Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ચેહરાક્યા દેખતે હો...

પ્રાસંગિક-નિધિ ભટ્ટચૂંટણી પ્રચારમાં ફિલ્મી કલાકારો અને આકર્ષક હસ્તીઓ લોકોના ટોળાંને ખેંચવામાંમદદરૂપ થાય છે, પણ એ વાત સ્પષ્ટ નથી કે તેમની લોકપ્રિયતા મત ખેંચી લાવવામાં મદદરૂપ થાય છે કે નહીં? તે પછી ડિમ્પલ યાદવ, પ્રિયંકા ગાંધી, ઊર્મિલા માતોંડકર, હેમા માલિની, જયા પ્રદા, ખુશ્બૂ કે નારા બ્રહ્માણી, તે બધા જ તેમની રીતે લોકોના ટોળાંને ખેંચી લાવવા સક્ષમ છે અને તેઓ રાજકીય બેઠકોને ગ્લેમરસ બનાવી દે છે. પણ શું ખરેખર તેમનું ગ્લેમર લોકોના મત ખેંચી લાવવા સક્ષમ હોય છે?

ફિલ્મસ્ટાર્સના ચાહકો અને અનુયાયીઓ બહુ મોટા પ્રમાણમાં હોય છે. ખાસકરીને ગામડાંઓમાં, લોકોને કલાકારો બહુ ગમે છે અને જ્યારે તેઓ તેમને કે તેમની બહેન, પત્ની કે કોઇ અન્ય મહિલાને રાજકારણમાં જુએ તો બહુ ખુશ થઇ જાય છે, કારણ કે તેમને તેના સિવાય આ કલાકારો બીજેક્યાંય જોવા મળતા નથી. બીજી બાજુ, રાજકારણીઓ રોજેરોજ ટીવી, અખબારો, બેઠકો કે સભાઓમાં જોવા મળતા હોય છે. આથી આવી કલાકાર મહિલાઓની હાજરીને કારણે રાજકારણમાં મોટો ફરક જોવા મળે છે અને મત ખેંચવા માટે મદદરૂપ બને છે. આમ, તેમને રાજકારણમાં લેવા પાછળનું કારણ તેમની ગ્લેમરસ ઇમેજ હોય છે, જેનાથીલોકો આકર્ષાય છે, નહીં તો તે સામાન્ય બેઠક લાગે છે, એમ એક વરીષ્ઠ રાજકારણી કહે છે.

તાજેતરમાંવધુ એક અભિનેત્રી ઊર્મિલા માતોંડકર રાજકારણમાં પ્રવેશી. તેને કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ મળી છે. હવે ઊર્મિલા તો ફિલ્મોમાંથી આઉટ થઇ ગઇ છે, પણ હજુય તે ગ્લેમરસ લૂક ધરાવતી અને યુવાન હોવાથી તેની ઇમેજ તેણે હજુ જાળવી રાખી છે. આથી તેને ચૂંટણી લડવા માટેની તક મળી છે, પણ શું તેના ચાહકો હજુ અકબંધ છે કે તે તેના ચાહકોને આકર્ષિત કરીને ચૂંટણી જીતી શકશે કે કોંગ્રેસને જીતાડી શકશે? તે એક પ્રશ્ર્ન છે, કારણ કે ફિલ્મોને કારણે લોકો તેમના ચાહકો બને છે, પણ વાસ્તવિક જીવનમાં સિનારિયો જુદો જ હોય છે. પણ રાજકીય પક્ષો આમ છતાંય આવી ગ્લેમરસ અભિનેત્રીઓને પક્ષમાંલે છે.

રાજકીય વ્યૂહરચનાકાર વેંકટા પાર્થસારથીનો મત જોકે આ બાબતમાં જુદો છે. ગ્લેમરસ હસ્તી કંઇ હંમેશાં કે દરેક જગ્યાએ આકર્ષણરૂપ નથી હોતી અને આથી તે પ્રચાર કરીને મતો અપાવી જ શકે તે જરૂરી નથી. જેમ કે, અભિનેત્રી હેમા માલિની પ્રથમ વખત જીતી હતી, કેમ કે ૨૦૧૪માં લોકોને તે એક ગંભીર રાજકારણી દેખાઇ હતી, પણ લોકસભામાં તેનો ફાળો નગણ્ય જોઇને તેમને સંતોષ થયો નહીં, એમ તે કહે છે.

