Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
વાવવા જેવાં વૃક્ષો કરમળ અને રાયણ

આપણા કલ્યાણ મિત્રો-ડૉ. અશોક એસ. કોઠારીકરમળ

આ વૃક્ષ હિમાલયની તળેટીના પ્રદેશો, આસામ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, બંગલાદેશ, મ્યાનમાર, જાવા, સુમાત્રામાં ઊગે છે. ગુજરાતીમાં કરમળ, કરમેલ, કરવથ, નાનું કરેમ્બેલ વગેરે નામો છે. આસામીઝ, બંગાળી હિંદીમાં વધુ પ્રચલિત નામ ચાલતા કે ચાલીતા છે. ઓરિસ્સાની ઓરિયા ભાષામાં ચાલોંતા છે. કલકત્તાની બજારમાં ચાલતાનાં ફળો વેચાતાં જોવામાં આવે છે. મરાઠીમાં કરમબેલ, મોઠા કરમબેલ વગેરે નામો છે. જ્યારે સંસ્કૃતમાં ભાવ્યા, રૂવ્યા નામો છે. નાનકડું, મધ્યમ કદનું સદાહરિત વૃક્ષ મુંબઈમાં પણ સહેલાઈથી ઊગે છે. ખારમાં રામકૃષ્ણ મિશન હૉસ્પિટલની સામેના મકાનના કંપાઉંડમાં ત્રણ વૃક્ષો છે. ખારમાં 14મા રસ્તા ઉપર એક બિલ્ડિંગમાં પણ એક વૃક્ષ છે. છોડને ત્રણ વર્ષ સુધી કૂંડામાં ઉછેરી મોટો કરી વાવવો જરૂરી છે. પત્તાં લાંબા, સમાંતર, કરચલીઓવાળી નસોવાળાં અને કિનારીઓ ઉપર કરવત જેવા કાપા હોય છે. પત્તાં ડાળીઓને છેડે ઊગે છે. પાંદડાની ડીંટીઓ ઉપર, ઉપરની બાજુ નીક હોય છે. વર્ષાઋતુ દરમ્યાન શાખાઓને છેડે મીઠી સોડમવાળાં શ્ર્વેત ફૂલો ઊગે છે. સપ્ટેંબર-ઑક્ટોબરમાં પુષ્પો ખરી દડા જેવાં ફળો બેસે છે. આ ફળો સ્વાદમાં ખટમીઠી એવી દળદાર પાંખડીઓમાં સમેટાયેલાં હોય છે. બંગાળીઓ તેનાં શાક-અથાણાં વગેરે બનાવે છે. આ વાવવા જેવા વૃક્ષના છોડવા કદાચ મુંબઈની નર્સરીઓમાં ન મળે, પરંતુ કલકત્તાથી મંગાવી શકાય. એક સુંદર વૃક્ષ ભાયખલાના વનસ્પતિ ઉદ્યાનમાં પણ છે. જિજામાતા ઉદ્યાનનાં વૃક્ષો હજુ તાજગી ભરેલાં છે, પરંતુ વિકાસનાં યંત્રો સામે ટક્કર લઈ શકશે કે નહીં તે પ્રશ્ર્ન છે. દળદાર પાંખડીઓમાંથી જામ, મુરબ્બા અને સ્વાદિષ્ટ પીણાં બનાવવામાં આવે છે. જંગલમાં હાથીઓ પણ આ ફળ માણે છે. પાંદડા ઉપર રેશમના કીડાનો પણ ઉછેર થાય છે. ફળના રસમાંથી બનાવેલું પીણું અપચા, વાયુ, નબળાઈ અને ખાંસીમાં આપવામાં આવે છે. એમ કહેવાય છે કે આ પીણું નિયમિત લેવાથી માથાના કેશમાં ચમક આવે છે અને વાળ ઝડપથી ઊગે છે.

