Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
કુંડળીમાં થયો છે પ્રવાહ રાજ્ય યોગ

એસ્ટ્રોટિપ-ધવલ કાંધિયાનિર્ગુણકુમારે વહેલી સવાર સવારમાં જ્યોતિષવિશારદ સાહેબને ફોન કર્યો અને સામેથી મેસેજ સંભળાયો, ફોન ઇઝ સ્વિચ ઓફ. એટલે નિર્ગુણકુમારે નલિનીને ફોન કર્યો અને અગેન ધી સેમ મેસેજ... ફોન ઇઝ સ્વિચ ઓફ.

એટલે હવે નાછૂટકે નિર્ગુણકુમારે નવગ્રહસિંહના મોબાઇલ પર ફોન કર્યો અને કોલર ટ્યુન સંભળાયો, "મુઝે ઝરૂરત તેરે જૈસે યાર કી...તુઝે ઝરૂરત મેરે જ્ૈસે યાર કી... નવગ્રહસિંહે ફોન ઉપાડ્યો અને બોલ્યો," મિ.નિર્ગુણકુમાર એનિથિંગ અર્જંટ?’

નિર્ગુણકુમાર બોલ્યો,‘મોસ્ટ અર્જન્ટ. મારે જ્યોતિષવિશારદ સાહેબ અને નલિની સાથે વાત કરવી છે અને બન્ને મોબાઇલ બંધ આવે છે.’ સામેથી જવાબ આવ્યો,‘નોટ ટુ વરી મિ.નિર્ગુણકુમાર, વ્હેન નવગ્રહસિંહ ઇઝ હિયર.’

નિર્ગુણકુમાર બોલ્યો,‘એટલે શું ?’ નવગ્રહસિંહ બોલ્યો,‘હું, નલિની અને જ્યોતિષવિશારદ સાહેબ આજે વહેલી સવાર સવારમાં કોફી પીવા માટે રણછોડ કોફી પોઇન્ટ આવ્યાં છીએ અને અહીં મોબાઇલના નેટવર્કનો થોડો પ્રોબ્લેમ છે.’

નવગ્રહસિંહે ફોન નલિનીને આપ્યો અને નિર્ગુણકુમાર બોલ્યો, નલિની ઓફિસની એકદમ સાફસફાઇ કરી રાખજો. આજે સાહેબને મળવા માટે મારા એક મિત્ર આવવાના છે, એમનું નામ છે દાદુ ભઇ. એમનું નામ તો તમે સાંભળ્યું જ હશે? મારા બહુ ખાસ મિત્ર છે.’ નલિની બોલી, ‘પેલા મહાન ફિલોસોફર અને આધ્યાત્મિક લેક્ચર્સ આપે છે એ ભઇ, નિર્ગુણકુમાર બોલ્યો, ‘એ જ ભઇ. એટલે સમજી ગયાં ઓફિસ ટકાટક રાખજો. હું એમને લઇને બરાબર ૧૨ વાગે ઓફિસમાં આવું છું. ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા પણ બરાબર હોવી જોઇએ ?’ એમ કહીને નિર્ગુણકુમારે ફોન કટ કર્યો.

બરાબર ઘડિયાળના કાંટે ૧૨ વાગે ઓફિસની ડોર બેલ વાગી અને નલિનીએ દરવાજો ખોલ્યો તો સામે નિર્ગુણકુમાર સાથે દાદુભઇ દેખાયા.

નલિનીએ માનપૂર્વક દાદુભઇ અને નિર્ગુણકુમારનું સ્વાગત કર્યું અને સાહેબની કેબિનમાં લઇ ગઇ. બધા સાથે નિર્ગુણકુમારે દાદુભઇની ઓળખાણ કરાવી. દાદુભઇ જ્યોતિષવિશારદ સાહેબ સામે જોઇને બોલ્યા,‘નિર્ગુણ તો મારો ચેલો છે. મેં નિર્ગુણના મોઢે તમારા બધાના ખૂબ વખાણ સાંભળ્યા છે. એટલે મને તમને બધાને મળવાની એકદમ ઇચ્છા થઇ ગઇ. મારા મનમાં એક આતુરતા છે.’

