Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
જૂની કથાઓને નવા વાઘા પહેરાવાય છે
સમુદ્રીદૈત્યોની જાતિ કંઇ આજના જમાનાની શોધ નથી, પણ તે સદીઓ જૂના છે. પૌરાણિક કથાઓમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે અને વર્ષો પહેલાં કેટલાક દેશોમાં તેમને લોકોએ નજરે જોયા હોવાનો પણ દાવો કર્યો છે

ફોકસ-એન. કે. અરોડાપહેલી ફેબ્રુઆરી 2019એ જાપાનની સોશિયલ મીડિયામાં આશંકિત સુનામીની ઉથલ-પાથલ મચી હતી. તેનું કારણ એ હતું કે એ દિવસે ગાઢ સમુદ્રમાં રહેતી એક બહુ વિચિત્ર માછલી રહસ્યમયરીતે જાપાનના કેટલાયે સમુદ્ર કિનારે જોવા મળીહતી. કેટલાક જણના કહેવા પ્રમાણે એ સમુદ્રની અંદર વધતી હલચલના કારણે બહાર આવી હતી અને તેનું તારણ એવું નીકળ્યું કે કેટલાક કલાકમાં ત્યાં સુનામી આવવાની શંકા છે. આ અનુમાનથી એક ચેતવણી પણ જાહેરમાં આપવામાં આવી. સોશિયલ મીડિયામાં પરંપરાગત જાપાની લોકોનો એક મોટો સમુહ એ કહી રહ્યો હતો કે તે માછલી વાસ્તવમાં સમુદ્રી દૈત્યની દાસી છે, જે જાપાનવાસીઓને ચેતવવા આવી હતી કે બહુ જલદી સમુદ્રી દૈત્ય જાગશે. સોશિયલ મીડિયામાં લોકો પોતાના અનુભવો અને અનુમાનોની ચાસણી કરીને બહુ ચર્ચા કરી રહ્યા હતા. કેટલાક શિંતોે ધર્મના અનુયાયી તો ડરીને પ્રાચીન વૃક્ષો અને પહાડોની પૂજામાં લીન થઇ ગયા. જોકે, ભણેલા ગણેલા લોકોના જણાવ્યા પ્રમાણે એ ઑરફિશ હતી જે છેલ્લા ત્રણ દિવસમાં જાપાનનીટોયામા ખાડીની આસપાસ ત્રણથી વધારે મળી હતી. એવું કહેવાય છે કે 3,000 ફૂટથી પણ વધારે ગાઢ સાગરમાં રહેનારી એ માછલી નરભક્ષી નથી હોતી, પણ તેની પણ એક દુનિયા હોય છે. કેટલાક લોકો કહી રહ્યા હતા કે એ ઑરફિશ સમુદ્રી દેવતાના મહેલની સંદેશાવાહક છે તો કેટલાકના હિસાબે સમુદ્રી દૈત્યની દાસી. જીવવિજ્ઞાનના અહેવાલ પ્રમાણે 2011માં પણ તોહોકૂ ભૂકંપ પહેલા ઉત્તર-પૂર્વીય જાપાનના સમુદ્રી કિનારા પર લગભગ 20 એવી માછલીઓ આવી હતી. તે પછી આવેલો ભૂકંપ હાલના ઇતિહાસમાં સૌથી વિનાશકારી રહ્યો હતો. જેમાં 19,000થી વધારે લોકો માર્યા ગયા હતા અને ફુકુશિમા પરમાણુ ઉર્જા સંયંત્ર નષ્ટ થઇ ગયા હતા. આથી તેની દૈત્યપ્રતિનિધી હોવાની ચર્ચા કોઇ ખોટી વાત નહોતી. હજુ પણ જાપાન કોઇ આશંકાથી બચી નથી શક્તું.

