Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સરકારી ચોપડે કદી ન નોંધાયેલી વતન-પરસ્તીની દાસ્તાં... પ્રકરણ-૩૫

પાર્થ નાણાવટીપાંચમી રીંગે અયુબે ફોન ઉપાડ્યો.

"બિલાલયા, કીધર ખો ગયા થા. કિતના વેઇટ કીયા. અયુબે સાવ ધીમેથી કહ્યું.

"અરે ભાઈ, યહા ગાંવ મેં જ હું. ફોન કી બેટરી ફ્લેટ હો ગઈ થી.

"નઈ બેટરી ડલવા લઈઓ, સુન સબ ઠીક હે ના. ભાઈજાનકી બાત સુની હોગી. મેને બહોત ટ્રાઇ કીયા. પર એ લોગ કિસકી ભી નહીં સુણતે.

"અરે માતમ છા ગયા પૂરે મહોલ્લે મેં. બડા ગલત હુઆ. પુલીસભી આયીથી તેરે ઘર.

આ વાતચીત ચાલતી હતી, ત્યારે અનુજની કોમ ટીમનો માણસ પરદા પાછળ ફોનનું લોકેશન ટ્રેક કરવાની કોશિશ કરી રહ્યો હતો.

"હા, મુઝે નઈ લગતા, મેં કભી ગામ વાપસ આઉંગા. સુન, અબ એક દો દિન કી બાત હે. એ લોગોકા બોસ બહાર ગયા હે.

"તુમ લોગ હો કહા. આવાજ કટ રહી હે ઇસકે પે સે લગતા હે, ગુજરાત કે બહાર હો. બિલાલે સ્ક્રીપ્ટની બહારનો ડાયલોગ મારી બધાને ચોંકાવી દીધા. સંઘવી ઈશારો કરી બિલાલને રોકવા જતો હતો. પણ અનુજાએ એને અટકાવ્યો.

"અરે ભાઈ, એ નહીં બતા શકતા. વરના મેરી હાલતભી ભાઈજાન જેસી હોગી. બડે ડેન્જર લોગ હે, યહા પે ભી દો લોગો કો ઉડા દીયા. સાલે જરાભી સોચતે નહીં હે. અયુબે કહ્યું.

"ભાઈ તું ખયાલ રાખીઓ. જાન પેસેસે જ્યાદા કીમતી હે. બિલાલ ડાહ્યો થયો.

બે મિનિટ થઇ ગઈ હતી, અનુજા સ્ક્રીન પર સિગ્નલ ફોલો કરતા ગ્રાફને જોઈ રહી હતી. હજુ બસો કિલોમીટરનો મોટો એરીયા હતો.

"પતા હે, ઓર બતા કોઈ ન્યૂઝ, પોલીસ ક્યા કર રહી હે. અયુબે માહિતી માગી.

"અરે ભાઈ, પૂરી બટાલીયન હે. મેં ઓર ગોરા નજર રખતે હે. તેરે ઘર ગયે થે. કોઈ ખાસ નહીં, તુઝે ઢૂંઢ રહે હે. બિલાલ બોલ્યો.

"મેં તો કહા હાથ આઉંગા. ગલતી હો ગઈ હે પર અભી પસ્તાને કોઈ ફાયદા નહીં. અચ્છા સુન મેં રખતા હું. વો અફઘાની અભી જાગેગા. અયુબ વાત ટૂંકાવવા જતો હતો. પણ સંઘવીએ બિલાલને ઈશારો કરી વાત ચાલુ રાખવા કહ્યું.

"અરે સુન, પેસા કા ક્યાં હુઆ. ગોરા ભઈ પૂછ રહા થા.

"અરે મિલ જાયેંગે. યકીન રખો. ગોરે કો બોલ, અયુબ પેસે પહોંચા દેંગા, દો તીન દિન કી બાત હે. ચલ રખતા હું અલ્લા હાફીઝ. અયુબે ફોન કટ કર્યો.

કોમ ટીમના માણસે, પોતાનું હેડફોન કાઢીને ટેબલ પર પટકયું.

"મેમ સોરી, ચાલીસ સેક્ધડ વધુ વાત કરી હોત’તો, આપણને લોકેશન ખબર પડી જાત, વી વેર સો ક્લોઝ.

સમગ્ર કમાંડ-ઓપમાં ખમોશી આપોઆપ પ્રસરી ગઈ. સંઘવીએ ઈશારો કરતા એક જવાન બિલાલને બહાર દોરી ગયો. અનુજાએ જોયું કે એની ટીમ ડીમોરલાઈઝ થઇ રહી છે એટલે એક લીડરને છાજે એમ એણે પેપ ટોક આપી.

"ઇટ્સ ઓકે, બોયસ. ગુડ જોબ. એટલીસ્ટ આપણે એટલું તો એસ્ટાબ્લીશ કર્યું કે અયુબ જીવતો છે. અને બિલાલ સાથે કોમ્યુનીકેટ કરે છે. વી વીલ ટ્રાઇ અગેઇન. ડોન્ટ લુઝ હાર્ટ, તમે બધા ખુબ સારું કામ કરી રહ્યા છો. તીખા સ્વભાવની અને તડ ને ફડ કરનારી અનુજા વાસ્તવમાં એક કેરીંગ પર્સન હતી જે એને નજીકથી ઓળખતા લોકોને ખબર હતી. સંઘવી એમાંનો એક હતો.

