Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
શિલ્પો અન્ો વાર્તાઓનું શહેર: લુબ્લિયાના

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીસ્લોવેનિયાના લુબ્લિયાનાની લુબ્લિયાનિકા નદી અન્ો ડાઉનટાઉન પર ઝળૂંબતા લુબ્લિયાના કાસલ પર પહોંચતાં અમારી ઇલેક્ટ્રોનિક ટૂરિસ્ટિક ટ્રેઇન હાંફી ગઈ હતી. શહેરનું ક્યુટ નામ જાણી જોઈન્ો બોલવાની ઇચ્છા થયા કરતી હતી. સ્લોવેનિયાની મોટાભાગની ઐતિહાસિક ઇમારતોની માફક અમે જઈ રહ્યાં હતાં ત્ો કિલ્લો પણ ૧૧મી સદીનો ત્યાં ઊભો છે. ઘણા દિવસોના સાઇટસીઇંગના થાક પછી અહીં ઢાળ ચઢીન્ો તો અમે કદી પહોંચી ન શક્યાં હોત. આ કિલ્લાની ટેકરીથી શહેરનો વ્યુ લેવા માટે પણ ત્યાં સુધી જવા જેવું છે. કિલ્લામાં ખાસ કશું નવું તો નથી પણ ત્યાં આર્કિટેક્ટના ભાગરૂપ્ો ડ્રેગનનાં પ્રભાવશાળી સ્ટેચ્યુ કિલ્લાના મધ્યયુગીન ભપકા સાથે આજકાલ પ્રચલિત ફેન્ટસી વાર્તાઓના કારણે વધુ રેલેવન્ટ બનાવતાં હતાં. ત્યાંનું કોર્ટયાર્ડ, કેથેડ્રલ અન્ો કિલ્લાના સૌથી ઊંચા ટાવરની ટોચ પર બ્ોઠેલો ડ્રેગન આખાય માહોલન્ો કોઈ પરીકથાના શ્ય જેવો બનાવતો હતો. બાકીનું શહેર જાત્ો જોવું હોય તો અહીં ટૂરિસ્ટિક ટ્રેઇન લેવાન્ો બદલે ફનિક્યુલરથી પણ આવી શકાય.

કિલ્લાની પરીકથાની ઇમેજ માત્ર દેખાવની જ ન હતી. અહીંના વિવિધ ટાવરની દીવાલો પર સ્લોવેનિયન ફેરી ટેઇલ્સન્ો ચિત્રોમાં રજૂ કરવામાં આવી છે. આજકાલ લોકપ્રિય બન્ોલી ગ્રાફિક નોવેલ્સનું આ પૌરાણિક સ્વરૂપ આર્કિટેક્ચરન્ો પણ વાર્તાનું માધ્યમ બનાવી દેતું હોય ત્ોવું ત્યાં લાગ્ો. ત્ોમાં વળી ટાવર્સ પર તો વાર્તાઓ છે જ, સાથે આર્ચર્સ ટાવર, પ્ોનોરામા ટાવર, પ્ોન્ટાગોનલ ટાવર જેવા ઢગલાબંધ ટાવરની પોતાની અલગ વાર્તાઓ છે. અંદરની ટૂર લેવામાં જુનવાણી ચીજોનું મ્યુઝિયમ વગ્ોરે જોવાનું શક્ય બનત પણ હજી અમારે લુબ્લિયાનામાં ઘણી પ્રવૃત્તિઓ બાકી હતી એટલે કાસલન્ો ત્યારે ખપપ્ાૂરતો સમય આપીન્ો અમે આગળ ચાલ્યાં. જોકે ત્યાંની ગાઇડેડ ટૂર પણ ડિઝાઇનર છે જ્યાં ગાઇડ્સ હિસ્ટોરિકલ પાત્રો બનીન્ો કિલ્લા અન્ો શહેરની વાર્તા કહે છે. સમય હોત તો ત્ોમાં મજા જરૂર આવી હોત.

ટ્રેઇન કિલ્લાથી બોટનિકલ ગાર્ડન લઈ આવી. આખું સ્લોવેનિયા કુદરત્ો ગાર્ડનની જેમ જ ક્યુરેટ કરીન્ો બનાવ્યું હોય એવું છે, એમાં ગાર્ડન કંઈ ખાસ નવું લાગ્યું નહીં અન્ો અમે આગળ ચાલ્યાં. હવે ટ્રેઇન ત્ર્નોવ્સ્કિ પ્રિસ્તાન એમ્બાન્કમેન્ટ પર આવી. આ પથ્થરનું પ્રોમોનાડ લુબ્લિયાનો સૌથી સુંદર વિસ્તાર છે. જો સમય હોય તો આ પહોળાં પગથિયાંઓ નદીકિનારે પડ્યાં રહેવા માટે આદર્શ જગ્યા છે. અહીં સ્થાનિકો જોગિંગ કરવાથી માંડીન્ો પિકનિક કરવા શા માટે ઊમટી પડતાં હતાં ત્ો સ્પષ્ટ હતું. અહીં થોડો સમય વિતાવી લોકોન્ો જોયા કરવાની મજા પડી.

