Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
જિંદગીની બે શિખામણ

વિજય શાહપ્રિય સોહમ,

તેસૂચવેલો ડાયરી લખવાનો રસ્તો તો બહુ જ ઉપયોગી નીવડી રહ્યો છે.

‘સમય નથી જતો’વાળી ફરિયાદ હવે તેનું સ્વરૂપ બદલે છે અને તારી બા હવે મને કહે છે -

તમે તો હવે લખ લખ જ કરો છો. જો કે તેમ કહી તે આનંદ જ વ્યક્ત કરે છે, કારણ હું વ્યસ્ત રહું તો તેના ધર્મ-ધ્યાનમાં મારા કારણે થતો હસ્તક્ષેપ ઘટે છે.

આજે તને મારા જીવનમાં અસર કરી ગયેલી મારા બોસની સલાહવાળી બે વાત લખું છું.

આશા છે કે તે તને ગમશે.

નવો નવો સરકારી નોકરી ઉપર લાગ્યો હતો અને તે સમયે ગ્રામસેવકની ભરતીનો સમય શરૂ થયો હતો. સોમાકાકા જે મારા સાહેબ ઉપરાંત વડીલ હતા તેઓ ઈન્ટરવ્યુ શરૂ થતાં પહેલાં મને અને રમણભાઈને કહેવા આવ્યા:

‘આ જગ્યા એવી છે કે જ્યાં બેસીને તમને બે વિચાર આવશે.

૧. જો હું આ માણસને નોકરી નહીં આપું તો રવડી જશે અને તેની તેને ખબર છે તો તે તકનો લાભ ઉઠાવું.

૨. લાયક માણસ છે તેને નોકરી આપીને મને પ્રભુએ આપેલ તેના જીવનને ઊજળું કરવાની તક લઉં.

પહેલું કામ કરશો તો લાંચ લેતા થશો. ક્યારેક પકડાશો અને જેલમાં જશો કે અયોગ્ય માણસ તમારા થકી નિમાઈ જતાં તકલીફો થશે અને બીજું કામ કરશો તો કોઈક માબાપની આંતરડી ઠરશે અને તેના આશિષથી જીવનપર્યંત સુખી રહેશો... તમારું કામ સરકાર તરફથી ફક્ત એટલું જ છે કે માણસ યોગ્ય અને લાયક હોવો જોઈએ.’

કેટલું સાચું અને મનનીય કથન તેમનું હતું? આજે ૪૦ વરસો પછી પણ તે કથન તમને બધાને સુખી રાખે છે... તમને ક્યારેય બેકારી નડી છે? જ્યારે રમણભાઈ કહે હું સોમાકાકા કહે તેમ કરવાનો નથી... મને કમાવાની તક મળે તો શું કામ છોડું? આજે તેઓ તો નથી પણ તેઓના ઉપર ઘણી તવાઈઓ આવી. જેલમાં જતાં જતાં બચ્યા અને એક પણ સંતાન તે પાપની કમાઈને લીધે સુખી નથી. આ વાતનો સારાંશ એવો પણ નીકળે કે તમે લોકો સુખી છો તેના પાયામાં ક્યાંક કોઈક માબાપની ઠરેલ આંતરડીનાં આશીર્વાદની રજ છે અને તમારે તે સુખની રજ સાચવવી હોય તો એટલું જરૂર વિચારજો કે કોઈકને મદદરૂપ થવાતું હોય તો થજો અને ન થવાય તેવું હોય તો કોઈને તમારા નાના લાભ માટે નડશો ના.

બીજી તેમની વાત મને ઘણી જ પ્રભાવિત કરી ગઈ હતી તે હતી - ૧૯૪૮માં અમે કળોદથી સુરત પાછાં આવતાં હતાં ત્યાં મંદિર પાસેથી અમારી જીપ જતી હતી અને રેલવે ફાટક બંધ હતું તેથી એક હૃષ્ટપુષ્ટ ભિખારી અમારી નજીક આવ્યો. એને જોઈને હું અને રમણભાઈ બંને ચિઢાઈ ગયા. મજૂરી કર. ભીખ ના માગ જેવું છાંછીયું કર્યું ત્યારે તે અબોલની આંખ સોમાકાકાને કહેતી હતી, - સાહેબ! કામ પણ નથી કોઈ ચાલતું. ફાટક ખૂલી ગયા પછી સોમાકાકા બોલ્યા:

ભિખારી ભીખ માગે ને શીખ આપે ઘર ઘરે

મેં ન દીધું દાન તેથી મારા આ હાલ અરે અરે

ભિખારીને ભીખ ન આપવી હોય તો ભલે ન આપશો પણ તેનો ઉપાલંભ કરવાને બદલે બે હાથ જોડી ‘આગળ જાવ’ કહેવાથી તેનો નિ:સાસો આપણને લાગતો નથી, તેની બદદુઆ લાગતી નથી. આ સંસ્કાર કહેવાય.

આજના જમાનામાં તો કદાચ તે ભિખારી એમ પણ બોલે કે મારી સાથે આવી જાય. પણ સંસ્કારી અને વિવેકી માણસ નોંધાયા વિના રહેતો નથી તે તો અચળ સત્ય છે. અટકું? હવે નહાવાનો સમય થયો છે અને કામવાળાં બહેનને પણ મારે લીધે મોડું થાય તે સારું તો નહિ જ ને? બાળકોને આવા ઉત્તમ સંસ્કાર આપજે. બાળકો અને શિખાને આશિષ.

તબિયત સાચવજે અને પ્રત્યુત્તર પાઠવજે.

-મોટા ભાઈનાં આશિષ.(ક્રમશ:)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

R45c05b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com