------------------------------------------

રાયણ

ધીમે ધીમે ઊગતું, પરંતુ જમીનમાં ઊંડે સુધી જડો નાખતું આ મજબૂત વૃક્ષ છે. ગુજરાત, પશ્ર્ચિમઘાટ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં ઊગે છે. મુંબઈમાં ઘણે ઠેકાણે એની મેળે ઊગે છે. પાકિસ્તાનમાં સરહદી પ્રાંત, શ્રીલંકા વગેરેમાં પણ જોવા મળે છે. તેનાં ગુજરાતી નામો રાણ, રાયણ, રાણ કોકડી. હિંદીમાં ખીરની, રંજન વગેરે નામો છે. મરાઠીમાં ખીરણી, રાયણી, રાયણ, રંજના વગેરે નામો છે. ફળ રાયણ કે અમદાવાદી મેવા જેવાં નામોથી જાણીતું છે. થડ સીધું હોય છે. થડમાં કાપો મૂકતાં દૂધ જેવું પણ ચીકણું પ્રવાહી ઝરે છે. પાંદડાં ચળકતા લીલા રંગનાં અને છેડેથી પહોળાં અને ડીંટડી પાસે સાંકડાં હોય છે. પાંદડાને છેડે અંદર બેસતો ખાંચો હોય છે.

સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં પત્રકોણમાંથી ડીંટડીવાળા ચક્રાકાર ફૂલો બહાર પડે છે. ફૂલો સફેદ કે આછા પીળા રંગનાં અને મીઠી સુવાસવાળાં હોય છે. માર્ચ મહિનામાં લીંબોળી જેવા કદની અને દેખાવની રાયણો બેસે છે. શરૂઆતનો લીલો રંગ પીળો કે કેસરી થઈ જાય છે. જરા કાચાં હોય ત્યારે ચાવતાં મોંમાં કૂચા વળે છે. ફળ જૂના થતાં નરમ અને વધુ સ્વાદિષ્ટ બને છે. પાકા ફળને ઘી લગાવી એક-બે દિવસ રાખ્યા પછી વધુ સ્વાદિષ્ટ લાગે છે. સૂકવેલાં ફળો રાયણ કોકડી તરીકે પ્રખ્યાત છે. ઉનાળામાં અમદાવાદની બજારોમાં ફાલસા, લાલ ગુંદા અને રાયણોના ઢગલા લારીઓમાં વેચાતા નજરે પડે છે. ફળમાં ઘણું કરીને એક બીજ હોય છે.

આ વૃક્ષનું આયુષ્ય લાંબું હોય છે. શેત્રુંજા પર્વત ઉપર આદિનાથ દાદાના મંદિરની પાછળ રાયણનું પ્રાચીન વૃક્ષ આવેલું છે. ઊના-દેલવાડાનાં તીર્થોમાં પણ રાયણના પ્રાચીન વૃક્ષોનાં દર્શન થાય છે. રાજસ્થાનમાં રણથંભોરના કિલ્લામાં ખંડેરોની સામે એક અતિ પ્રાચીન વૃક્ષ આવેલું છે.

ફળઘળડર્ણીં થબળદ્વ્રૂષળજ્ઞ ફળઘઇંધ્રળ ષિફિઇંળરુક્ષખ

ષિફિઇંળ્રૂર્ળીં થર્બૈ ટૈશ્રર્રૂૈ રૂર્લ્રૈ રુલધ્ક્કર્ઢૈ રુવર્પૈ ઉૂ્ંય॥

ટૈશ્રઞળપુખ્રગળૃપડ ધૄળાધ્ટષ્રૂડળજ્ઞરઠ્ઠ્રૂળષ્રુઘટ્ર॥

રાજાદન, ફલાધ્યક્ષ, રાજક્ધયા અને ક્ષીરિકા એટલાં રાયણનાં નામ છે. ફળ વીર્યને વધારનાર છે, બળ આપનાર છે, સ્નિગ્ધ છે, ટાઢું છે, ભારે છે અને તરથ, મૂર્છા, મદ, ભ્રાંતિ, ક્ષય, ત્રણે દોષ તથા લોહીનો બગાડ મટાડનાર છે. (ક્રમશ:)આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

s045872
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com