પણ સમુદ્રી દૈત્યની આ વાયકાઓ હાલમાં ફક્ત જાપાનમાં જ ચર્ચાનો વિષય નથી રહી, પણ રશિયાના સમુદ્ર તટે પાછલા વર્ષે લોકોએ એક એવા જ ખતરનાક જીવને જોયો હતો, જેસ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સમુદ્રી દૈત્યોના જ વંશજ સાથે સંબંધ રાખતો હતો. તે જીવ એટલો મોટો હતો કે લોકો તેને જોઇને સાચ્ચે જ ડરી ગયા. જોકે, એ જીવ જીવિત નહોતો પણ તેનું શબ હતું. આ જીવનું શબ કામચટકા પ્રાયદ્વીપમાં પ્રશાંત મહાસાગરના કિનારા પર પખાચીમાં એક ગામની નજીક મળ્યો હતો. પણ લોકોનું માનવું હતું કે આ સમુદ્રી દૈત્યની જ કોઇ પ્રજાતિ હતી. આ રહસ્યમયી જીવ મળવાની ખબર સાંભળતા જ તેને જોનારાઓની ભીડ લાગી ગઇ. જોકે, કોઇ પણ માણસ આ જીવને ઓળખી નથી શક્તું. આથી જ તે દૈત્ય હોવાની આશંકા ઊભરે છે કેમ કે તે લાંબું-પહોળું વિશાળ શરીર ધરાવતું હતું.

ટૂંકમાં કહીયે તો સમુદ્રી દૈત્ય ફક્ત ધાર્મિક કિસ્સા અને વાર્તાઓ સુધી જ મર્યાદિત નથી, પણ ત્યાંથી બહાર પણ આપણી આજુબાજુ જ હાજર હોય છે. તે જ રીતે જેમ કે કમોબેશની દરેક સંસ્કૃતિની પૌરાણિક વાર્તાઓમાં હાજરી હોય છે. બાઇબલમાં તેની વાર્તાઓ તો છે જ પણ હિન્દુસ્તાનના પૌરાણિક આખ્યાનોમાં તેના ડઝનબંધ કિસ્સા જોવા મળે છે. બાઇબલના એક વિભાગમાં લિવિઅફાન નામના એક ભયંકર સમુદ્રી જીવનો ઉલ્લેખ મળે છે, જેને મૉન્સ્ટર અથવા સમુદ્રી દૈત્ય કહેવામાં આવે છે, જે રીતે કાલિયા જેવા વિશાળકાય કાળા નાગની આપણા ધાર્મિક ગ્રંથોમાં ઉપસ્થિતિ છે. હા, એક ફરક એ પણ છે કે આપણા આ વિશાળકાય નાગરાજ દૈત્યોને બદલે દેવતાઓ જેવા છે, કેમ કે તેમાં એકે પોતાની પીઠ પર ધરતીનો ભાર ઉઠાવી રાખ્યો છે.

આ બધું જોતાં ધરતીના દરેક ખૂણામાં હંમેશાંથી સમુદ્રી દૈત્યોની માન્યતા રહી છે. જોકે, આ એકવીસમી સદીમાં તેને તમામ લોકો કાલ્પનિક વાર્તાઓ જ માને છે, પણ 2009માં કંઇક એવું થયું કે દુનિયાના તમામ સમુદ્રી વૈજ્ઞાનિકોને પણ માનવું પડ્યું કે વિશાળાકાર સાપ ફક્ત કલ્પના નથી, પણ સાચ્ચે જ તે સમુદ્રના અનંત ઊંડાણમાં અસ્તિત્વ ધરાવે છે. તે વિશ્ર્વાસના આધારે બનેલો એક વિડિયો 2009માં અલાસ્કાના માછીમારોના એક ગ્રુપસાથે પ્રશાંત મહાસાગરમાં શૂટ કરાયો હતો. પાછળથી આ વિશાળકાય સાપને ‘કેડી’ નામ આપવામાં આવ્યું હતું. જોકે, તેને જ્યાં જોવામાં આવ્યો હતો અને શૂટ કરાયો હતો ત્યાં તેના કિસ્સા સદીઓ પહેલાથી ચર્ચિત રહ્યા છે. પણ પહેલા તેની કોઇ પાક્કી સાબિતી નહોતી, આથી કોઇ માનતું ન હતું. ત્યારે તેને ઘણા લોકો દ્વારા કપોળ કલ્પના જ સમજવામાં આવતી હતી. પણપહેલાની જેમ કોઇ સમુદ્રી દૈત્ય ફક્ત વાતોમાં કે શબ્દોમાં જ નથી રહી, પણ સપ્રમાણ કેમેરામાં પણ તેની હાજરી હવે થઇ ગઇ છે. કેડી નામના આ સમુદ્રી દૈત્યનો વિડિયો જોઇને બ્રિટિશ વૈજ્ઞાનિક પૉલ લેબલૉંડ પણ અચંબામાં પડી ગયા હતા, કેમ કે તેમણે સમુદ્રી દૈત્યોની શોધખોળમાં તમામ વર્ષ બરબાદ કર્યા હતા. પૉલ લેબલૉંડે તેના માટે પ્રશાંત મહાસાગરના બહુ ચક્કર માર્યા હતા. વર્ષો સુધી ભારે સંશોધન કર્યા પછી આ વિષય પર એક પુસ્તક લખવામાં આવ્યું હતું. આ વિડિયો પછી તેના પુસ્તકના એ નિષ્કર્ષને બળ મળ્યું છે કે ઇતિહાસમાં જે તમામ સમુદ્રી દૈત્યોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે તે બધા જ કલ્પના નથી. તેમાં કંઇક તો હકીકત છે.

