈ ઠાકરે પંડિતજીનું લગભગ બધું જ સાહિત્ય સંપાદિત કરીન્ો ગુજરાત અન્ો ગુજરાતી સાહિત્ય ઉપર એક મોટો ઉપકાર કર્યો છે. આ ગ્રંથ નિમિત્તે આપણા આ એક અભેદમાર્ગના પ્રવાસીન્ો સ્મરીએ અન્ો એમની વિદ્વત્તાન્ો વંદન કરીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

qRdob8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com