Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ચૈત્રમાં મીઠાને ધાકમાં રાખો!

મેડિકલી યોર્સ-ઊર્મિલ પંડ્યાકુદરતે ભોજનમાં જે છ રસ આપ્યા છે, ગળ્યો, ખારો, ખાટો, તૂરો, કડવો અને તીખો, આમાંથી ખારો રસ જેમાંથી પ્રાપ્ત પાય છે એ મીઠાનું ખૂબ મહત્ત્વ છે. કદાચ એટલે જ દરેક લોકોને પર્યાપ્ત પ્રમાણમાં મીઠું મળી રહે તે માટે પૃથ્વી પર ૭૦ ટકા ખારા પાણી ધરાવતા સમુદ્રોની વ્યવસ્થા થઇ હશે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. મીઠાના અનન્ય મહત્ત્વને કારણે જ તેને સબરસની ઉપમા આપવામાં આવી છે. ભોજનમાં જરૂર કરતાં સહેજ ઓછું મીઠું પડ્યું હોય તો મજા મરી જાય છે. માત્ર સ્વાદ જ નહીં, મીઠું શરીરના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત મહત્વનું તત્ત્વ છે. મીઠું ખોરાકને પચાવવામાં મદદરૂપ પાય છે. આ ઉપરાંત ક્યારેક શરીરમાંપી વધુ પડતું પાણી ઓછું પઇ ગયું હોય ત્યારે સેલાઇન વોટર રૂપે ડૉક્ટરો આપણને જે પ્રવાહી આપે છે તેનાથી શરીરને જોઇતું પ્રવાહી અને પૂરતી શક્તિ પણ પ્રાપ્ત પાય છે. મીઠું ખરાબ કૉલેસ્ટરોલને પણ નિયંત્રણમાં રાખે છે. જોકે, મીઠાનો વધુ પડતો ઉપયોગ એટલે ભાતભાતના રોગોને આમંત્રણ. સામાન્ય રીતે પ્રતિદિન એક ચમચીથી વધુ મીઠું ઉપયોગમાં ન લેવું જોઇએ. પણ આધુનિક લાઇફસ્ટાઇલ, પ્રોસેસ્ડ ફુડના તૈયાર પડીકા અને હોટલના મસાલેદાર ખાણાની આદતને લીધે દરરોજ જરૂર કરતાં વધુ મીઠું પેટમાં જતું હોય છે તેને કારણે ઉંમરલાયક તો ઠીક યુવા સ્ત્રી-પુરુષો પણ હાઇ-બ્લડપ્રેશર અને હૃદયની બીમારીનો ભોગ બને છે. એમાંય ઉનાળામાં મીઠાનો ઉપયોગ વધુ નુકસાન કરે છે. કારણ કે ગરમી અને મીઠાંને પણ ઘણો સંબંધ છે. આવા સમયે મીઠા પર નિયંત્રણ રાખતો રિવાજ મૂકીને આપણા ઋષિમુનિઓએ તેમની વૈજ્ઞાનિક સૂઝબૂઝનો અનેરો પરિચય આપ્યો છે. ચૈત્ર મહિનામાં એક અલૂણા વ્રત આવે છે જેમાં મીઠાનો ઉપયોગ ટાળવાનો હોય છે. મીઠું પેટમાં ન જાય તેનું ધ્યાન રાખવાને બદલે ચૈત્રમાં મીઠું ખરીદવું નહીં એટલું જ નહીં ઘણી ગૃહિણીઓએ ધ્યાનમાં રાખ્યું છે. એટલે આખા ચૈત્રમાં ચાલે એટલું મીઠું ફાગણના અંત ભાગમાં ઘરભેગું કરી લે છે. ખરેખર તો ચૈત્રની ગરમીમાં મીઠું ન વાપરવું જોઇએ અથવા તો એકદમ ઓછું વાપરવું જોઇએ. જેથી ઘણા પ્રકારે લાભ થાય છે. કેવી રીતે તે હવે આપણે જોઇએ.

