Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
હું છુંને...

સ્પર્ધકની કૃતિ-ડૉ. મનીષા પટેલઆજે શહેરના ઉદ્યોગપતિ કમલેશ સોમાણીનો બંગલો લાઇટનાં તોરણો અને ફૂલોના શણગારથી ઝળ હળી રહ્યો. કમલેશનો આનંદ તો સમાતો નહોતો...અને હોય જ ને...આજે ત્રણ વર્ષ પછી એમનો એકનો એક દીકરો કેયુર આવી રહ્યો છે...ત્રણ વર્ષ પહેલા મુંબઇથી ડૉક્ટરની ડિગ્રી મેળવીને કેયુરની ઇચ્છા તો વડોદરામાં જ દવાખાનું ચાલુ કરવાની હતી...પણ ઉચ્ચ વિચાર અને હકારાત્મક દૃષ્ટિથી જીવનને જોનાર કેયુરના જીવન પર નિયતિએ કઠોર આઘાત કર્યો હતો... એટલે જ એણે આગળ અભ્યાસ કરવા અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં સમગ્ર વિશ્ર્વને પોતાના સાણસામાં જકડી લેવા માગતો રોગ એઇડસ પર સંશોધન કરવા એડમિશન મેળવી લીધું... આજે ત્રણ વર્ષ પછી આવનારા દીકરાનો આનંદ તો એની મમ્મી કાજલને પણ છે...પણ ભૂતકાળની એ ઘટના યાદ આવતાં ધ્રૂજી ઊઠતાં...

એક પાછળ એક ચાર ગાડી આવી. ગોરા, ઊંચા, સોહામણા ડૉ. કેયુરે ગાડીમાં થી ઊતરીને તરત હસતા મુખે સર્વ વડીલો ને નમસ્કાર કર્યા. મમ્મીની તીક્ષ્ણ દૃષ્ટિએ કેયુરની નજરમાં છવાયેલા ઉદાસીનાં વાદળો જોઇ લીધાં... એની ખોવાયેલી નજર જાણે કોઇને શોધી રહી હતી. જેની સમજ માત્ર કાજલને હતી.

એમણે પોતાની જ જાતીની ડૉ. પાયલ કેયુર માટે શોધી રાખી હતી. કેયુરનો મૂડ જોઇને એ વિષય કાઢવાનું વિચારી રખ્યુ હતું, પરંતુ કેયુરનો ખિન્ન ચહેરો જોઇ એમને કાળજી થઇ...આવીને કેયુર એના મિત્રો તથા અન્ય યુવાન ડૉક્ટરોને મળી આધુનિક હોસ્પિટલ બનાવાનું આયોજન કરવામાં લાગી ગયો.

પૈસાની કોઇ ચિંતા નહોતી તેમજ કમલેશની કોઇ રોકટોક નહોતી. કેયુર સાથે પાયલ હંમેશાં રહે એની ગોઠવણ કરવામાં કાજલ સફળ રહ્યાં. હૉસ્પિટલ અને સંશોધન કેન્દ્રના પાયા નાખવા, ઇન્ટીરિયર, ડૉક્ટરોની નિમણૂત તે ઊદ્ઘાટનનું આયોજન સાથે કેયુરના ખાવાપીવાની કાળજી જેવી બધી નાની મોટી બાબતોમાં પાયલ ચિવટથી કામ કરતી. આ વાતની નોંધ કેયુરના મનમાં થઇ. જ્યારે પાયલે પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું ત્યારે કેયુરની પાયલ તરફ જોવાની નજર બદલાઇ ગઇ.

