Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
સરકારી ચોપડે કદી ન નોંધાયેલી વતન-પરસ્તીની દાસ્તાં... પ્રકરણ-૩૬

પાર્થ નાણાવટી૩જી જુલાઈ, ૨૦૧૭, ધ્રાંગધ્રા, સાંજ.

બિલાલને અયુબ સાથે વાત કરાવીને અયુબનું લોકેશન શોધવાની યોજના નિષ્ફળ નીવડેલી, પણ અનુજાની કોમ-ટીમે બિલાલના ફોનનું ખોદકામ કરતા એમાંથી મળેલી એક તસવીર જે અયુબે મોકલેલી હતી એના ગીઓ-ટેગ દ્વારા અયુબનું પોસીબલ લોકેશન મળ્યાના સમાચાર જયારે સંઘવીએ અનુજાને આપ્યા તે સાંભળીને અનુજાનો મૂરઝાઈ ગયેલો ચહેરો ફરી ખીલી ઊઠ્યો.

"ઓકે, ટોક મી થ્રુ. વ્હોટ વી ગોટ? ત્વરાપૂર્વક કમાંડ-ઓપમાં દાખલ થયેલી અનુજાએ મોટા મોનિટર સામેની ખુરશી ખેંચી.

"ઓકે મેમ. કોમ ટીમના માણસે હેવી મશીન ગનનો ફોટો મોટા સ્ક્રીન પર બતાવ્યો.

"મેમ મોસ્ટલી, મુવિંગ વેહિકલમાંથી ફોટો લેવાયો છે. અને લકીલી ફોનના જી.પી.એસ. અને લોકેશન શેરીંગ ઓન હતા, જેથી દરેક તસવીર કઈ જગ્યાએ લેવાઈ એ જગ્યાના કોર્ડિનેટ્સ આપોઆપ એ ઈમેજની ડેટા ફાઈલમાં સ્ટોર થઇ જાય. ગોપાલના વીડિયોમાં પણ આપણને કોર્ડિનેટ્સ મળેલા. પણ ધેટ વોઝ બીટવીન ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર અને એ વીડિયો પછી સંઘવી સરે પણ બ્લેકવાનનું સાઈટિંગ રીપોર્ટ કરેલું. સો નોટ મચ હેલ્પ. એ લોકો ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર થઈને કોઇપણ દિશામાં ગયા હોય. કોમ ટીમના મેમ્બરે અનુજાને સમજાવ્યું.

"હમમ ઓકે.

"પણ, મેમ નાવ આપની પાસે બે કોર્ડિનેટ્સ છે એક ગોપાલના વીડિયોનો અને બીજો અયુબે મોકલેલી ઈમેજનો, એટલે થોડી ક્લેરિટી છે, પણ હજુ એકઝેટ લોકેશન પીનપોઈન્ટ થયું નથી. ઇન શોર્ટ . બે ડેટાપોઈન્ટ્સ મેપ પર બન્નેને ગોઠવો એટલે એક પાથ બને.

કોમ ટીમના માણસે અયુબે મોકલેલા ફોટો પર બીજો ડેટા ઓવેર્લેપ કર્યો.

"આ ફોટો આજે સવારે લેવાયો, ધંધુકા- રાણપુર હાઈવે પર. એકઝેટ લોકેશન આ છે. કહીને એણે ગુગલ મેપમાં લોકેશન બતાવ્યું.

"ઓકે, સૌથી પહેલા આ બીલાલને એસ.આર.પી. સાથે કસ્ટડીમાં મોકલી આપો. એના પર ચોવીસ કલાક નજર રાખો. નો ફોન, નો કોન્ટેક્ટ વીથ એનીવન. અનુજા એ બીલાલનો રસ્તો કર્યો.

"હમમ, ગ્રેટ વર્ક. સંઘવી હાઇવે પેટ્રોલના પી.એસ.આઈ. કોળીને આ લોકેશન મોકલો અને તપાસ કરાવો. અનુજાએ સંઘવીને કહ્યું.

