Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ઇસ પ્યાર કો ફિર સે નામ નહીં મિલ પાયા

બરુન સોબતી અને સનાયા ઇરાનીની સુપરહિટ સિરિયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દું’માં તેમના પાત્રો આજે પણ યાદ છે. અરનવ સિંહ રાયઝાદા અને ખુશી કુમારી ગુપ્તા સિંહની લડાઇ તો ઘર ઘરમાં જાણીતી થઇ ગઇ હતી, પણ અચાનક સિરિયલની અધવચ્ચે બરુનને ફિલ્મની ઓફર આવતા સિરિયલને છોડી દીધી હતી અને તાત્કાલિક ધોરણે તેને બંધ કરવાની નોબત આવી ગઇ હતી. થોડા સમય બાદ અવિનાશ શ્રીવાસ્તવ અને શ્રેણુ પારેખ આ સિરિયલની સીક્વલ લઇને આવ્યા હતાં, પણ કહેવાય છે કે ઓરિજનલ એ ઓરિજનલ જ હોય છે. તેની ગમે એટલી નકલ કરવામાં આવે પણ ઓરિજનલને ક્યારેય રિપ્લેસ કરી શકાતું નથી. બસ, પછી શું, દર્શકોના માથે તો અરનવ સિંહ રાયઝાદા અને ખુશી કુમારી ગુપ્તાનું જ ભૂત સવાર હતું, તેથી આ સીક્વલ તેમને પસંદ આવી નહોતી. જ્યારે વરુન સોબતીની ડેબ્યૂ ફિલ્મ ‘મિસ્ટર ઍન્ડ મિસીસ રાઇટ’ બૉક્સઓફિસ પર નિષ્ફળ જતાં ફરીથી તેણે ટીવી પર આવવાનો વિચાર કર્યો હતો તેણે શિવાની તોમાર સાથે ફરી એક વાર ‘ઇસ પ્યાર કો ક્યા નામ દું થ્રી’માં કામ કર્યું પણ પહેલાં જેવો જાદુ ફેલાવવામાં નિષ્ફળ રહેલા બરુનનો આ શો પણ ટૂંક સમયમાં બંધ થઇ ગયો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

P48vn36
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com