Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

બુધવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

------------------------------

ફોટોક્વિઝ

યમુના નદીને કાંઠે આવેલી અને આરસપહાણમાંથી તૈયાર કરવામાં આવેલી આગ્રા શહેરની આ વિશ્ર્વપ્રસિદ્ધ ભવ્ય ઈમારત તાજ મહાલ છે એ તો તમે પલકવારમાં ઓળખી ગયા હશો. ૧૭મી સદીમાં બંધાયેલું આ ભવ્ય સ્મારક બંધાવનારા મોગલ બાદશાહનું નામ તમારે કહેવાનું છે.

-------------------------------

પેહચાન કૌન?

૧૯૯૦ના દાયકામાં સુધારાઓ લાવીને ભારતીય અર્થતંત્રને નવી દિશા અને નવો વેગ આપનારા અર્થશાસ્ત્રી જેઓ પાછળથી ભારતના વડા પ્રધાન પણ બન્યા એનું નામ તમારે શોધી કાઢવાનું છે. એક હિંટ: આ વિચક્ષણ અર્થશાસ્ત્રી રિઝર્વ બૅન્કના ગર્વનર પણ હતા.

---------------------------

ડાયલૉગબાજી

‘ઈસ થપ્પડ કી ગુંજ સુની તુમને? અબ ઈસ ગુંજ કી ગુંજ તુમ્હે જિંદગીભર સુનાઇ દેગી.’ આ સુપરહિટ સંવાદ છે તો દિલીપ કુમારની ફિલ્મનો, પણ ચિત્રપટમાં એ દિલીપ કુમારને ઉદ્દેશીને બોલાયો છે. તમારે આ ડાયલૉગ બોલનારા અભિનેતાનું નામ કહેવાનું છે.

----------------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) ધારા શેઠ (૨) અરવિંદ કામદાર (૩) પુષ્પા સુતરિયા (૪) પરીન કારિયા (૫) ભાવેશ જાની (૬) શૈલજા ચંદરિયા (૭) સીમા ગાંધી (૮) અરુણકુમાર પરીખ (૯) મીતા ભયાણી (૧૦) હેમેન્દ્ર શાહ (૧૧) પ્રવીણ શેઠ (૧૨) યોગિની ચૌહાણ (૧૩) તહેર ઔરંગાબાદવાલા (૧૪) ક્રિના દોશી (૧૬) જયશ્રી ગોરડિયા (૧૭) હેમાંક્ષિ ઠક્કર (૧૮) મનસુખલાલ ગાંધી (લોસ એન્જલસ - યુએસએ) (૧૯) ગીતા પીઠીઆ (૨૦) હિતેશ સોટા (૨૧) અલ્પા મહેતા (૨૨) માલતી સાવલા (૨૩) સુભાષ મોમાયા (૨૪) દીપક તલાટી (૨૫) ઝારવ તલાટી (૨૬) જનક તલાટી (૨૭) જ્યોતિ તલાટી (૨૮) ઝનકાર તલાટી (૨૯) જિયા શાહ (૩૦) ઝિલ શાહ (૩૧) સુરભિ દોશી (૩૨) ભરત સંઘવી

----------------------------

આપો જવાબ

૧) સાપુતારા હિલ સ્ટેશન કયા રાજ્યમાં છે?

૨) ક્વીન ઑફ હિલ્સ તરીકે ઓળખાતા ઉત્તરાખંડના હિલસ્ટેશનનું નામ શું?

૩) કાલિમ્પોંગ કયા રાજ્યનું પ્રમુખ હિલસ્ટેશન તરીકે ઓળખાય છે?

૪) મેઘાલયનું કયું પ્રાકૃતિક સ્થળ ‘સ્કૉટલૅન્ડ ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખાય છે?

૫) ભારતમાં સૌથી વિશાળ તિબેટિયન મઠ ધરાવતું તવાંગ શહેર કયા રાજ્યમાં આવેલું છે?

---------------------------

ગયા શનિવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: ચીનની દીવાલ અથવા ગ્રેટ વૉલ ઑફ ચાઇના

ૄ પેહચાન કૌન?: રવીન્દ્રનાથ ટાગોર

ૄ ડાયલૉગબાજી: આનંદ

ૄ આપો જવાબ: (૧) ૧૯૫૦, (૨) ૧૯૭૧ (૩)૧૯૬૧, (૪) પાંચ સપ્ટેમ્બર

(૫) ચોથી જુલાઇ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

c6628L0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com