"વન સેક. મને વાત કરાવો કોળી સાથે આઈ વીલ બ્રીફ હીમ. અનુજાએ વિચાર બદલ્યો.

સંઘવીએ કોળીને ફોન લગાવીને કહ્યું. અનુજા મેડમ વાત કરવા માગે છે.

"જયહિન્દ મેડમ સાહેબ. કોળીએ કહ્યું.

"જયહિન્દ. તમે ક્યાં છો? લોકેશન? અનુજાએ પૂછ્યું.

"મેડમ સાહેબ, અમે આપની સૂચના અનુસાર હાઇવે હાઇવે એકસો-સુડતાલીસ પરથી હમણાં જ લીમડી છોડીને હવે સ્ટેટ હાઇવે વીસ પર થઈને રાજકોટ જવા નીકળ્યા છીએ. અમારી બીજી ગાડી એજ રસ્તા પર અમારાથી વિરુદ્ધ દિશામાં જાય છે. કોળીએ વિસ્તૃત અહેવાલ આપ્યો.

"ગુડ વર્ક, કોળી સાહેબ. હવે સાંભળો સંઘવી તમને તમારા મોબાઈલ પર એક લોકેશન મોકલે છે. એ હાઇવે પરનું લોકેશન છે. તમે ત્યાં પહોંચો. આજુબાજુમાં કોઈ હૉટેલ કે એવું કઈ હોય તો ત્યાં પૂછપરછ કરો, કોઈએ બ્લેક્વાન અને કોઈ શંકાસ્પદ ઈસમો જોયા હતા? જો કોઈ માહિતી મળે તો સીધો સંઘવીને ફોન કરો.

"જી મેડમ સાહેબ.

"અને હા, કોળી સાહેબ ધ્યાનથી સાંભળો. તમારું કામ માત્ર તપાસ કરવાનું છે. કોઈ એક્શન લેતા નહીં. ગુનેગારો બહુ ખતરનાક છે, એ લોકો પાસે આધુનિક વેપન્સ છે. એટલે કોઈ બહાદુરી પ્લીઝ કરતા નહીં. મારે ફક્ત માહિતી જોઈએ છીએ. અનુજાએ પાછો કોળી પોતાની કાટ ખાઈ ગયેલી રિવોલ્વર ધ્રુજતા હાથે કાઢીને આઈસીસની હેવી મશીન ગન સામે ઊભો ન રહી જાય એટલે ચોખવટ કરી.

"જી, મેડમ સાહેબ.

"ઓકે ગુડ લક.

સંઘવીએ પી.એસ.આઈ. કોળીને અયુબના ફોટામાંનું લોકેશન મોકલી આપ્યું. થોડી ટેક્નિકલ ગડમથલ લોક્શેનને ગુગલ મેપ્સમાં ઓપન કરી, ગુગલ મેપ્સની સૂચના મુજબ કોળીની પેટ્રોલિંગ જીપ ધંધુકા હાઇવે તરફ વળી. આમ તો કલાકનો રસ્તો હતો, પણ વરસાદ અને ટ્રાફિકને કારણે આપેલા લોકેશન પર પહોંચતા કોળીની ટીમને દોઢ કલાક લાગ્યો. રાતનું અંધારું ઘેરાઈ ચૂક્યું હતું. મોટાભાગની હૉટેલ ધંધુકા-રાજકોટ હાઈવે પર હતી, પણ આ લોકેશન ધંધુકા રાણપુર હાઇવે પર હોવાને કારણે કોળીએ ત્યાં આવેલી હૉટેલ પર તપાસ કરવાનું નક્કી કર્યું.

કોળીની હાઇવે પેટ્રોલની ગાડી ધીમી ગતિએ ધંધુકા-રાણપુર હાઇવે પર જઈ રહી હતી. વરસાદ ફરી ચાલુ થયો હતો. અચાનક કોળીની નજર જય-ભવાની હૉટેલના પાટિયા પર પડી.

"એક મિનિટ સાઈડમાં ઊભી રાખો’તો. કોળીએ એના ડ્રાઈવરને કહ્યું. પોલીસની જીપ રસ્તાની સામેની બાજુએ આવેલા જય-ભવાની હૉટેલના પાટિયાથી થોડે દૂર જઈને ઊભી રહી.