છતાં તે દિવસે રાત્રે વિચારોની સાથે મનના ઊંડાણમાંથી સપનાની યાદ સપાટી પર આવી ગઇ. સપના...એની બાળપણની મિત્ર...એસ.એસ.સી. સુધી સાથે ભણ્યા...પછી આગળ ભણવા તે મુંબઇ ગયો. અને સપના અમદાવાદ ગઇ... ૭ વર્ષ પછી એમ.બી.બી.એસ.થયો. પછી એણે સપનાને મુંબઇ બોલાવી. બન્ને ખૂબ ફર્યા. તે દિવસે રાત્રે બન્ને વાંદરાના બૅન્ડ સ્ટેન્ડના પથ્થર પર બેસીને ઢળતી સાંજે ભાવિ સ્વપ્નમાં રાચતાં હતાં. ખાસ વસ્તી નહોતી. અંધકારનો લાભ લઇને કોઇકે અચાનક કેયુરના માથા પર પ્રહાર કર્યા. બેભાન પડતા પડતા પણ કેયુરને સપનાએ પાડેલી ચીસો સંભળાય પણ એ નિ:સહાય પડ્યો હતો.

ખૂબ સમય પછી એ ભાનમાં આવ્યો... સપના પર થયેલા અમાનુષી બળાત્કાર અને જખમી થયેલા કેયુરના સમાચાર પોલીસે બન્નેના ઘરે જણાવ્યા. બન્નેના કુટુંબીઓ દોડી આવ્યા...સપનાના માતા પિતા દીકરીના હાલ જોઇ હતપ્રભ થઇ ગયા...બસ આ ઘટના પછી કાજલની તેના તરફ જોવાની દૃષ્ટિ બદલાઇ ગઇ. જે સપનાને પોતે વહુ તરીકે સ્વીકારી હતી તે બળાત્કારના ડાઘવાળી તરીકે ઓળખાવા લાગી...કેયુરે મમ્મીને સમજાવવા પ્રયત્ન કર્યા પણ કાજલ બળાત્કાર, પોલીસ કેસ વગેરેને કારણે સમાજ, ખાનદાન, આબરૂ જેવા શબ્દો વાપરી દલીલો કરી કેયુરને ચૂપ કરી દેતા. હારીને કેયુર રિસર્ચ માટે અમેરિકા જતો રહ્યો...

સતત પોતાને કામમાં વ્યસ્ત રાખવા છતાં સમય અને સંપર્ક તેમજ પાયલ ની ધીરજને કારણે પાયલે કેયુરના મનમાં થોડી જગ્યા મેળવી લીધી. મમ્મીની ઇચ્છા અને પાયલનો સહવાસ પોતાની જરૂરિયાત છે એમ સમજીને બન્ને એ લગ્ન કરી લીધા...બે વર્ષ થઇ ગયા...

જીવન સરળતાથી ચાલી રહ્યું હતું...પણ ક્યારેક નિયતિ એવા પાંસા ફેંકે છે કે ગમે તેટલા હોશિયાર માણસો પણ ચકરાવામાં પડી જાય. ડૉ. કેયુરનો બ્લડ રિપોર્ટ જોતા જ ડૉ. પાયલ ચકરાવે ચડી ગઇ હૉસ્પિટલના દરેક સ્ટાફ મેમ્બર્સના મેડીકલ રિપોર્ટસ અપ ટૂ ડેટ રાખવાનો નિયમ ડૉ.કેયુરે જ બનાવ્યો હતો. અને આજે એ કેયુરનો રિપોર્ટ એની નજર સામે છે. એચઆઇવી પોઝિટિવ ?? કેવી રીતે શક્ય છે ?

પત્ની હતી તે કેયુરની એ અધિકાર થી જ પાયલે રિપોર્ટ કેયુરના હાથમાં આપ્યો. જોતાં જ કેયુરનો ચહેરો સફેદ થઇ ગયો. થોડો સમય સુન્ન બેસી રહ્યા બાદ એણે જે વાત કરી તે પાયલની કલ્પના બહારની હતી.

