Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
લવ, લવ, લવ! આઈ એમ ઈન લવ

સાઈડ ઍન્ગલ-દર્શના ઠક્કર



આલિયા ભટ્ટ અન્ય અભિનેત્રીઓના ટોપ પર રહેવાના કોડમંત્રને તોડીને વ્યાવસાયિક સફળતા મેળવીને બોલીવૂડમાં પોતાનું સ્થાન મક્કમ બનાવી રહી છે. ફિલ્મી કારકિર્દીની સાથે પોતાની અંગત જિંદગી પણ કેવી રીતે સંવારવી તે પણ તે બરાબર જાણે છે. અત્યારે તો બોલીવૂડના હાર્ટથ્રોબ રણબીર કપૂર સાથે ડેટિંગ કરી રહી છે અને તેની સાથે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનું શૂટિંગ બલ્ગેરિયામાં કરી રહી છે. ત્યાં તે શૂટિંગ સાથે કામનો આનંદ પણ લઈ રહી છે અને રણબીર સાથે રોમેન્સની મઝા પણ લઈ રહી છે. વીકેન્ડમાં તે ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે ચૅટ કરે છે અને તેમના કેન્ડિડ પ્રશ્ર્નોના જવાબ પણ આપે છે. તે હવે રણબીર સાથે લગ્ન કરવાની વેતરણમાં છે આથી તેના ચાહકોએ પ્રશ્ર્ન પૂછ્યો કે શું તું લગ્ન પછી અભિનય છોડી દઈશ તેના જવાબમાં કહ્યું કે લગ્ન કરવાને કારણે કશું છોડવાની જરૂર નથી પડતી. તમારે તમારું સ્ટેટસ જાળવી રાખવું જોઈએ. હું જ્યાં સુધી કરી શકીશ ત્યાં સુધી અભિનય કરતી રહીશ. તું સાચા પ્રેમમાં માને છે? તેવા પ્રશ્ર્નના જવાબમાં તે કહે છે, હું દરેક પ્રાણીને પ્રેમ કરવામાં માનું છું અને વૃક્ષો સાથે વાતો કરવી પણ મને બહુ ગમે છે હા... હા... હા... હા... હું સ્વપ્નસેવી છું. હું પ્રેમ, પ્રેમ અને સાચા પ્રેમમાં માનું છું.

આલિયા કહે છે, ‘હું ૩૦ વર્ષની ઉંમર પછી પરણવા માગતી હતી.’ પણ હવે કદાચ તે વહેલી પરણીને તેના ચાહકોને સરપ્રાઈઝ આપે તો નવાઈ નહીં. તે તેના બૉયફ્રેન્ડ રણબીર સાથે લગ્ન કરે તેવી પાક્કી શક્યતાઓ છે. તે કહે છે, ‘હું હવે જીવનમાં સેટ થવા માગું છું અને બહુ જલદી મારું કુટુંબ બનાવવા માગું છું.’ બંનેના સંબંધો બહુ આગળ વધી ગયા છે અને હવે આગળના તબક્કામાં પ્રવેશે તેવું જણાઈ રહ્યું છે. બંનેના કુટુંબીજનો પણ તેમના સંબંધોથી ખુશ છે. તેમની પસંદગીને મંજૂરી આપી દીધી છે. નીતુ કપૂર આલિયાની બહુ મોટી ચાહક છે અને રણબીરની મોટી બહેન રિદ્ધિમા કપૂર સાહની પણ આલિયાને પસંદ કરે છે. બલ્ગેરિયા જતા પહેલા રણબીરે મહેશ ભટ્ટ અને તેની આ ગર્લફ્રેન્ડ સાથે ડિનર પણ લીધું હતું.

વ્યાવસાયિક રીતે જોઈએ તો આલિયા અને રણબીર બંનેની કારકિર્દી સારી જઈ રહી છે. તેમની છેલ્લી ફિલ્મો બૉક્સઑફિસ પર સારી ચાલી હતી. આલિયાએ વ્યાવસાયિક રીતે પોતાનું સ્ટેટ્સ જાળવી રાખ્યું છે. તેની ‘રાઝી’ ફિલ્મે સારી સફળતા મેળવી હતી, જ્યારે રણબીરની ‘સંજુ’ ઑલ ટાઈમ બ્લોકબસ્ટર થઈને પાંચમા સપ્તાહે પણ ચાલી રહી છે. આમ બંને કલાકારો સફળ છે અને બંનેના ખાનદાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. આમ, બંનેની જોડી પરફેક્ટ છે.





આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

17g42650
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com