*******

૩જી જુલાઈ, ૨૦૧૭, મુંબઈ, સાંજ.

ભાઉના ભાગી છૂટવાના નાનકડા સાહસને કારણે એની ટોળકીના બે સભ્યોને તાત્કાલિક ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડ્યું. ઉપરાંત મુંબઈ પોલીસના બે માણસોએ એમની કેરિયરમાં પહેલીવાર સુવર માર ખાધો. ઠેલાવાળી ગલીમાં થયેલા ખેલ બાદ ઓજસ અને ગોલ્ડા, ભાઉને ઊંચકીને મલાડ રેલવે કોલોનીમાં આવેલા કર્નલ રેડ્ડીના રેલવે પોલીસમાં નોકરી કરતા દોસ્તના ખાલી ફ્લેટ પર લઇ ગયા.

સાંજ ઢળવામાં હતી. દક્ષીણી પવનોની અસર હેઠળ મુંબઈ પર હવામાન ખાતાની ભાષામાં કહીએ તો સ્ટેબલ ઍન્ડ હેવી રેઇન સિસ્ટમ ડેવલપ થઇ હતી. ઓજસ અને ગોલ્ડા મલાડ પહોંચ્યા ત્યારે ફરીથી ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો હતો.

કર્નલ રેડ્ડી, ઓજસ અને ગોલ્ડાની પહેલા ફ્લેટ પર આવી પહોંચ્યા હતા. એણે રૂમમાં રહેલું ફર્નિચર ખસેડીને કામચલાઉ ઇન્ટેરોગેશન ડેસ્ક ઊભું કરેલું.

"આવો, પહેલા ગરમા ગરમ ચા. કર્નલે ઓજસ અને ગોલ્ડાને ચાના મગ આપ્યા.

"હાઈ, સુનીલ ભાઉ, આઈ એમ ડિસોઝા ફ્રોમ ડેલ્હી સી.બી.આઈ. નારકોટિકસ બ્રાંચ. લો ચા પીવો પછી વાત કરીએ. કર્નલે ગપ્પું માર્યું. ભાઉને માટે એ લોકો કોણ છે એ જાણવું સહેજ પણ મહત્ત્વનું ન હતું.

"થેંક યુ સાબ, શુક્રિયા. ભાઉએ ગરમાગરમ ચાનો ઘૂંટડો ભર્યો.

ચા-પાણીનો કાર્યક્રમ પત્યા બાદ ભાઉની પૂછપરછનો કાર્યક્રમ શરૂ થયો. ભાઉને ટેબલ સામેની ખુરશી પર બેસાડવામાં આવ્યો. કર્નલ એની સામે લેપટોપ લઈને બેઠો અને ઓજસ ભાઉની બાજુમાં. ગોલ્ડા ફ્લેટના દરવાજા પાસે ખુરશી નાખીને બેઠી, જસ્ટ ઇન કેસ ભાઉનો પીછો કરતા એના માણસો અહીં આવી ચડે તો.

"સુનીલ ભાઉ, તમે જેટલી સીધી અને સ્પષ્ટ વાત કરશો એટલું અમારું કામ સરળ રહેશે. સૌથી પહેલા એક વાત ક્લિયર કરી દઉં. અમે લોકો અહીં તમને એરેસ્ટ કરવા માટે નથી આવ્યા. તમે જે મુંબઈમાં કરો છો એ અહીંની લોકલ લો એન્ફોર્સમેન્ટ ઑથોરિટીનો પ્રોબ્લેમ છે, પણ તમે જો અહીં એવું કઈ કરો કે નેશનલ લેવલ પર એની ઈમ્પેક્ટ થાય, તો પછી એ અમારો પ્રોબ્લેમ છે. ઈઝ ધેટ ક્લિયર? કર્નલે પૂર્વભૂમિકા બાંધી.

"સર, નીપટા લે તે હે ના. કિતના દસ ખોખા, બીસ ખોખા. આપ બોલોના. દેખો ભાઉકો ઝમેલે મેં નહીં પડનેકા. ભાઉએ એની કુટેવ મુજબ ચાલ ચાલી.