મીઠું એ આયોનિક બોન્ડ ધરાવતો પદાર્થ છે. એટલે જ્યારે મીઠાને પાણીમાં મેળવવામાં આવે છે ત્યારે તે સોડિયમ નામના ઘનભાર ધરાવતાં અને ક્લોરિન નામના ઋણભાર ધરાવતાં તત્ત્વોમાં વિભાજિત થાય છે. એક વાસણમાં સાદું પાણી અને બીજા વાસણમાં મીઠાવાળું પાણી રાખીને બેઉને ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે તો સાદા પાણીનું બાષ્પીભવન જલદી થાય છે, જ્યારે ખારું પાણી ઝડપથી ઊડી જતું નથી, કારણ કે સાદા પાણીની ઉપલી સપાટી પર બધા પાણીના જ અણુઓ હોય છે, પરંતુ ખારા પાણીની ઉપલી સપાટી પર સોડિયમ, ક્લોરિન અને પાણીના અણુઓ હોય છે. આમ, સાદા પાણી કરતાં મીઠાવાળા પાણીમાં ઉપલી સપાટી પર પાણીના અણુઓનું પ્રમાણ ઓછું થઇ જાય છે. હવે બાષ્પીભવનમાં હવામાં ઊડી જવાનું કામ ફક્ત પાણીબહેનનું જ હોય છે. મીઠાભાઇ તો વાસણમાં જ પડ્યા રહે છે. ઊલટું તેમની હાજરીને કારણે પાણીબહેનને ઊડી જવા માટેનો માર્ગ પણ સાંકડો થઇ જાય છે. આથી ખારા પાણીનું બાષ્પીભવન થતાં વાર લાગે છે.

ઉનાળામાં શરીરમાં પરસેવો વધારે પ્રમાણમાં થાય છે. તમે જાણે-અજાણે પરસેવાનો ખારો સ્વાદ તો ચાખ્યો જ હશે એ બીજું કંઇ નહીં, પણ શરીરમાં ન વપરાયેલ મીઠા, અન્ય ક્ષાર અને પાણીનું જ સંયોજન છે. હવે ગરમીમાં તમે જેટલું મીઠું વધારે ખાવ એટલું વધારે મીઠું પરસેવાની સાથે બહાર નીકળે અને પરસેવાને વાતાવરણમાં ઊડી જવામાં વિઘ્ન નાખે : કારણ કે ખારા પાણીનું બાષ્પીભવન જલદી થતું નથી. જો શરીરમાંથી પરસેવો સમયસર ઊડે નહીં, તો શરીરને ઠંડક તો ન લાગે, પણ સાથેસાથે હવામાંના બેક્ટેરિયા પરસેવામાં પોતાનું ઘર ભાળી જાય અને આ બેક્ટેરિયા જેને ભેજ ગમતો હોય છે તેમની આપણી ચામડી પર ઝડપી વૃદ્ધિ થતી હોય છે, પરિણામે ચામડીનાં છિદ્રો પુરાઇ જાય. અળાઇ, ગૂમડાં, ફોડલીનું પ્રમાણ શરીરમાં વધી જાય. ચામડીના રોગ વધે, દુર્ગંધ વધે. શરીર વાટે પરસેવો જલ્દીથી બહારના નીકળતાં બધો બોજો કિડની પર આવે અને કિનીને ખરાબ અસર થવાની શક્યતા પણ વધી જાય. આથી ઊલટું મીઠાનો વપરાશ ન કર્યો હોય અથવા ઓછો કર્યો હોય તો પરસેવામાં પણ ક્ષારનું પ્રમાણ ઓછું થઇ જાય અને એ ઝડપથી શરીર પરથી ઊડી જાય તેમ જ બેક્ટેરિયાને જમા થવા માટે ચાન્સ મળે નહીં.

