Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
નવોદિત કલાકારો માટે સલમાનનો પ્રેમ

ઈન્ટરવ્યૂ-ચિરાગ ગાંધી



સલમાન ખાનની ફિલ્મ ‘લવરાત્રિ’માં આયુષ શર્માને ગરબા બૉય તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે અને વારિના હુસૈન તેની ગર્લફ્રેન્ડ બની છે. ગુજરાતનાબૅકડ્રોપ પર બનેલી આ રોમેન્ટિક ફિલ્મમાં પ્રેમકથા છે. તેમાં આ કપલ ગરબા સાથે સંકળાયેલું રહે છે. નવરાત્રિના રંગીન ઉત્સવમાં આ કપલ ગરબા ગાય છે તે વિષય પર વાર્તા આગળ વધે છે. સલમાન ખાન તેની આ ફિલ્મ અને આયુષ વિશે વાત કરતા કહે છે, સોહેલ અને હું એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા. સોહેલ જીમમાં જતો હતો ત્યારે એક દિવસ તેણે એક છોકરાને જોયો અને મને કહ્યું કે સલમાન ભાઇ એક છોકરો છે જેને મેં જીમમાં જોયો હતો અને તે આપણી ફિલ્મ ‘માય પંજાબી નિકાહ’નો હીરો બની શકે તેમ છે. પછી અમે બંને તેને મળ્યા હતા. ત્યારે તો અમે કંઇ નક્કી ન કર્યું પણ છ મહિના પછી અમને બધા ભાઇઓને અને બહેન અલવિરાને અર્પિતાએ ભેગા કર્યા અનેઅમને આયુષ સાથે મુલાકાત કરાવી ને કહ્યું કે હું આ યુવાન સાથે પરણવા માગું છું.હું તો પહેલા તેને ઓળખી શક્યો નહીં, પણ સોહેલ સૌથી મોડો ત્યાં આવ્યો હતો અને આવતા જ તેણે કહ્યું કે ભાઇ તમને યાદ છે મેં તમને જીમમાં એક યુવાનની મુલાકાત કરાવી હતી. એ આજ છે. હું તો ખુશ થઇ ગયો ને મેં કહ્યું કે ‘ચાલો, પિક્ચર ફ્રીમાં કરશે એ.’ સલમાન તેની આ ફિલ્મ વિશે કહે છે, ‘તેમાં એક સ્થાનિક છોકરા અને એનઆરઆઇ છોકરીની વાર્તા છે, જે નવરાત્રિના ઉત્સવ પર આધારિત છે.’ નવોદિતને લૉન્ચ કરવા અંગે તે કહે છે, ‘નવા કલાકારોને લૉન્ચ કરવા એ પડકાર નથી, પણ તે કલાકારો ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા શુંકરે છે તે મહત્ત્વનું છે. અમિતાભ બચ્ચને પ્રથમ હિટ ફિલ્મ ‘ઝંઝીર’ આપી તે પહેલા ૧૨થી ૧૩ ફ્લોપ ફિલ્મો આપી હતી. પછી તેમની કારકિર્દી આગળ વધી હતી. જોકે, આજની યુવા પેઢી ખરેખર પ્રતિભાશાળી છે. તેઓ ખરેખર સારું કામ કરે છે. તેઓ સારા દેખાય છે, હીરોની બૉડી સારી હોય છે અને તેઓ ડાન્સ અને એકશન બહુ સારી રીતે કરી શકે છે. આજના કલાકારો તાલીમ પામેલા હોય છે અને સારી એક્ટિંગ પણ કરે છે. જોકે, ફિલ્મ સફળતા મેળવે કે નહીં, આપણે નવા કલાકારોને સપોર્ટ કરવો જોઇએ અને તેમની સાથે રહેવું જોઇએ’ એમ તે

કહે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

431b8n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com