Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સ્ટારડમ નહીં, સારી ફિલ્મો જોઈએ છે

હાઈલાઈટ-કિરણ ગાંધીબોલીવૂડ અભિનેતા દલકેર સલમાને ૨૦૧૨માં શ્રીનાથ રાજેન્દ્રનની મલયાલમ ઍક્શન - ક્રાઈમ ફિલ્મ ‘સેક્ધડ શો’માં ગૅંગસ્ટરના રોલથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો એવૉર્ડ પણ મળ્યો છે. હવે મામુટીનો આ પુત્ર દલકેર બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. તાજેતરમાં જ તેની પ્રથમ હિન્દી ફિલ્મ રજૂ થઈ છે. આકર્ષ ખુરાના દિગ્દર્શિત ‘કારવાં’માં તેની સાથે ઈરફાન ખાન પણ છે. દલકેર કહે છે, ‘હું ફિલ્મ માટે કોઈ વ્યૂહરચના નથી બનાવતો - મારા માટે સ્ક્રિપ્ટ રિયલ હીરો છે. અત્યારે દલકેર યુએસમાં તેની નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તેને જ્યારે ઈરફાન ખાનની બીમારીના સમાચાર મળ્યા ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે કહે છે, ફિલ્મ પૂરી થઈ પછી અમે સંપર્કમાં ન હતા. તે સાજો થઈને વધુ કામ કરે તેવી મારી શુભેચ્છા છે. હું તેનો મોટો ચાહક છું અને તેની સાથે કામ કરવાની બહુ મઝા આવી.’

હું જ્યારે પણ મોટા કલાકારો સાથે કામ કરું છું, જેમાં મણિ સર (દિગ્દર્શક મણિરત્નમ)નો પણ સમાવેશ થાય છે, જેમાં મેં નોંધ લીધી છે કે તેઓ હંમેશાં તેમની આગામી જાદુઈ સ્ક્રિપ્ટની શોધમાં હોય છે. એવી જ રીતે ઈમરાન સર પણ છે. તેઓ મલયાલમ સિનેમા અને સાઉથના ફિલ્મસર્જકો વિશે જાણવા માગતા.

દલકેરની પ્રથમ ફિલ્મ રોડ મૂવી છે અને દલકેરને પ્રવાસ કરવાનો બહુ શોખ છે. તે કહે છે, મારી પ્રથમ ટ્રિપ કૉલેજની હતી. તેમાં ઘણા બધા લોકો સાથે નવા સ્થળે જવાનો રોમાંચ હતો. આપણા વ્યસ્ત જીવનમાં અંગત શોખ હોવા જરૂરી છે અને મને લોંગ ડ્રાઈવનો બહુ શોખ છે.’

સાઉથનો સ્ટાર હોવા છતાં દલકેરને હિન્દી ભાષા બહુ સારી આવડે છે અને તે મુંબઈથી ઘણો પરિચિત છે. તે કહે છે, ‘મુંબઈ સંસ્કૃતિથી ભરપૂર છે અને અહીંના લોકોનો પ્રેમભર્યો આવકાર મને બહુ ગમે છે. મને અહીંની નાઈટલાઈફ બહુ ગમે છે અને સાથે ખાણી-પીણી પણ. મેં અહીં ત્રણ મહિનાનો અભિનયનો કોર્સ પણ કર્યો છે.’

દલકેરે ૨૦૧૫માં મણિરત્નમ દિગ્દર્શિત તમિલ રોમેન્ટિક ડ્રામા ‘ઓકે કનમણી’થી પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મની હિન્દી રિમેક ફણ બની હતી, જે ‘ઓકે જાનુ’ હતી. તેમાં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રૉય કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. મારી ફિલ્મો ‘ઉસ્તાદ હોેટેલ’ અને ‘બેંગલોર ડેઝ’ની હિન્દી રિમેક બને તેવી શક્યતા છે.

તેની બીજી બોલીવૂડ ફિલ્મ છે અભિષેક શર્માની ફિલ્મ, જે અનુજા ચૌહાણની નવલકથા ‘ધ ઝોયા ફેક્ટર’નું ફિલ્મી રૂપાંતર છે. તેમાં તેની સાથે સોનમ કપૂર છે. દલકેર તેમાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન નિખિલ ખોડાનો રોલ ભજવી રહ્યો છે. તે કહે છે, ‘મેં નવલકથાનો થોડો ભાગ જ વાંચ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ સરસ છે. સોનમ અને મારા કેટલાક કોમન મિત્રો છે અને હું તેમના દ્વારા સોનમને મળ્યો હતો, તે તેને યાદ છે કે નહીં તે મને નથી ખબર. પણ તેની સાથે કામ કરવાની મઝા આવે છે, તે બહુ રમૂજી છે.’

તું બોલીવૂડ અને સાઉથ એમ બંનેની ફિલ્મોમાં કામ કરવાનું સંતુલન કેવી રીતે જાળવે છે? તેવા પ્રશ્ર્નના જવાબમાં તે કહે છે, ‘હું એકસાથે ઘણી બધી ફિલ્મો નથી કરતો આથી તે શક્ય બને છે.’ ‘ધ ઝોયા ફેક્ટર’ ફિલ્મ એક જ મોટા શિડ્યુલમાં પૂરી થઈ જશે, આથી મને સમયની સમસ્યા નહીં રહે.’ ‘જોકે, મલયાલમ સિનેમા મારા માટે પ્રથમ અગ્રતાક્રમે રહેશે. અન્યભાષી ફિલ્મોમાં પણ કામ કરીશ, પણ તે બહુ ઓછું. મારે સ્ટારડમ પર ફોકસ નથી કરવું, મારા માટે સારી ફિલ્મો કરવી મહત્ત્વની છે. મારી કારકિર્દીના અંતે મારી પાસે સારી અને રસપ્રદ ફિલ્મો ધરાવતો પોર્ટફોલિયો હોવો જોઈએ,’ એમ તે કહે છે.

દલકેર ગયા વર્ષે નાનકડી એન્જલ મરિયમનો પિતા બન્યો. દલકેર કહે છે, મારી પુત્રીનો જન્મ થયો ત્યારે તેના માટે મૈં કામમાંથી રજા લીધી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

J26Irh4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com