Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ભારતીય કળાથી ભરપૂર ફિલ્મ

બોલીવૂડમાં એવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ ફિલ્મનો લોગો કોઈ કલાકારે બનાવ્યો હોય. ફિલ્મ ‘સુઈ ધાગા’ના કલાકારો વરુણ ધવન અને અનુષ્કા શર્માએ તેમની આ ફિલ્મના લોગોનું અનાવરણ કર્યું.‘સુઈ ધાગા - મૅક ઈન ઈન્ડિયા’ની ટીમ તેમની આ ફિલ્મમાં ભારતીય હસ્તકળા અને વિવિધ સમૃદ્ધ કલ્ચરને બતાવવા માગતી હતી. આથી તેમણે સ્થાનિક કલાકારો અને કારીગરો પાસે ફિલ્મનો લોગો બનાવડાવવો અને યુનિક સ્ટાઈલ અપનાવી. આ લોગો ૧૫ જુદા જુદા કલાકારોએ ભેગા મળીને બનાવ્યો છે. આ લોગો બનાવવા માટે છ મહિના સુધી પ્લાનિંગ કરાયું હતું. તેને ૧૫ જુદી જુદી સ્ટાઈલમાં બનાવાયો હતો. ફિલ્મના લોગોમાં વૈશ્ર્વિક સ્તરે લોકપ્રિય કાશ્મીરના કાશિદા અને સોઝનીના કલાકારોએ સોયના ઉપયોગથી કારીગરી કરી છે. આ ઉપરાંત પંજાબની રંગીન ફૂલકારી, ગુજરાતના રબારી અને મોચી ભરત, ઉત્તર પ્રદેશની ફૂલપત્તી અને લખનઊનું ઝરદોશી કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં રાજસ્થાનની મુખ્ય કારીગરી આર્ટ વર્ક, બંજારા અને ગોટાપત્તી, તમિલનાડુની લોકપ્રિય તોડા સ્ટાઈલ અને કર્ણાટકની કાસુરી ડિઝાઈન પણ તેમાં છે, તે સિવાય ઓડિશાની પીપલી સ્ટાઈલ, આસામનું હેન્ડલૂમ વર્ક અને પશ્ર્ચિમ બંગાળના કાથા સ્ટીચનો પણ ઉપયોગ કરાયો છે.

ફિલ્મના નિર્માતા તેમાં ભારતની વિવિધ કળાનો ઉપયોગ કરીને આજના યુવા વર્ગમાં ભારતની સંસ્કૃતિ પ્રત્યે જાગરૂકતા લાવવા માગે છે અને મોટા પાયે આજની આધુનિક ડિઝાઈન, ફેબ્રિક્સ અને ફેશનને પણ પ્રમોટ કરવા માગે છે. ફિલ્મની વાર્તા પણ એવી છે કે તેમાં ભારતીય કળા અને સંસ્કૃતિ ઉજાગર થાય. ફિલ્મનો પ્લોટ મહાત્મા ગાંધીની ફિલોસોફીથી પ્રેરિત છે. વરુણ તેમાં દરજી બન્યો છે અને અનુષ્કા એમ્બ્રોઈડરી કરતી કલાકાર છે. બંનેની જોડી આ ફિલ્મમાં પ્રથમ વખત આવી રહી છે. યશરાજની આ ફિલ્મના ડિરેક્ટર છે નેશનલ એવૉર્ડ વિજેતા શરત કટારિયા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

586S707
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com