ત્ો પછીનું સ્ટોપ હતું પ્લેકનિક હાઉસ. લુબ્લિયાનાનાં મોટા ભાગનાં લેન્ડસ્કેપ પર ત્યાંનાં સૌથી ખ્યાતનામ આર્કિટેક્ટ હોઝે પ્લેકનિકની અસર વર્તાય ત્ો તો સ્વાભાવિક છે જ. આ પ્લેકનિકે વિયેના અન્ો પ્રાગની ઐતિહાસિક ઇમારતો પર પણ પોતાની છાપ છોડી છે. આમ જોવા જાઓ તો આ ઘર માત્ર મ્યુઝિયમમાં પલટવામાં આવેલું આર્કિટેક્ટનું ઘર જ છે, પણ ત્યાં અંદર જતાં પોતાન્ો રોકી શકાય નહીં. અન્ો અંદર પ્રવેશ્યા પછી ત્ોની ખાસિયત સમજાઈ. ઐતિહાસિક આર્કિટેક્ટ હોવા સાથે પ્લેકનિકનો ખુદ લુબ્લિયાના જોવાનો અલગ દૃષ્ટિકોણ હતો. ત્ોમણે શહેરમાં અઢળક સ્કેચ બનાવ્યાં છે જે બધા ત્યાં લોકોન્ો જોવા માટે ઉપલબ્ધ છે. અહીં પ્લેકનિકની નજરે ત્ોનું શહેર કોઈ જુદી જ દુનિયાનું લાગતું હતું. ખરેખર લુબ્લિયાનામાં ક્યાંક વેનિસની તો ક્યાંક વિયેનાની ઝલક વર્તાઈ આવતી હતી, પણ ત્ોન્ો આગવું બનાવવામાં પ્લેકનિકનો ફાળો સ્પષ્ટ નજરે પડતો હતો. આ અણધારી અજાયબી જેવા ઘરથી આગળ જવાનું મન ન હતું થતું.

આગળ શહેરના સમર થિયેટર ક્રિઝાન્કે પર ઊડતી નજર નાંખી. ત્ો પછી આવ્યો શહેરનો સૌથી ધમધમતો હિસ્સો, કોન્ગ્રેસ સ્ક્વેર. અહીં એક સાથે શોપિંગ, સ્થાનિક કલાકારોના સંગીત અન્ો ટૂરિસ્ટના કારણે આખોય વિસ્તાર જરા વધુપડતો વ્યસ્ત લાગતો હતો. બધી તરફ કોઈ ન્ો કોઈ પ્રકારનું લાઇવ મ્યુઝિક ચાલુ હતું. બધાંના પ્રકારો અલગ હોવા છતાં ત્ોમની વચ્ચે કોઈ અનોખો તાલમેલ હોય ત્ોવું લાગતું હતું. આ રિજનના નજીકના ભૂતકાળની ઘણી ચળવળોમાં આ ચોક ઘણો મહત્ત્વનો બની રહ્યો છે. શહેરની મોટાભાગની અગત્યની ઇમારતો પણ આ જ સ્કવેરમાં છે. અહીં પણ અનોખાં સ્ટેચ્યુનો સિલસિલો ચાલુ જ હતો, પણ અત્યાર સુધીમાં એટલાં બધાં શિલ્પો પર નજર પડી ચૂકી હતી કે હવે બધું એકસરખું લાગવા માંડ્યું હતું.

એ પછીના સ્ટોપ પર પાર્લામેન્ટ અન્ો ઓપરાની ઇમારતો જાણે પ્ૉલૅટ ક્લૅન્ઝર જેવી બની રહી. અંત્ો લુબ્લિયાનાના ટાઉન હોલ પર ટૂરિસ્ટિક ટ્રેઇનનો અંત આવ્યો અન્ો અમે બાકીનો સમય શહેરમાં એમ જ રખડવામાં વિતાવ્યો. કોઈ ખાસ જગ્યાએ પહોંચવાનો પ્લાન ન હતો ત્ોમાં કેટલીક અત્યંત રસપ્રદ જગ્યાઓ જોવા મળી ગઈ. કદાચ શહેર એટલું ભાવી ગયું હતું કે ત્યાંની કચરાટોપલીઓ પણ મજેદાર લાગવા માંડી હતી. છતાંય લુબ્લિયાનામાં વિતાવેલા દિવસમાં ક્યાંય જમવામાં ઠર્યાં ન હતાં. બાકી શહેરનો ગ્ોસ્ટ્રોનોમિકલ સીન એવો વખણાય છે કે ત્યાં કૂતરાઓ માટેની પણ અલગ બ્ોકરી નજરે પડી હતી. સ્લાવિક કુઝિનની હજી ખરી મજા લેવા મળી ન હતી. બસ ત્યાં માણસો માટેની બ્ોકરીઓથી કામ ચાલી રહ્યું હતું.

લુબ્લિયાનાથી નીકળીન્ો ત્રિગલાવ ન્ોશનલ પાર્ક તરફ નીકળવાનું હતું. સ્લોવેનિયાની સરળતા ડગલે ન્ો પગલે મનન્ો સ્પર્શી જતી હતી. અહીં લોકો સરળ મન્ો વાત કરવા લાગતાં. થાડા સમય પહેલાં જ સ્થાયી શાંતિનો સમય હાથ લાગ્યો હોવાની રાહત ત્ોમનાં વર્તન અન્ો વાતાવરણમાં ઉત્સાહ સાથે નજરે પડતી હતી. અહીં હજી ઘણી મજા કરવાની બાકી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

67r2XmI
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com