"ચાલો, ફોનનો ડેટા ચેક કરીએ. લેટ્સ કીપ વર્કિંગ. સંઘવીએ કોમ ટીમને કહ્યું.

કમાંડ ઓપમાંથી બહાર આવી, અનુજા ગેસ્ટહાઉસની ફ્રન્ટ પોર્ચમાં નેતરની ખુરશી પર બેઠી હતી. હોમ સેક્રેટરી સાથેની વાતચીત બાદ એ ખરેખર નાસીપાસ થઇ ગઈ હતી. એને વિચાર આવ્યો કે જો ૨૬મી નવેમ્બરની રાતે સમીપ મુંબઈ આવ્યો જ ન હોત, અને જો આવ્યો હોત અને પેલા બારમાં ન ગયો હોત તો એની જિંદગી કેટલી જુદી હોત. ડલાસ કે એલ.એ. કે ઇવન ફ્લોરીડા કે મીનીઆપોલીસમાં એ આ સમયે હોત, ઉનાળો બરોબરનો જામ્યો હોત અને એ સમીપ અને બાળકો સાથે કોઈ પુલમાં હોત કે યલો-સ્ટોન નેશનલ પાર્કની રોડ ટ્રીપ ઓર. જો અને તો ના અંતરાલમાં જે કંઈ બને એના પર માનવીનું

સમગ્ર અસ્તિત્વ નિર્ભર હોય છે એ વાસ્તવિકતાને અનુજા હજુ પણ સમજી શકી ન હતી.

"મેમ, આઈ નો તમે..મેમ તમે ચિંતા નહીં કરો. આપણે ફોડી લઈશું. સંઘવીએ અનુજા બેઠી હતી ત્યાં આવીને કહ્યું.

"થેન્ક્સ, સંઘવી. પણ એટલું ઇઝી નથી. રાત પડવા આવી છે. ધેર આર ચાન્સીઝ કે આ ટાઇપના આઉટફિટ કોઈ એક જગ્યાએ વધુ સમય ન રોકાય. ધે માઈટ મેક અ મુવ. અને એકવાર જો આપણા હાથમાંથી છટકી ગયા, પછી એમને ફરીથી શોધવા ઈમ્પોસીબલ. પછી એ લોકો ન્યુઝમાં સરફેસ થશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કે કોઈ રીલીજીઅસ ફેસ્ટીવલમાં મેજર બ્લાસ્ટ કે કોઈ આર્મી કે નેવી બેઝ પર એટેક. સંઘવી આ આપણો પહેલો અને છેલ્લો ચાન્સ હતો. અનુજાના અવાજમાં નિરાશા હતી.

"મેમ, પ્લીઝ તમે સાંભળો’તો ખરા. સંઘવીએ હળવેથી પણ મક્કમતાથી કહ્યું.

"યસ, સે ઈટ.

"મેમ, બિલાલના ફોનનો ડેટા રીકવર થયો છે. એ અને અયુબ વ્હોટસ એપ પર તસવીરોની આપલે કરતા હતા. પોર્ન ઈમેજીસ. થોડા મોટીવેશનલ બેનર્સ એવું બધું. સંઘવીએ સમજાવ્યું.

"હમમ, એન્ડ?

"વેલ મેમ, નવસો જેટલા ફોટા છે. કોમ ટીમ એકએક તસવીર ચેક કરી રહી છે. પણ, આજે વહેલી સવારે આપણે બિલાલને ઉઠાવ્યો એ પહેલા એક ફોટો આવેલો જે બિલાલે પોલીસ આવી એટલે ડીલીટ કરી નાખેલો. જસ્ટ નાવ એ ઈમેજ રીકવર થઇ છે. ઇટ્સ ફોટો ઓફ હેવી મશીન ગન.

"સંઘવી, આઈસીસના લોકો હેવી મશીન ગન લઈને જ આવેને, વ્હોટ યુ એક્સપેકટ કે લોકો દાંડિયા લઈને ગુજરાત આવ્યા છે? અનુજા અકળાઈ.

"નો મેમ, પોઈન્ટ ઈઝ, મોબાઈલ ફોનના કેમેરા દ્વારા લેવાતી દરેક ઈમેજની ફાઈલમાં એ ઈમેજ જ્યાં લેવાઈ હોય એનું જીઓ-લોકેશન અને કો-ઓરડીનેટ્સ મેપ થતા હોય છે. એન્ડ વી ગોટ ધેટ ઓન ધી ઈમેજ. અને એ કોરડીનેટસ ડોક્ટર પારેખના કંપાઉન્ડર ગોપાલના વીડિઓમાંથી મળેલા કો-ઓરડીનેટ્સના પાથ પર છે. સંઘવીના મોઢા પર ઝીણું સ્મીત છલકાઈ ગયું.

"ઓહ માય ગોડ, ધેટ ઈઝ અ રીઅલ બ્રેક થ્રુ. કંઈ જગ્યા છે? (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

t07G155
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com