બીજું, મીઠું પાણીની ગરમી ટકાવી રાખે છે. એટલે જ રાંધતી વખતે સાદા પાણી કરતાં મીઠું નાખેલા પાણીમાં કોઇ પણ ખાદ્યવસ્તુ જલદીથી ચડી જાય છે. આવું મીઠું ઉનાળામાં શરીરની અંદર જાય તો શરીરની ગરમીમાં વધારો કરે છે, પિત્તમાં વૃદ્ધિ થાય એટલે મીઠું ન ખાધું હોય તો ઉનાળામાં ગરમી ઓછી લાગે છે અને ઉનાળો સહ્ય બને છે. ત્રીજું, મીઠામાં સોડિયમનું જે તત્ત્વ છે તે શરીરના પ્રવાહીની અંદર વીજકણોની સમતુલા જાળવવામાં અને બ્લડપ્રેશર જાળવવામાં મદદરૂપ થાય છે, પરંતુ આ જ સોડિયમનું પ્રમાણ વધી જાય તો બ્લડપ્રેશર ‘હાઇ’ થઇ જાય છે, જે હૃદયમાં દુખાવો ઉત્પન્ન કરી હાર્ટ એટેક સુધી પહોંચાડી શકે છે. આજના નેચરોપથ ડૉક્ટરો તો મીઠાને સફેદ ઝેર તરીકે જ ઓળખે છે. તેઓ તો કહે છે કે જેટલી શરીરને મીઠાની જરૂર છે એટલી તો ફળો, શાકભાજી

કે અન્ય ખાદપદાર્થોમાંથી મળી રહે છે. માટે મીઠાને કાયમ માટે બંધ કરી દો પણ શરીરને કંઇ નુકસાન નથી. આપણે હાઇ બી.પી. કે કિડની ટ્રબલથી પીડાવા લાગીએ ત્યારે ડૉક્ટર ફરજિયાત મીઠું બંધ કરાવી દે છે. દસમા ધોરણના વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે કે ૩૫ વર્ષ પછી મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઇએ.

‘મીઠું’ ફરજિયાત આપણી ઇચ્છા ન હોય તો પણ બંધ કરવાના દિવસો આવે એના કરતાં શાસ્ત્રોમાં સૂચવ્યા પ્રમાણે ચૈત્રના ઉનાળામાં સ્વેચ્છાએ મીઠું ઓછું કર્યું હોય કે બંધ કર્યું હોય તો આખું વર્ષ સારી રીતે પસાર થાય છે અને દિવાળી કે શિયાળામાં મેવામિષ્ટાન કે ફરસાણ ખાવામાં થોડી છૂટ લેવાઇ જાય તો વાંધો નથી આવતો. આપણી વ્રતકથાઓમાં લખ્યું છે કે જે ભાવિકો ચૈત્ર માસમાં ‘અલૂણા વ્રત’ કરશે અને આખો મહિનો અથવા પંદર, અગિયાર, સાત, પાંચ, ત્રણ કે એક દિવસ અલૂણું (મીઠા વગરનું) ભોજન કરશે તેને રોગ નહીં થાય અને રોગ થયો હશે તો તે શમી જશે.’

જૈનોમાં પણ ચૈત્ર સુદ સાતમથી આયંબિલ ઓળી અને અઠ્ઠાઇનો પ્રારંભ થતો હોય છે જેમાં બાફેલા અને મીઠા વગરના ભોજનનો અનુરોધ કરવામાં આવ્યો છે. મીઠા વગર ન જ રહી શકાતું હોય તેવા લોકો સિંધાલૂણ વાપરવાની છૂટછાટ લે છે. સિંધાલૂણ કુદરતી રીતે બનેલા ખડકોમાંથી મળતો ક્ષાર છે. તે મીઠા કરતાં ઓછો નુકસાનકારક છે, પરંતુ ઉત્તમ રસ્તો તો ચૈત્રના થોડા ઘણા દિવસો મીઠા વગરના ભોજનને ગ્રહણ કરવાનો જ છે.