ઉત્તર અમેરિકાના પ્રશાંત મહાસાગરના કિનારા પર બ્રિટિશ કોલંબિયાની નજીક જે કેડી કે કેડબોરોસા વિલસી નામના આ દૈત્યાકાર સમુદ્રી સાપનો વિડિયો શૂટ કરવામાં આવ્યો ત્યારે જે લોકો તેને શૂટ કરી રહ્યા હતા અને જેઓ શૂટ કરતો જોઇ રહ્યા હતા તેમાં ઓછામાં ઓછું બે લોકો એવા હતા જેમનું કહેવું હતું કે તેમણે પહેલા પણ તેને જોઇ હતી. પણ કોઇ તેમની વાત કોઇ માનશે નહીં એમ માનીને તેમણે તે વાતને બહુ મહત્ત્વ ના આપ્યું. તેને શૂટ કરનારા લોકોએ જ તેનું નામ કેડી રાખ્યું હતું. તેને સૌથી પહેલા ગ્રેટર વિક્ટોરિયાના કેડબોરો ખાડીમાં જોવામાં આવી હતી. આથી તેનું નામ કેડી રાખવામાં આવ્યું. પછી વાર્તામાંથી નીકળીને આંખોથી જોયેલી સત્ય વાત એ બહાર આવી કે તે જીવ દેખાવમાં પહેલી વાર સન 1892માં સામે આવ્યો હતો. તેને જોવા માટે કેટલાયે પ્રતિષ્ઠિત લોકોએ દાવો કર્યો હતો.

વાર્તાઓમાં અસ્તિત્વમાં રહેલા બધા જ સમુદ્રી દૈત્યો અથવા સાપોની જેમ કેડી પણલાંબા અને ઘોડા જેવા મોંવાળા જોવા મળ્યા. કેડીના વિડિયોમાં એક મોટું રેપ્ટાઇલ જેવું પ્રાણી પાણીની સપાટી પર તરતું જોવા મળી શકે છે. આ વિડિયોને જોયા પછી કેટલાયે બ્રિટિશ વૈજ્ઞાનિક તો પ્રભાવિત થયા જ પણ ડિસ્કવરી ચેનલે ત્યાં હાજર રહેલા લોકોના અનુભવોના આધારે તેના પર ખાસ પ્રોગ્રામ બનાવ્યો. પણ પહેલા પણ લખાઇ ચૂક્યું છે તેમ કેડી જેવો આવો કોઇ પહેલો અને એકલો સમુદ્રી દૈત્ય કે વિશાળાકાર સર્પ નથી. તેના સિવાય પણ એવા તમામ દૈત્યાકાર સમુદ્રી રાક્ષસ પહેલા જોવા મળ્યા છે. આ રીતે એક સમુદ્રી દૈત્યને 6 ઑગસ્ટ 1848ના સેન્ટ હેલેનાની યાત્રા કરી રહેલા જહાજ એચએમએસ ડેડોલસના ક્રૂ સભ્યોએ પણ જોયો હતો. ફક્ત ક્રુએ શા માટે કેપ ઑફ ગુડહોપથી સેન્ટ હેલેનાની વચ્ચે સફર કરનારા કેટલાયે સમ્માનિત પરિવારોના સભ્યોએ પણ આ જીવને જુદા જુદા સમય પર જોવાનો દાવો કર્યો છે. આ રીતે જોઇએ તો સમુદ્રી દૈત્યોની જૂની વાર્તાઓહવે નવેસરથી સંભળાવવામાં આવી રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

801yh042
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com