Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
અમરીશ પુરીના પૌત્ર વર્ધન પુરીનો બૉલીવૂડમાં પ્રવેશ

ગયા મહિને શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે બૉલીવૂડમાં કરણ જોહરની ફિલ્મ ‘ધડક’થી ડેબ્યુ કર્યું અને હવે વધુ એક સ્ટાર કિડ બૉલીવૂડમાં પ્રવેશવા થનગને છે. તે અન્ય કોઇ નહીં, પણ સ્વ. અમરીશ પુરીનો પૌત્ર વર્ધન પુરી છે. તે પેન ઇન્ડિયાના જયંતીલાલ ગડા નિર્મિત અનટાઇટલ્ડ રોમેન્ટિક થ્રિલર ફિલ્મથી ડેબ્યુ કરશે. તેણે અગાઉ ‘દાવત-એ-ઇશ્ક’ અને મનિષ શર્મા સાથે ‘શુદ્ધ દેસી રોમેન્સ’માં સહાયક તરીકે કામ કર્યું હતું. પુરી કહે છે, હું જયંતીલાલ ગડા સાથે એક પીરિયડ ડ્રામાથી શરૂઆત કરવાનો હતો, પણ કેટલાક કારણોસર તે ફિલ્મ શરૂ ના થઇ, પણ હવે અમે સાથે કામ કરી રહ્યા છીએ. મારો પર્ફોર્મન્સલક્ષી રોલ છે. ફિલ્મની ટ્રીટમેન્ટ હૉલીવૂડ સ્ટાઇલથી થશે. વર્ધન કહે છે, હું નેશનલ એવૉર્ડ વિજેતા અભિનેતા-ફિલ્મસર્જક-લેખક સત્યદેવ દુબે પાસે અભિનયના પાઠ શીખ્યો છું. મને લેખન અને દિગ્દર્શન પણ ગમે છે, પણ અભિનય એ મારો પહેલો પ્રેમ છે. તેના દાદા અમરીશ પુરી વિશે તે કહે છે, દાદા મારા માટે ભગવાન સમા હતા. હું તેમની બહુ નજીક હતો અને તેમની અને દાદીની વચ્ચે સૂઇ જતો. તેમનું જ્યારે અવસાન થયું ત્યારે મને લાગ્યું કે જાણે છત્રીનું સંરક્ષક કવર મેં ખોઇ નાંખ્યું છે. પછી મેં નક્કી કર્યું કે હું જીવનમાં કંઇક કરીશ અને તે મારા દાદા માટે હશે અને આ ફિલ્મ હું તેમના માટે કરીશ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

230o647
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com