મીઠું ઓછું ખાવ તો સ્વાસ્થ્ય તો સુધરે જ છે, સાથેસાથે સૌંદર્ય પણ નીખરી ઊઠે છે. આજના સૌંદર્ય અને ફૅશનલક્ષી જમાનામાં આ પણ એક અગત્યની વાત ગણાય. ગરમી અને કાળા રંગને સીધો સંબંધ છે. દરેક દંપતીને ઊંડે ઊંડે એવી ઇચ્છા હોય છે કે એમને ત્યાં ગોરું બાળક જન્મે. ઉનાળામાં ચૈત્ર સુદ-૯ને દિવસે જ ગોરો વાન ધરાવતા શ્રીરામચંદ્ર જન્મ્યા હતા. તમારે પણ શ્રીરામ જેવું ગોરું સંતાન જોઇતું હોય અથવા તો તમારે પોતે ગોરા દેખાવું હોય તો મીઠાનો વપરાશ કમસે કમ ઉનાળામાં એકદમ ઓછો કરી દેવો જોઇએ. જેથી કરી મીઠાની ગરમી અને ગરમીથી ઉત્પન્ન થતી કાળાશથી બચી શકાય છે તેમ જ ફોડલી, ગુમડાં, ખૂજલી જેવા નાનામોટા વિકારથી ચામડીને બચાવી તેનું સૌંદર્ય પણ જાળવી શકાય છે.

અણૂલા વ્રત સ્ત્રીઓએ જ કરવું જોઇએ એવું માનીને પુરુષ વર્ગ છટકી જતો હોય છે, પરંતુ હાઇ બી.પી., હૃદયરોગ થવાની સંભાવના પુરુષોમાં વધુ હોય છે માટે આ રોગથી બચવા આ વ્રત સ્ત્રીઓ સાથે પુરુષોએ પણ કરવું જોઇએ. એ સાચું છે કે મોટા ભાગનાં વ્રતો સ્ત્રીઓએ જ કરવાનાં હોય છે, કારણ કે સ્ત્રીઓએ સંતાનને પેટમાં રાખવાથી માંડીને સંતાન જન્મે અને માતાનું ધાવણ ધાવીને મોટાં થાય ત્યાં સુધી બે જીવને સુંદર, સ્વાસ્થ્યકારક, ગુણવાન અને સુસંસ્કારી બનાવવાની કુદરતી જવાબદારી હોય છે. એટલે જ જો સ્ત્રીઓ શ્રદ્ધા સાથે બધાં વ્રત પાળે તો પોતાના ઘર કે કુટુંબને જ નહીં, પૂરા સમાજ અને દેશને પણ ફાયદો થાય છે.

અલૂણા વ્રત કરતી વખતે એક વાર્તા વાંચવામાં આવે છે તેમાં એવું વર્ણન છે કે ગણપતિની બહેન ઓખા મીઠાની કોઠીમાં સંતાઇ ગઇ એટલે તેમાં એના હાડકાં ઓગળી ગયાં. આજનું વિજ્ઞાન પણ કહે છે કે મીઠાંનો વધુ પડતો ઉપયોગ કરવાથી આપણા, ખાસ કરીને મહિલાઓનાં હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઘટતું જાય છે. ઓસ્ટિઓપોરોસીસની બીમારી પણ લાગુ પડી શકે છે.

જોકે, ગભરાવાની જરૂર નપી. બસ, એટલું ધ્યાનમાં રાખો ક્યારે મીઠાનો ઉપયોગ કરી લેવો અને ક્યારે ટાળવો એ શીખી લેવાની જરૂર છે. આ મહિનામાં મીઠાનો ઉપયોગ ઘટાડવામાં જ શાણપણ રહેલું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Q84ra0j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com