"ભાઉ, આ તારું મુંબઈનું કોઈ પોલીસ સ્ટેશન નથી કે ખોખા, પેટીની લાલચ આપીને તું છટકી જઈશ. તને જે પૂછવામાં આવે એના સીધા અને સાચા જવાબ તારે આપવાના છે. આજની સાંજે તારું આ અને માત્ર આ જ કામ છે. હવે ફરીથી વધારાનું કંઈપણ બોલ્યો છે તો આ સાંજની રાત થશે ત્યાં સુધીમાં તું તારી હવે પછીની બાકી રહેલી જિંદગીમાં ક્યારેય પોતાની જાતે હરીફરી નહીં શકે. કર્નલે કરડાકીથી કહ્યું.

ઓજસે પોતાની બાજુમાં પડેલું મોટું પક્કડ ઉઠાવ્યું અને ભાઉનો ડાબો હાથ પકડીને કહ્યું.

"આ વખતે જવા દઉં છું, પણ હવે પછી એક એક આંગળીઓ કાપતો જઈશ.

પક્કડથી પોતાની આંગળી કપાય તો કેવી વેદના થાય એ વિચાર માત્રથી જ ભાઉને પરસેવો છૂટી ગયો.

"જી સાબ, સોરી શરૂ કરો. ભાઉએ હવે પછી કોઇપણ ડહાપણ કરવાનું માંડી વાળ્યું.

"હવે હું તને પાંચ વ્યક્તિઓના ફોટા બતાવીશ, એમાંથી એક ને તું સારી રીતે ઓળખે છે. અને અમને ખબર છે એ વ્યક્તિ કઈ છે. માટે જો જુઠ્ઠું બોલ્યો છે, તો તું તારી એક આંગળી ગુમાવીશ.

"જી સર, પણ નહીં ઓળખતો હોઉં તો, સર તો પણ તમે... ભાઉ ગભરાયો.

"ભાઉ, તું અમને હજુ પણ ચુ** સમજે છે. તે જોયું નહીં અમે લોકો કોણ છીએ ને શું કરી શકીએ છીએ. ઓજસે કહ્યું.

"ઓકે સર. પ્લીઝ.

કર્નલે લેપટોપનો સ્ક્રીન ભાઉ તરફ ફેરવીને પાંચ ફોટા બતાવ્યા. જેમનો એક આઈસીસના નાર્કો ચીફ કાસીમ ધ સાયકોપેથનો હતો.

"સર સોરી એકબાર ફિરસે. ભાઉએ વિનંતી કરી.

કાસીમનો ફોટો આવ્યો ત્યારે, ભાઉએ એક પળનો વિચાર કર્યો. પોતાના બિઝનેસ પાર્ટનરને આવી રીતે પોલીસને પ્લેટ પર ધરી દેવો કે નહીં એની દુવિધા એના મગજમાં થઇ, પણ પછી પક્કડ અને એનાથી કપાતી આંગળીઓ યાદ આવતા એણે કહ્યું.

"સર, એ આદમી. ફોરેનર હે, સાઉદી કા કાસીમ નામ હે.

"ગુડ, તે પહેલો ટેસ્ટ પાસ કર્યો. હવે ગેમને આગળ વધારીએ. તો આ કાસીમ સાથે તારે કોઈ ડીલ થવાની છે એવી અમને ખબર પડી છે. મોટી ડીલ ડ્રગ્સની. કર્નલે કહ્યું.

"સર થવાની હતી પણ કેન્સલ થઇ ગઈ, દોઢ મહિના પહેલા. ભાઉએ ગપ્પું માર્યું, પણ ભાઉ એ ન જાણતો હતો કે દોઢ મહિના પહેલા પીંગરી મથુરા ખાતેના શૂટઆઉટ વખતે કાસીમ ત્યાં હાજર હતો.

"ઓજસ, ઓલ યોર્સ. કર્નલે ઓજસને ઈશારો કર્યો. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r0I50o8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com