દિલ્હીમાં એક મેડિકલ કોન્ફરન્સમાં ગયેલો જ્યાં એને અચાનક સપના મળી. સંપૂર્ણ બદલાયેલી સપના... એકદમ આધુનિક, સૉફ્ટવેર કંપની ની ડાયરેક્ટર.. એના મનમાં અનેક પ્રકારના બદલાની આગ ધગધગતી હતી. બળાત્કારી સપનાનો કેયુરની મમ્મી દ્વારા થયેલ તિરસ્કાર તો ઠીક પણ એના પોતાનાં માતાપિતા જે એની નાનીમોટી સફળતા પર ગર્વ અનુભવતા તેમણે પણ સપના પ્રત્યે ઘૃણા દર્શાવી... સહન ન થતા સપનાએ ઘર છોડ્યું અને દિલ્હી પહોંચી. પોતાની હોશિયારીથી નોકરી મેળવી તથા ઘર લઇ આધુનિક જીવનશૈલી અપનાવી જીવતી રહી...પુરાવાના અભાવે બળાત્કાર કરનારા ગુંડાઓ નિર્દોષ છૂટી ગયા... જે દીકરી માટે ગર્વ લેતા થાકતા નહોતા તે દીકરીને સમાજને કારણે દૂર કરનાર માતા પિતા તેમજ સાત જનમ સાથે રહેશે એવાં વચન બદ્ધ થયેલા પ્રેમીએ પણ પીઠ ફેરવી આટલુ ઓછું હોય તેમ બળાત્કારને કારણે થયેલી એડ્સ જેવી જીવલેણ બીમારી... દવા અને યોગ્ય કાળજી ને લીધે તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરતી... વર્તમાનપત્ર તથા મીડિયા દ્વારા ડૉ.કેયુરના થતાં વખાણ વગેરે ... સપના વિચારતી બધા જ સુખી છે. માત્ર એ જ કારણ વગરની સજા ભોગવી રહી છે... સતત ઘૂંટાતા આવા વિચારોને કારણે એના મનમાં બદલાનો લાવા ભભકતો હતો...

આજ સમયે ડૉ કેયુર સાથે થયેલી મુલાકાત... જાણે વેર લેવાનો ચોક્કસ સમય...

સપનાને અચાનક સામે જોઇ કેયુર ચમક્યો... દિલ્હીમાં રહી તેણે આધુનિક જગતના બધા રિવાજો શીખી લીધા હતા. પહેલાં કરતાં વધુ આત્મવિશ્ર્વાસી, મોહક અને બિન્દાસ્ત લાગતી હતી ... તેણે જે સહન કર્યુ તે માટે કેયુરને તેના માટે અનુકંપા હતી અને આ પરિસ્થિતિમાં તૂટી ન પડતા અડગ ઊભા રહેવા બદલ તેના માટે અભિમાન થયું. આ જ કારણે કેયુર સપનાની મોહજાળમાં ફસાતો ગયો. દિલ્હીના આટાફેરા વધતા ગયા... એનું પરિણામ આજે બન્નેની નજર સામે છે. "પાયલ મને માફ કર. સપના મારો પહેલો પ્રેમ, મે તારાથી કાઇ જ છુપાવ્યુ નથી...વેર વાળવા માટે સપનાએ મને આ જીવલેણ બીમારી આપી. હું તારો ગુનેગાર છું.

પાયલ સંયમી અને સંસ્કારી હતી. કેયુરે આ રોગના ઇલાજના સંશોધન માટે કરેલી મહેનત જોઇ હતી. તેની પોતાની પણ એ જ ઇચ્છા હતી માટે તો બધું છોડીને કેયુર સાથે જોડાઇ હતી. કેયુરનું સ્વપ્ન પૂર્ણ થાય ત્યાં સુધી સાથ નિભાવવાનું મનોમન નક્કી કર્યું હતું... કેયુરનો હાથ હાથમાં લઇને એ માત્ર એટલું જ બોલી,"કેયુર ભૂલી જા એ દુ:ખદ ઘટના...કામમાંથી મન વિચલિત નહીં કરતો. તબિયતની કાળજી કર...બાકી બધું મારા પર છોડી દે...

હું છું ને...

-------------------------------

સોમવારે વાંચો

ઓત્તારી, ભગવાન ભલું થાય તારું હેમલતા પારેખ (નેરળ, માથેરાન)આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5So66866
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com