જ્યોતિષવિશારદ સાહેબ બોલ્યા,‘શું આતુરતા છે સાહેબ?’ દાદુભઇ બોલ્યા, ‘હું એક લાઇફ ટ્રેનર છું. હું હર વર્ષે ૨૦૦થી વધારે દેશ-વિદેશમાં ટ્રિપ્સ કરું છું. લોકોને લાઇફ સ્ટાઇલ કેવી સરસ અને સરળ રીતે જીવવી જોઇએ એની ટ્રેનિંગ અને એના પ્રોગ્રામ્સ આપું છું. મારા પ્રોગ્રામ્સમાં મારી આપેલી લાઇફ સ્ટાઇલ ચેંજિંગ ટિપ્સ ખૂબ પ્રખ્યાત છે. મારે એ જાણવું છે કે મારી કુંડળીમાં એવો કયો રાજ યોગ હોઇ શકે જેના કારણે મારે ખૂબ પ્રવાસ કરવો પડે છે અને હરેક રાજ્યમાં જ્યાં પણ હું લેક્ચર્સ આપું છું ત્યાં લોકો મારા લેક્ચર્સથી પ્રભાવિત થાય છે. મારો સંદેશ બી પોઝિટિવ અને મેક પીપલ પોઝિટિવ એ લોકોના મનમાં વસી ગયો છે. મારી કુંડળીમાં એવો કયો રાજ યોગ છે જેના લીધે મારી આટલી બધી પ્રગતિ થઇ છે. મારી કુંડળી જુવોને?’ જ્યોતિષ વિશારદ સાહેબ હજી તો દાદુભઇની કુંડળી જુએ એની પહેલાં તો પરીક્ષા લેતા ટીચરની જેમ નિર્ગુણકુમારનો સવાલ કે ‘સાહેબ કુંડળીમાં એવા કયા રાજ યોગ હોય છે કે જાતક અલગ અલગ પ્રાંત અને દેશોમાં જઇને કર્મના સારા સિદ્ધાંતો લોકોને આપે અને પ્રસિદ્ધિ થાય જરા જ્યોતિષશાસ્ત્રના આધારે સમજાવશો?’

જ્યોતિષવિશારદ સાહેબ બોલ્યા કે ‘દાદુભઇની કુંડળીમાં પ્રવાહ રાજ્ય યોગ જરૂર હશે.’

નિર્ગુણકુમાર બોલ્યો,‘સાહેબ આ પ્રવાહ રાજ્ય યોગ એટલે શું? જ્યોતિષવિશારદ સાહેબ બોલ્યા કે ‘પ્રવાહ એટલે પ્રવાસ અને પ્રવાસનો કારક એટલે ચંદ્ર, કર્મના સિદ્ધાંતોનો કારક એટલે શનિ. જો કોઇ પણ જાતકની કુંડળીમાં જન્મના ચંદ્રનો સંબંધ દૃષ્ટિ અથવા યુતિથી શનિ સાથે થાય અને ચંદ્ર નવમાંશ કુંડળીમાં પણ શનિની રાશિ અને ચંદ્ર સાથે સંબંધમાં આવે એને પ્રવાહ રાજ્ય યોગ કહેવામાં આવે છે.’

નિર્ગુણકુમાર બોલ્યા, ‘ સાહેબ આપની વાત એકદમ સાચી છે. મેં દાદુભઇની કુંડળી જોઇ છે. એમની કુંડળીમાં આ યોગ છે.’ નવગ્રહસિંહ બધા માટે સરસ મજાનું વરિયાળી સરબત લઇને આવ્યો અને દાદુભઇ બોલ્યા, ‘હવે સાંજે મારે લેક્ચર આપવા માટે જવાનું છે માટે હું રજા લઉં છું’ એમ કહીને દાદુભઇ અને નિર્ગુણકુમાર પાછા વળ્યા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Fo2VN3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com