હા, પ્રિયંકા ગાંધી તેની ગરીમા, સુંદર દેખાવ અને પ્રેમાળ વર્તણૂંક સાથે સ્મિત કરીને લોકો સાથે વાતચીત કરે છે ત્યારે લોકો પર તેની અસર પડે છે અને નારા બ્રાહ્મણીએ પોતાની જાતને એક સારી વક્તા તરીકે સ્થાપિત કરી છે. તે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએમાં સ્નાતક થઇ છે. આ બ્રહ્માણી તાજેતરમાં પ્રવેશેલી લેટેસ્ટ રાજકારણી છે, જેણે આંધ્રપ્રદેશમાં ટીડીપીની બેઠકમાં પોતાના ગ્લેમરસ દેખાવથી લોકોને આકર્ષ્યા હતા.

જ્યારે જ્યારે આ રાજકીય સ્ટાર્સ જાહેર મીટિંગોમાં પ્રવેશ કરે છે તેમને લોકોના ટોળાં આવકારે છે અને તેમના માટે ચીયર્સ કરે છે અને તાળીઓ અને વ્હીસલો મારે છે. જ્યારે શ્ર્વેતા બ્રહ્મભટ્ટ, જેણે એક મોટી બૅંક સાથે ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર તરીકે કામ કર્યું હતું તેણે જ્યારે ૨૦૧૭માં ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની ટિકિટ પર પ્રવેશ કર્યો અને તે બેઠક ગુમાવી પણ દીધી, પણ હજુ સુધી તેના ગ્લેમરસ અવતાર અંગેની વાતા,ે ચર્ચાનો મુદ્દો બને છે. એવું નથી કે સેલિબ્રિટીઝે રાજકારણમાં ભાગ ન લેવો જોઇએ, પણ તેઓ શું મત આપવાની પદ્ધતિમાં બદલાવ લાવવા સક્ષમ હોય છે, જે લોકો પર આધારિત હોય છે? કલાકારો જે કહે છે, તે લોકો માને તો તો વિજયનો જયઘોષ જ થઇ જાય, પણ જો તે વ્યક્તિ રાજકીય પૃષ્ઠભૂમિધરાવતી ન હોય કે તેની પાસે સ્થાનિક જોડાણ ન હોય તો તેમને કોઇ ગંભીરતાથી લેતું નથી.

------------------------

હિરોઇનોનીહાર-જીત

ૄ હેમા માલિનીએ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીને હરાવીને જીત મેળવી હતી.

ૄ કિરણ ખેરે ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા પવન બંસલને હરાવ્યા હતા.

ૄ મૂનમૂન સેને સીપીઆઇ (એમ), એમપીના બાસુદેબ અચારિયાને ૨૦૧૪ની ચૂંટણીમાં હરાવ્યા હતા.

ૄ જયા પ્રદાએ ૨૦૦૯માં સમાજવાદી પક્ષ તરફથી લડીને જીત મેળવી હતી. આ ઉપરાંત ૨૦૧૪માં તે રામપુરમાંથી ફરી લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે, તે વખતે તેણે આરએલડીની ટિકિટ ગુમાવી હતી.

ૄ ગુલ પનાગ (૨૦૧૪), નગમા (૨૦૧૪), રામ્યા (૨૦૧૩) અને નવનીત કૌર (૨૦૧૪) જેવી અભિનેત્રીઓએ કોઇ જાતની નોંધપાત્ર પ્રસિદ્ધિ પણ નહોતી મળી.

-------------------------

ફિલ્મી અભિનેત્રીઓ રાજકારણમાં ઘણી આવતી રહે છે, પણ ખાસ વાત એ છે કે તેઓ તેમની ગ્લેમરસ ઇમેજથી લોકોનાં ટોળાંને આકર્ષવામાં સફળ થાય છે, પણ મત ખેંચવામાં સફળ થાય છે? તે એક પ્રશ્ર્ન છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

u743717
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com